આ નિરવ શાંતિ ને ભીતરનો ઘોંઘાટ અને અંતરપટના અનેક સવાલ, વણ ઉકલાયેલા પ્રશ્નોના ઉત્તરોની વાટ, અશ્રુ ભીની આંખે ફરી રહ્યો અધૂરો સંવાદ               મહિનાનો ચોથો શનિવાર અને રવિવાર એટલે રજાનો દિવસ બીજા દિવસથી કે રૂટીન મુજબ કામગીરી ચાલુ થઇ જાય અને તેમાં પણ મહિનાના અંતિમ દિવસો હોય એટલે કામગીરી પુર્ણ કરવાની હોય જ તેમાં કોઇ બાંધછોડ ન ચાલે. શહેરનો વિસ્તાર વધતાં ટ્રાફિક સમસ્યાનો પાર રહ્યો નથી.  સોમવારનો દિવસ  સવારના નવ- સાડા નવ વાગ્યે ઓફિસે જતી વખતે જ ભાવિનની કાર રસ્તામાં આવતા હવેલી પાસે અચાનક જ ખોટવાઇ પડી. ભાવિન માટે  તો એને ઓફિસે જવાનો

Full Novel

1

અંતરપટ - 1

અંતરપટ-1------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- આ નિરવ શાંતિ ને ભીતરનો ઘોંઘાટ અને અંતરપટના અનેક સવાલ, વણ ઉકલાયેલા પ્રશ્નોના ઉત્તરોની વાટ, અશ્રુ ભીની આંખે રહ્યો અધૂરો સંવાદ મહિનાનો ચોથો શનિવાર અને રવિવાર એટલે રજાનો દિવસ બીજા દિવસથી કે રૂટીન મુજબ કામગીરી ચાલુ થઇ જાય અને તેમાં પણ મહિનાના અંતિમ દિવસો હોય એટલે કામગીરી પુર્ણ કરવાની હોય જ તેમાં કોઇ બાંધછોડ ન ચાલે. શહેરનો વિસ્તાર વધતાં ટ્રાફિક સમસ્યાનો પાર રહ્યો નથી. સોમવારનો દિવસ સવારના નવ- સાડા નવ વાગ્યે ઓફિસે જતી વખતે જ ભાવિનની કાર રસ્તામાં આવતા હવેલી પાસે અચાનક જ ખોટવાઇ પડી. ભાવિન માટે તો એને ઓફિસે જવાનો ...વધુ વાંચો

2

અંતરપટ - 2

અંતરપટ-2 ઓ કૃષ્ણા મારો તને એક જ સવાલ છે, તું ક્યાં છે ? મારા અંતરપટમાં છે તો આ અંતરપટ કાં છે ? હરઘડી રાહ જોવું તારી, દૃયાકુર નયને તારો આવવાનો અણસાર કયાં છે કૃષ્ણા નિત્ય ક્રમ મુજબ નાહી ધોઈને ફ્રેશ થઇ પરવારીને ભાવિન પલંગમાં આડો પડ્યો. એનું એકમાત્ર જીવનસાથી કહો તો એ ઘોંઘાટીયું ગીત-સંગીત જ હતું એ ચાલું કરવા એ ઉભો થયો પરંતુ કોઈ એને રોકી રહ્યું હોય તેવું લાગ્યુ. અચાનક એના મોંઢામાંથી "ૐ નમઃ ભગવતે વાસુદેવાય"ની સરવાણી ફૂટતી હોય તેવો અનુભવ થયો ભાવિનને. એ ફરીથી પલંગમાં બેસી ગયો.પલાંઠી વાળીને "ૐ નમ:ભગવતે વાસુદેવાય" મંત્રને બોલતો ...વધુ વાંચો

3

અંતરપટ - 3

અંતરપટ-3 જીવનમાં ઘણા લોકો તમને એવા મળે કે જેમાના વર્તનથી તમે કઠોર હ્રદયના બની જવાના વિચાર આવે, ઘણા બની જાય, પણ તમારું અંતરપટ તમને તમારા વાસ્તવિક સ્વભાવને છોડવા ન દે તો સમજવું કે તમે તમારા અંતરપટ સાથે જોડાયેલા છો... એમણે ભાવનાને, તૃષારના બાબતે એકવાર ફેરવિચારણા કરવા સમજાવી જોઈ પરંતુ પ્રેમમાં પાગલ થઈ ચુકેલી ભાવનાને કે સમયે તૃષાર સિવાય બીજું કંઈ દેખાતું નહોતું. પરંતુ એને ક્યાં ખબર હતી કે તૃષારના માતા-પિતા એ તૃષારને સ્પષ્ટ કહી દીધું હતું કે,"ભાવના આપણી લાઈફ સાથે સેટ થઈને નહી રહે તો એને તારે છુટાછેડા આપી દેવાના.’’ પહેલેથી જ આવી વિચારસરણી ...વધુ વાંચો

4

અંતરપટ - 4

અંતરપટ-4 અંતરપટમાં જો જો મારાથી આજે એવી કોઇ ભૂલ તો નથી થઇ ને કે જેથી બીજાને દુઃખ થાય ઘેર આવીને શરીરેથી લેવાઈ ગયેલી દિકરીએ માતા-પિતાનું કહ્યું નહોતું માન્યું એ બદલ માતા-પિતાની માફી માંગી. બધી હૈયાવરાળ ઠાલવી દીધી લગ્નજીવનની પંદર દિવસે છુટાછેડાની વિધિ પૂરી થઈ ગઈ. આ વાતને આજે પાંચ વર્ષનાં વહાણાં વાઈ ગયાં છે. ભાવના અત્યારે અઠ્ઠાવીશ વર્ષની હતી, પરંતુ એના હ્રદયમાં પડેલ ઘા હજી રૂઝાયા નહોતા.માતા-પિતાના સંસ્કારો એ એને જરૂર સાથ આપી રહ્યા હતા આજસુધી. હા, છેલ્લા છ એક મહિનાના અલગારી ભાવિનના સ્વાર્થવિહીન સ્વાભાવે એના મનને જરૂર ટાઢક આપી હતી અને અંદરખાનેથી તેના અંતરપટલ પર કાબુ ...વધુ વાંચો

5

અંતરપટ - 5

અંતરપટ-5 મારો આરંભ અને મારો અંત તું છે, મારા અંતરમાં જાગતો ધબકારો તું જ છે શમણાંઓની સોનેરી સવાર અંતરપટમાં ઉજાળતો તું જ છે, ભર બપોરે લાગણીઓનો ઉકળાટ બફારામાં વસતો હાશકારો તું જ છે, સમીસાંજે થાકેલી ઇચ્છાઓ ડુબતી મારી નાવનો કિનારો તું છે, શ્યામ રાત ટળવળતી આંખો ઢળતી ઉંમર અને વિસામો મારો તું જ છે. હું એક પૈસાદાર કુટુંબનો નબીરો છું. હું ખુબજ અત્યંત લાડકોડમાં ઉછરેલો છું. મારા પિતાજી પાસે મોટો બિઝનેસ છે. જો કે નાના ભાઈના અણધડ વહીવટના કારણે અત્યારે એ મંદીમાં ફસાયો છે. પરિવારમાં અમે બે ભાઈ અને માબાપ છે. હું શરૂઆતથી જ ...વધુ વાંચો

6

અંતરપટ - 6

અંતરપટ-6 મારુ અંતરપટતો જાણે છે તને, પણ હકીકતે તું કેવી હોઇશ, વિચારો કર્યા કરુ છું જેના, અને રૂબરૂ હું જોઇશ, મન તો કહે મારું કે મારા, મનસપટલના પ્રતિબિંબ જેવી હોઇશ, જોતાં ખબર પડશે એ તો કે મન, અને અંતરમાંથી પહેલાં હું કોને ખોઇશ. મારા રીઝ્યુમે મને અહીની મલ્ટીનેશનલ કંપનીએ મને સીધો બે લાખનો મહિનાનો પગારદાર બનાવી દીધો. આજે કંપની મને માસિક સાડા પાંચ લાખનો પગાર આપી રહી છે એ ભાવનાને પણ ખબર છે પરંતુ મારા જીવનમાં શાંતિ નથી. મારી જીંદગી વેરાન બની ગઈ છે અંકલ. હું ધારુ તો અત્યારે બે ત્રણ કરોડનો ફ્લેટ ખરીદી શકું એમ છું પરંતુ ...વધુ વાંચો

7

અંતરપટ - 7

અંતરપટ-7 અણગમતું અણછાજતું બનશે, તું બનવા દે, આઘાતના પણ પ્રત્યાઘાત પડશે, તું પડવા દે, હોય દોષ તારો તો અન્ય મિથ્યા લડીશનાં, ખુદને ખુદ સાથે લડવું પડશે, તું લડવા દે, હશે પોતીકા એ તો સમય સાથેજ રહેશે છેક સુધી, રસ ઉડી જશે તો એય ઉડી જશે,તું ઉડવા દે. ભાવનાએ ભીની આંખે એના લગ્નજીવનની કરુણ કથની કહી સંભળાવી. થોડી વાર ફરીથી ખામોશી છવાઈ ગઈ. અંતમાં ભાવનાના પિતાજીએ ભાવિનને વિનંતી ભર્યા ભાવે કહ્યું, જો બેટા ભાવિન, "મારી દિકરીની વેરાન રણ જેવી જીંદગીને તારી દુઃખ ભરી જીંદગી સાથે એકતાર કરીને પ્રેમની સુખમયી પગદંડીએ પગલાં પાડવાની હિંમત નહી કરે બેટા!" ભાવિન પણ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો