દુબઈ આ વાંચનારા ઘણાખરા જઈ આવ્યા હશે. હું પહેલી વાર ગયો. વળી અહીથી ટ્રાવેલવાળા ગ્રુપ બુકિંગ કરી લઈ જાય તે અને પોતે ખાલી સાડા ચાર માણસોનું કુટુંબ જાતે જઈએ એમાં બધી વસ્તુઓનો ફેર પડે. બુકિંગ અને ફરવામાં એ પણ ધ્યાન રાખવાનું હતું કે સાથે એક 5 વર્ષનો બાબો અને એક 6 મહિનાની બેબી હતી અને અમે બે સિનિયર સિટીઝન હોવા ઉપરાંત ત્યાંથી અમદાવાદ પરત આવવાનાં હતાં તેથી ટ્રાવેલ પ્લાન, ઉતરવું, સાઈટ સીઈંગ બધું વિચારીને વધુ સગવડ રહે તેમ કરવાનું હતું. પ્રથમ એ વાત કરું કે હું મારા પુત્રને ઘેર મસ્કત 2016થી આજ સુધીમાં પાંચ વાર ગયો છું. તે મસ્કત 2015 થી છે. મસ્કત અને ઓમાનમાં ઘણું જોયું પણ માત્ર 450 કિમી અને અહીંની સ્પીડે કારમાં તો સાડાચાર કલાક જ થાય છતાં છેક આ વખતે દુબઈ જઈ શક્યાં. કેમ કે મસ્કત છે તે ઓમાન અને દુબઈ છે તે UAE અલગ દેશો છે. દુબઈ જવા મસ્કતથી વિઝા પર એકઝિટ સ્ટેમ્પ લાગે એટલે મસ્કત ન અવાય અને ભારતથી દુબઈ જવા ઓમાનનો વિઝા ન ચાલે.
નવા એપિસોડ્સ : : Every Monday, Wednesday & Friday
દુબઈ પ્રવાસ - 1
દુબઈ મુલાકાત દિવસ 1. દુબઈ આ વાંચનારા ઘણાખરા જઈ આવ્યા હશે. હું પહેલી વાર ગયો. વળી અહીથી ટ્રાવેલવાળા ગ્રુપ કરી લઈ જાય તે અને પોતે ખાલી સાડા ચાર માણસોનું કુટુંબ જાતે જઈએ એમાં બધી વસ્તુઓનો ફેર પડે. બુકિંગ અને ફરવામાં એ પણ ધ્યાન રાખવાનું હતું કે સાથે એક 5 વર્ષનો બાબો અને એક 6 મહિનાની બેબી હતી અને અમે બે સિનિયર સિટીઝન હોવા ઉપરાંત ત્યાંથી અમદાવાદ પરત આવવાનાં હતાં તેથી ટ્રાવેલ પ્લાન, ઉતરવું, સાઈટ સીઈંગ બધું વિચારીને વધુ સગવડ રહે તેમ કરવાનું હતું. પ્રથમ એ વાત કરું કે હું મારા પુત્રને ઘેર મસ્કત 2016થી આજ સુધીમાં પાંચ વાર ...વધુ વાંચો
દુબઈ પ્રવાસ - 2
આગલા પ્રકરણમાં જે પ્રાઇવેટ ટ્રાવેલ કરતાં દુબઈ કસ્ટમવાળાઓ દ્વારા બધાની હેરાનગતિ થઈ અને થાય છે તે લખ્યું. એટલે મસ્કત નજીકથી દુબઈ જનારે કાર લેવાનું સાહસ કરવું તેમ હું માનું છું. પ્લેનની દોઢ કલાક જર્ની માટે 8000 રૂપિયા જેવા વધુ તો કહેવાય.તો અમે બરાબર 3.30 ના, extended slot માં એન્ટર થયાં અને બુર્જ ખલીફામાં ઉપર જવાની લાઈનમાં ઊભાં. લાઈનમાં કશું એલાવ નથી, પાણીની બોટલ પણ. પ્રમાણમાં જલ્દી લાઇન ખસે છે.અગાઉથી સ્લોટ બુક કર્યા વગર જવું નહીં. સમજીને સમય બુક કરવો. દુબઈની લાઈટો જોવી હોય તો સાંજે 7 થી 10.30 વચ્ચે નહીં તો સવારે 10.30 થી.સંચાલન લગભગ આપણા સ્ટેચ્યુ ઓફ યુનિટી ...વધુ વાંચો
દુબઈ પ્રવાસ - 3
દુબઈ પ્રવાસ 3બીજે દિવસે રૂમના પડદા ખોલ્યા ત્યાં મીઠો તડકો આવતો હતો. બિલમાં સમાવેશ હતો તે બ્રેકફાસ્ટ માટે ગયાં. તો પહેલાં ફ્રૂટ પછી પેલા પ્રિન્ટઆઉટની જેમ બહાર આવતા ટોસ્ટ અને મધ તથા જામ, પછી બોઇલ્ડ એગ સાથે કોઈ બાફેલા ટામેટા, લેટ્યુસ, ઓલિવ વ. નો સેલાડ ઉપર ક્રીમ અને એકાદ ફ્રાઇડ વસ્તુ ઉપર ફિલ્ટર કોફી 'દબાવ્યું'. ઘરનાંઓએ તેમની રુચિ અનુસાર. આજે ઉતાવળ નહોતી. કાલનો થાક ઉતારવા અને નાનાં બાળકોની ઊંઘ પૂરી કરવા. હોટેલના સ્વિમિંગ પુલમાં તર્યો. 5 વર્ષનો પૌત્ર પણ એનું હવા ભરેલ જેકેટ પહેરી ખૂબ તર્યો.થોડું નેટ પર સર્ચ કરી 11.30 આસપાસ શુક અને મ્યુઝીયમ જોવા નીકળ્યા.રસ્તે શેખ જાહેદ ...વધુ વાંચો
દુબઈ પ્રવાસ - 4
દુબઈ પ્રવાસ 4ત્રીજે દિવસે ઊઠીને ઝટપટ બ્રંચ વગેરે પતાવી 8.40 વાગતાં તો ચાલતા બુર્જમાન મેટ્રો સ્ટેશન તરફ જવા નીકળી રસ્તે ઓફિસ જતા લોકો પણ ખૂબ હતા. બુર્જમાન સ્ટેશનની કઈ બાજુ જવું? ત્યાં અલ ખલીજ મોલ જોયો. એનું બિલ્ડિંગ પણ બહારથી ઢળતું સરસ હતું. દોડીને મોલની અંદરથી ક્રોસ કરી સામે આવ્યા તો ટુરિસ્ટ બસ આવવામાં જ હતી.બસમાં એક આફ્રિકન કપલમાં યુવતી કાળી અને જાડા હોઠ વાળી હોવા છતાં નજર ચોંટી જાય તેવી સુંદર હતી. ઢીંગલીઓ જેવી પાતળી કમર, તીણું નાક, સ્લિમ પગ.એક યુરોપિયન મહાશય હતા જે કાંઈક જમીનનો ધંધો કરવા આવ્યા હોય તેમ ગાઇડને જમીન અને ફલેટના દરેક એરિયામાં ભાવ ...વધુ વાંચો
દુબઈ પ્રવાસ - 5
5.સવારે ઉઠી મેં ચેક કર્યું. ગુજરાતી લોકોમાં સ્ટાન્ડર્ડ કહેવાતી કેસરી ટ્રાવેલમાં કવર થતી બધી જ જગ્યાઓ અને વધુ જોઈ સેન્ડ ડયુન તો મસ્કતથી ઓમાનમાં જોઈ હતી.આજે સવારે કોઈ જ પ્રોગ્રામ ન હોઈ પુત્ર અને પુત્રવધુ હોટેલના જીમમાં ગયાં. સાધનો વાપરવા ફ્રી માં મળે. તમારે હોટેલના રૂમમાં એન્ટર થતી વખતે કાર્ડ નાખો છો તે અહીંના ડોરમાં નાખવાનું. મેં ટુંકી મુલાકાત લીધી. પીઠ પાછળ રોડ રાખી ખેંચાય તે અને બીજી એક કસરતની ઝલક લીધી. ટ્રેડમિલ માટે ચોક્કસ શૂઝ જોઈએ. ફોર્મલ શૂઝ કે ફ્લોટરમાં ન થાય તેથી બહાર સ્વિમિંગપુલ પર બેઠો. આજે તો ચડ્ડી પણ તરીને ભીની થાય એમ નહોતું. નીકળવાનું હતું.પુત્ર ...વધુ વાંચો