(પ્રકરણ -૧) છેલ્લાં પંદર દિવસથી મોબાઇલ ઉપર એક વિડીઓ વાયરલ થઇ રહ્યો હતો. એક સ્કેરી વિડીઓ જેવો. વિડીઓમાં પ્રથમ એક ચહેરો સ્ક્રીન ઉપર આવે છે અને પછી એક જમણા હાથનો પંજો દેખાય છે. સ..ટા..ક.. કરતો એ પંજો એ ચહેરાં ઉપર એક જોરદાર તમાચો મારે છે. થોડીક ક્ષણોમાં જોરદાર તમાચાના પાંચ આંગળીઓના નિશાન એ ચહેરાનાં ગાલ ઉપર ધીરે ધીરે ઉપસી આવે છે લાલ...લાલ... પછી બીજી જ ક્ષણથી ચોથી આંગળીની (રીંગ ફિંગર) ઉપસી આવેલ છાપ ગાલ ઉપરથી ધીરે ધીરે ગાયબ થતી દેખાય છે. હવે તમાચાનું નિશાન ચાર આંગળીઓ સાથેનું દેખાય છે. શરૂઆતમાં પંજામાં અંગુઠો અને ચાર આંગળીઓ દેખાય છે પરંતું તમાચા બાદ
Full Novel
તમાચો - 1
(પ્રકરણ -૧) છેલ્લાં પંદર દિવસથી મોબાઇલ ઉપર એક વિડીઓ વાયરલ થઇ રહ્યો હતો. એક સ્કેરી વિડીઓ જેવો. વિડીઓમાં પ્રથમ ચહેરો સ્ક્રીન ઉપર આવે છે અને પછી એક જમણા હાથનો પંજો દેખાય છે. સ..ટા..ક.. કરતો એ પંજો એ ચહેરાં ઉપર એક જોરદાર તમાચો મારે છે. થોડીક ક્ષણોમાં જોરદાર તમાચાના પાંચ આંગળીઓના નિશાન એ ચહેરાનાં ગાલ ઉપર ધીરે ધીરે ઉપસી આવે છે લાલ...લાલ... પછી બીજી જ ક્ષણથી ચોથી આંગળીની (રીંગ ફિંગર) ઉપસી આવેલ છાપ ગાલ ઉપરથી ધીરે ધીરે ગાયબ થતી દેખાય છે. હવે તમાચાનું નિશાન ચાર આંગળીઓ સાથેનું દેખાય છે. શરૂઆતમાં પંજામાં અંગુઠો અને ચાર આંગળીઓ દેખાય છે પરંતું તમાચા બાદ ...વધુ વાંચો
તમાચો - 2
(પ્રકરણ – ૨) દોડ બે કલાક બાદ જયારે એની બહેનપણીઓ પાછી ફરી ત્યારે મોનિકા ન દેખાતાં તેઓ અચરજમાં પડ્યાં અને તેમ શોધવા લાગ્યાં. આખો કિલ્લો ફરી ખુંદી વળ્યા પરંતું મોનિકા ના દેખાઈ. એનાં મોબાઇલ ઉપર સતત કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો પણ ‘કોઈ ફોન ઉપાડતું નથી’ એવો મેસેજ આવતો. એમની ગાડી કિલ્લાની બહાર ઉભી હતી પરંતું મોનિકા ગાડી પાસે ગઈ જ નહોતી. મોનિકાના ઘરે તપાસ કરતાં ખબર પડી કે મોનિકા ઘરે પહોંચી નહોતી. સમાચાર સાંભળી ઘરેથી બધાં કિલ્લા ઉપર એને શોધવા આવ્યા. અંધારું થઇ ગયું હતું. ટોર્ચ અને મોબાઈલની ટોર્ચથી ખૂબ શોધખોળ કરી પણ નાકામ રહ્યાં. આખરે મોડી રાત્રે બધાં ...વધુ વાંચો
તમાચો - 3
(પ્રકરણ – ૩) મોનિકાના હજુ સુધી કોઈ સમાચાર મળ્યાં નહોતાં. મોનિકા જીવે છે કે નહી એ પણ એક સવાલ દર મહિને એનાં ગુમ થયાના ફોટાં છાપામાં છપાતાં હતાં. મોનિકાના ફોટાં જોઈ એ ટોળકી પરેશાન હતી કે મોનિકા જીવતી હોત તો ઘરે પાછી ફરી હોત. જો મરી ગયી હોય તો એની લાશનું શું ? જો ઘરે પાછી ફરી નથી તો શું એણે આત્મહત્યા કરી હશે ? એમણે ચોરી છુપીથી કિલ્લાના એ ભોયરામાં જઈ તપાસ કરી પણ ત્યાં કંઇ નહોતું પણ તેઓ કોઈના કેમેરા અને નજરમાં કેદ થઇ ગયાં હતાં. લાંબા સમય બાદ નિશ્ચીંત થઇ તેઓ ધીરે ધીરે અડ્ડો જમાવી રહ્યાં ...વધુ વાંચો
તમાચો - 4
(પ્રકરણ – ૪) દરેકનાં ઘરવાળા મોબાઇલ ઉપર પોતાનાં પુત્રોનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. બધાંના મોબાઇલ સ્વીચ ઓફ હતાં. પોલીસ સ્ટેશનમાં આજે ચાર યુવાન ખોવાયાની ફરીયાદ નોંધાઈ હતી. બીજાં દિવસે છાપામાં ગુમશુદા તરીકે એમનાં ફોટાં પણ છપાયા અને એ દિવસે જ મોનિકા કસ્વાલનો ફોટો પણ છપાયેલ હતો. શહેરનાં મુખ્ય સમાચાર તરીકે આ વાત બધાંના જુબાન પર હતી. પોલીસ હજુ મોનિકાની કોઈ ભાળ મેળવી શકી નહોતી. જુવાન છોકરાઓનું આમ અચાનક ગુમ થવું એ ચારે ઘરનાં માતા-પિતા માટે ખૂબ તકલીફ દાયક હતું. ઘરનું ગમગીન વાતાવરણ અનેક સવાલો અને કંકાસ ઉભાં કરે છે અને એવું જ થયું. દરેક ઘરમાં આરોપ પ્રત્યારોપ ...વધુ વાંચો
તમાચો - 5
(પ્રકરણ – ૫) રસ્તા ઉપર જામ લાગી ગયો હતો. પોલીસની ગાડીઓ, ક્રેન મશીન, એમ્બ્યુલન્સ અને પ્રાઇવેટ વાહનો ઉભાં હતાં. નજર રસ્તાની બાજુમાં આવેલ ખાઈમાં હતી. બચાવના સાધનો આવી રહ્યાં હતાં – દોરડા, ચેન-કપ્પા, સાંકળો વગેરે. એક જીપગાડી રસ્તાની બાજુમાં આવેલ ત્રીસ ચાલીસ ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી પડી હતી. ગાડીની સ્પીડ વધારે હતી એનું અનુમાન રસ્તાની બાજુની તૂટેલ રેલીંગથી આવતો હતો. સફેદ કફની પાયજામાવાળાની ભીડથી લાગતું હતું કે કોઈ વગદાર કુટુંબનાં કુટુંબીઓને અકસ્માત થયો હશે. બચાવ કાર્ય ખૂબ જોરમાં ચાલું હતું. પહેલી એક લાશ ઉપર લાવવામાં બચાવ ટીમ ને કામયાબી મળી. રસ્તાની બાજુમાં લાશને મૂકી તેઓ પાછાં નીચે બીજી બોડીઓ ...વધુ વાંચો
તમાચો - 6
(પ્રકરણ – ૬) આનંદ કસ્વાલ છાપાનાં દરેક પેજ ખુબજ ધ્યાનથી જોઈ વાંચી રહ્યાં હતાં. છાપામાં છપાયેલ ફોટાં અને એની વિગતને વાંચીને નોંધી રહ્યાં હતાં. ક્યારેક કોઈ ફોટાઓને તેઓ સ્કેન પણ કરી લેતાં. એક વકીલ આજે ડીટેકટીવની ભૂમિકા ભજવી રહ્યો હતો. કલાકોની મહેનત બાદ એમની નજર એક મોટરસાયકલ અકસ્માતના ફોટાં ઉપર પડી મોટરસાયકલની બાજુમાં એક લાશ પડી હતી. મોટરસાયકલની નંબર પ્લેટ ઉપર ગાડીના નંબરની ઉપર સુંદર રીતે લખેલ ‘ઇગલ’ નામ સ્પષ્ટ રીતે વાંચી શકાતું હતું. એકદમ એમનાં મગજમાં ઝબકારો થયો અને આજે છાપામાં છપાયેલ શ્રદ્ધાંજલિનો ફોટો અને મૃતના નામની પાછળ લખેલ ઉર્ફે ‘ઇગલ’ શબ્દ ઉપર એમનું ધ્યાન કેન્દ્રિત થયું. એમની શંકા ...વધુ વાંચો
તમાચો - 7
(પ્રકરણ – ૭) થોડીક ક્ષણોમાં વિજળી આવી. હોસ્પિટલની લાઈટો ચાલું થઇ. નર્સો તરત આઈ સી યુ માં દોડી ગઈ. બંધ થયેલ મશીનો રી-સ્ટાર્ટ. ઓક્સિજનના સીલીન્ડરના વાલ્વ ચેક કર્યા બધું જ વ્યવસ્થિત હતું પરંતું હતાં પ્રિન્સ અને ટોનીના ચહેરાં જે ખુલ્લા તે અત્યારે ઢાંકેલા હતાં જાણે શબ ધાક્યું હોય તેમ. નર્સે પ્રિન્સના ચહેરાં પરથી સફેદ બેડશીટ ખસેડી તો ચોંકી ગઈ. એનાં ચહેરાં ઉપર એક તમાચાનું લાલ નિશાન હતું. આશ્ચર્યચકિત થઇ એણે ટોનીના ચહેરાં પરથી બેડશીટ ખસેડી તો એનાં ગાલ ઉપર પણ તમાચાનું નિશાન હતું. એ ઘબરાઈ અને બહાર જઈ હેડ નર્સને વાત કરી. થોડીક ક્ષણોમાં હોસ્પિટલનો આખો સ્ટાફ બંનેના પલંગ પાસે ...વધુ વાંચો
તમાચો - 8
(પ્રકરણ – ૮) લોહીનાં રીપોર્ટથી સંજુ અને સલ્લુ પરેશાન હતાં કારણ લાલ અક્ષરે લખેલ એ લેબોરેટરીની રીમાર્ક – ‘એચ વી પોસિટીવ’. એક જ નાની રિમાર્કના ઝટકાએ બંનેની મરદાનગીના લીરે લીરા ઉડાવી દીધાં. સંસ્કાર ઉઘાડા પાડી દીધાં. કુતુહલ, જીજ્ઞાસા અને બેખોફ થઇ શરૂ થયેલ રમતનું પરિણામ કેવું ખોફનાક, ઘોર હોય છે એ વિચાર તો ભોગવનારો જ કરી શકે. માનવીને શું હક છે બીજાની નિર્દોષ જીન્દગી સાથે રમવાનો, ચેડાં કરવાનો, છેડવાનો, જીન્દગી બરબાદ કરવાનો અને પેદા થનાર એક વધુ જિંદગીનો ? આ હેવાનિયત છે. પ્રશ્ન બંને માટે એ હતો કે કુટુંબ દ્વારા આવનારી જવાબદારીના પ્રશ્નોનો જવાબ આપવાનો. શું કહીશું ? શું ...વધુ વાંચો