આપણા ગુજરાત માં અને ખાસ કરીને સોરઠ માં એવું માનવા માં આવે છે કે સવારે વહેલા આવેલું સપનું હકીકત જેવું હોય છે. આ સપનું પણ મને સવારે વહેલા જ આવેલું.. પરોઢ ના સાડા ચાર વાગ્યા છે, હું મારા ખાટલા માં સૂતો છું. મને કોઈ હબાડવી રહ્યું છે એવું મને મેહસૂસ થયું. અચાનક મારી આંખ ખૂલી. મારી આંખો ખુલતા ની સાથે જ અંજાઈ ને બંધ થઈ ગઈ, મારી સામે એક પ્રકાશમય વ્યક્તિ ઊભી છે. અદ્વિતીય સુંદર ચેહરો, કાજલ ભરેલી નમણી આંખો, સંગે મર્મર ની મુરત જેવી સુંદરતા, માથે મુગટ પર લેહરાતી મોરપંખ, હાથ માં બંસરી, ગળા માં ખુશ્બુદાર ફૂલો ની માળા, હોઠો પર અજબ ની હસી સાથે મને ભગવાન શ્રી કૃષ્ણ હળવે થી જગાડી રહ્યા છે. હજી તો મારી આંખો પણ ખુલી નથી અને તેઓ કહેવા લાગ્યા, "અરે વત્સ દિપક, શું તે સ્વર્ગ જોયું છે??" મને મારી આંખો પર વિશ્વાસ નથી આવતો, કે મારી સામે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ ઊભા હતા, તેઓ મારી જોડે વાત કરી રહ્યા હતા. હજી તો મારી આંખો પણ વ્યવસ્થિત ખુલી નહોતી ત્યાં જ તેમના શબ્દો મને ફરી એક વાર સંભળાયા, "હે મિત્ર દિપક, હું તને કંઇક પૂછી રહ્યો છું, તું મને એનો ઉત્તર તો આપ." મે પોતાને સંભાળ્યો, બે હાથ જોડી ભગવાન શ્રી કૃષ્ણ ને નમન કર્યા, " પ્રભુ, તમે સ્વયં અહીંયા, મારી સામે, અને મને પૂછો છો કે મે સ્વર્ગ જોયું છે, (મને આશ્ચર્ય સાથે હસવું આવ્યું).

Full Novel

1

સ્વર્ગ - 1

પોતાના ઘરની શોધમાં નીકળેલા ભગવાનની વાર્તા આપણા ગુજરાત માં અને ખાસ કરીને સોરઠ માં એવું માનવા માં આવે કે સવારે વહેલા આવેલું સપનું હકીકત જેવું હોય છે. આ સપનું પણ મને સવારે વહેલા જ આવેલું.. પરોઢ ના સાડા ચાર વાગ્યા છે, હું મારા ખાટલા માં સૂતો છું. મને કોઈ હબાડવી રહ્યું છે એવું મને મેહસૂસ થયું. અચાનક મારી આંખ ખૂલી. મારી આંખો ખુલતા ની સાથે જ અંજાઈ ને બંધ થઈ ગઈ, મારી સામે એક પ્રકાશમય વ્યક્તિ ઊભી છે. અદ્વિતીય સુંદર ચેહરો, કાજલ ભરેલી નમણી આંખો, સંગે મર્મર ની મુરત જેવી સુંદરતા, માથે મુગટ પર લેહરાતી મોરપંખ, હાથ માં ...વધુ વાંચો

2

સ્વર્ગ - ૨

શુ પ્રેમ કરવો એ કોઈ અપરાધ છે?? હું અને ભગવાન શ્રી કૃષ્ણ સ્વર્ગ ની શોધ કરતા થાક્યા હતા. સમય પણ કાઈ જ ખબર ન્હોતી. અમે આકાશ માર્ગે આમથી તેમ ભટકતા હતા પણ સ્વર્ગ ક્યાંય મળતું નહોતું. અચાનક જ મારા મનમાં એક સવાલ થયો એટલે મે ભગવાનને પૂછ્યું. "સમગ્ર બ્રહ્માંડમાં એવા કેટલા ગ્રહો છે જેની ઉપર પૃથ્વીની જેમ જ જીવન છે અને ત્યાંના લોકો માણસોની જેમ વિચારીને પોતાનો વિકાસ કરી શકતા હોય..?" ભગવાન મારી સામે જોઈને હસ્યા. "માણસો તો બહુ જ ઓછું વિચારે છે. તેઓ વિકાસ ઓછો અને વિનાશ વધારે કરે છે. વિકાસનો મતલબ ખાલી આપણે એકલાએ જ આગળ વધવું ...વધુ વાંચો

3

સ્વર્ગ - ૩

આખરે અમને મળી ગયું..!! અરિષ્ટાસુરની શક્તિઓ વિશે સાંભળ્યા પછી તો મને પણ ડર લાગી રહ્યો હતો. મને પણ શંકા ગઈ હતી કે અમે અર્ધાંગાસુરને બચાવી શકશું કે કેમ.?. કદાચ અર્ધાંગાસુરને બચાવ્યા પછી અમે જીવતા પાછા આવી શકશું કે કેમ.?. આવા અનેક પ્રશ્નો મને ઘેરી વળ્યાં. મારી હિંમત તૂટી રહી હતી. કદાચ ભગવાન પણ એ વાત સમજી ગયા હતા. એટલે મારી હિમ્મત વધારવા માટે મારા હાથ પોતાના હાથમાં લઈ અને મારી આંખોમાં જોઈને મને પ્રેમથી સમજાવતા બોલ્યા. " ચિંતા ન કર, દિપક. બધું બરાબર જ થવાનું છે અને હુ હંમેશા તારી સાથે જ છું, તુ હિંમત હાર્યા વિના બસ તારું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો