ગુજરાતનું ટાઈટેનિક - વીજળી

(34)
  • 15.6k
  • 9
  • 7.1k

પ્રિય વાચક મિત્રો, આજે હું આપની સમક્ષ એક અલગ નવલકથા રજૂ કરી રહી છું. આ નવલકથા લેખક ગુણવંતરાય આચાર્ય દવારા લિખિત છે. તમે ટાઈટેનિક જહાજ વિષે સાંભળ્યું હશે પરંતુ ગુજરાતના ટાઈટેનિક વિષે કદાચ ઘણા ઓછા લોકો એ સાભળ્યું હશે. જી હા આજે હું વાત કરી રહી છું હાજી કાસમની વીજળી વિષે ની... તો આપ સવૅ આ નવલકથા વાચજો અને આપના પ્રતિભાવ આપશો... જહાજ વૈતરણા (વીજળી) વરાળથી ચાલતું જહાજ વૈતરણા જહાજ, જે વીજળી અથવા હાજી કાસમની વીજળી તરીકે જાણીતું હતું, એ. જે. શેફર્ડ અને કુાં, મુંબઈની માલિકીનું જહાજ હતું. આ જહાજ ૮ ડિસેમ્બર ૧૮૮૮ ના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર નજીક વાવાઝોડાંમાં માંડવીથી મુંબઈ જતી વખતે ખોવાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં ૭૪૦થી વધુ લોકો ખોવાઈ ગયા હતા. આ ઘટનાને કારણે ઘણાં દરિયાઈ કાવ્યો અને લોકગીતો રચાયા છે.આ જહાજને વૈતરણા નામ મુંબઈ વિસ્તારની વૈતરણા નદી પરથી અપાયું હતું. જહાજનું હુલામણું નામ વીજળી હતું, કારણ કે જહાજ વીજળીના ગોળાઓ વડે પ્રકાશિત હતું. જહાજને ઘણીવાર "ગુજરાતના ટાઈટેનિક" તરીકે ઓળખવામાં આવે છે.

Full Novel

1

ગુજરાતનું ટાઈટેનિક - વીજળી - ભાગ - 1

પ્રિય વાચક મિત્રો, આજે હું આપની સમક્ષ એક અલગ નવલકથા રજૂ કરી રહી છું. આ નવલકથા લેખક ગુણવંતરાય આચાર્ય લિખિત છે. તમે ટાઈટેનિક જહાજ વિષે સાંભળ્યું હશે પરંતુ ગુજરાતના ટાઈટેનિક વિષે કદાચ ઘણા ઓછા લોકો એ સાભળ્યું હશે. જી હા આજે હું વાત કરી રહી છું હાજી કાસમની વીજળી વિષે ની... તો આપ સવૅ આ નવલકથા વાચજો અને આપના પ્રતિભાવ આપશો... જહાજ વૈતરણા (વીજળી)વરાળથી ચાલતું જહાજવૈતરણા જહાજ, જે વીજળી અથવા હાજી કાસમની વીજળી તરીકે જાણીતું હતું, એ. જે. શેફર્ડ અને કુાં, મુંબઈની માલિકીનું જહાજ હતું. આ જહાજ ૮ ડિસેમ્બર ૧૮૮૮ ના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર નજીક વાવાઝોડાંમાં માંડવીથી મુંબઈ જતી ...વધુ વાંચો

2

ગુજરાતનું ટાઈટેનિક - વીજળી - ભાગ - 2

વીજળી‘, વાયકા અને વાસ્તવિકતા.. વીજળીને લઈને જે કેટલીક ખોટી માન્યતાઓ પ્રવર્તે છે તેમાં સૌથી પહેલી એ કે તે એકદમ અને વિશાળ આગબોટ હતી. તેના પર ઇલેક્ટ્રિક લાઈટો ફિટ કરેલી હોઈ લોકો તેને વીજળી કહેતા હતા. તેનો કેપ્ટન એક અંગ્રેજ હતો અને માલિકી શેઠ હાજી કાસમની હતી જે મુંબઈમાં રહેતા હતા અને ધી બોમ્બે સ્ટીમ નેવિગેશન કંપનીના ડિરેક્ટર પણ હતા. – આ માન્યતાઓ સામે વિદ્વાન સંશોધક શ્રી યુનુસભાઈ એમ. ચીતલવાલાએ પોતાના સંશોધન પુસ્તક ‘વીજળી હાજી કાસમની’માં જણાવ્યું છે કે, વીજળી એક સામાન્ય કહી શકાય તેવી મધ્યમ કદની સ્ટીમર હતી. તે નવી નક્કોર નહીં, પણ ત્રણ વર્ષ જૂની હતી અને દુર્ઘટનાના ...વધુ વાંચો

3

ગુજરાતનું ટાઈટેનિક - વીજળી - ભાગ - 3

હાજી કાસમ તારી વીજળી…’ લોકગીતમાં કહેવાયા મુજબ વીજળી માંડવીથી સવારે ૧૧ઃ૦૦ વાગ્યે રવાના થઈ હતી(દસ વાગે તો ટિકટું લીધી, વેતી થઈ કાસમ) અને સાંજે ૫ઃ૩૦ કલાકે પોરબંદર પેસેન્જર લેવા રોકાઈ હતી, પણ તોફાની હવામાનને કારણે એ વખતના પોરબંદરના ઍડ્મિનિસ્ટ્રેટર મિ. લેલીએ કપ્તાનને આગળ ન જવા ફરમાન કર્યું હતું, પણ તેણે વાત કાને ધરી નહીં અને વીજળી આગળ હંકારી મૂકી જેથી દુર્ઘટના ઘટી. – આ વાત પણ ખોટી ઠરે છે, કેમ કે વીજળી જ્યારે પોરબંદર પહોંચી ત્યારે દરિયો તોફાની હતો અને તે બંદરમાં આવી શકે તેમ જ નહોતી. વળી, તોફાન બાબતે કપ્તાનને ન કોઈ એડવાન્સ ચેતવણી આપવામાં આવી હતી, ન ...વધુ વાંચો

4

ગુજરાતનું ટાઈટેનિક - વીજળી - ભાગ - 4

વીજળી‘ ડૂબ્યા પછીની વાતઈ.સ. ૧૯૧૨માં ટાઈટેનિક ડૂબેલી. તેની માલિક વ્હાઈટ સ્ટાર કંપની દ્વારા તેમાં મૃત્યુ પામનારના પરિવારજનોને વળતર આપવામાં પણ તમને જાણીને આઘાત લાગશે કે, વીજળીમાં મોતને ભેટનાર કોઈને વળતર નહોતું અપાયું, કારણ કે તે આકસ્મિક કુદરતી કારણોસર ડૂબી હોવાનું તારણ આગળ ધરવામાં આવ્યું હતું. ટાઈટેનિક સાથે અડધા ઉપરાંત ઉતારુઓએ જળસમાધિ લીધેલી. જેનું મુખ્ય કારણ કંપની દ્વારા પેસેન્જરોના બચાવ માટેની અપૂરતી સગવડ અને તૈયારીઓને બતાવાઈ હતી. આ એક જ મુદ્દાએ વ્હાઈટ સ્ટાર કંપનીને કરોડો ડૉલર વળતર ચૂકવવા મજબૂર કરી હતી. વળતરની રકમ એટલી તગડી હતી કે બોજો ન ખમાતા આખરે કંપની ફડચામાં ગયેલી. વીજળીમાં આનાથી તદ્દન ઊંધું બન્યું. તેના ...વધુ વાંચો

5

ગુજરાતનું ટાઈટેનિક - વીજળી - ભાગ - 5 - છેલ્લો ભાગ

હાજી કાસમ, તારી વીજળી રે સંપાદક: ઝવેરચંદ મેઘાણી રઢિયાળી રાત.... હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ.શેઠ કાસમ, વીજળી રે સમદરિયે વેરણ થઇ.ભુજ અંજારની જાનું રે જૂતી જાય છે મુંબઇ શે’ર. કાસમ, તારી…દેશપરદેશી માનવી આવ્યાં,જાય છે મુંબઇ શે’ર. કાસમ, તારી…દશબજે તો ટિકટું લીધી જાય છે મુંબઇ શે’ર. કાસમ, તારી…તેર તેર જાનું સામટી જૂતી, બેઠા કેસરિયા વર. કાસમ, તારી…ચૌદ વીશુંમાંય શેઠિયા બેઠા છોકરાંનો નૈ પાર. કાસમ, તારી…અગિયાર બજે આગબોટ હાંકી જાય છે મુંબઇ શે’ર. કાસમ, તારી…બાર બજે તો બરોબર ચડિયાં જાયછે મુંબઇ શે’ર. કાસમ, તારી…ઓતર દખણના વાયરા વાયા વાયરે ડોલ્યાં વા’ણ. કાસમ, તારી…મોટા સાહેબની આગબોટું મળિયું વીજને પાછી વાળ્ય. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો