પ્રેત સાથે પ્રિત- એક રોમેન્ટિક ગેમ

(42)
  • 16.4k
  • 4
  • 8.1k

આજે નિશાનો જન્મદિવસ છે. તે ખૂબ જ ખુશ છે. આજે તેના 21 વર્ષ પુરા થયા અને તે 22મા વર્ષ માં બેઠી. નિશા વહેલી સવારે જાગીને તૈયાર થઈ ગઈ, જોકે ઊંઘ ના નામે રાત્રે બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધી જ તે સૂતી હતી, અને એમા પણ તેની આંખો જાણે કોઈની રાહ જોઈ રહી હોય તેમ જાગતી રહી હતી. કેમકે રાત્રે 12 વાગ્યા પછી તો તેના મિત્રો તેને લેટ નાઈટ બર્થડે વિશ કરવા માટે વારંવાર ફોન કરી રહ્યા હતા એટલે માંડ માંડ કરતા બે વાગ્યે તેને ઊંઘ આવી હતી. તેમ છતાં તે સવારે પાંચ વાગ્યે જાગીને તૈયાર થઈ ગઈ હતી. નિશા શહેરના નામી બિઝનેસમેન અરુણ સક્સેના ની દીકરી હતી. તેના ઘરે એટલે કે તેના બંગલામાં તેના મમ્મી-પપ્પા સહિત 13 જણા જોઇન્ટ ફેમિલી માં રહે છે. તેમાં નિશા સૌથી નાની અને બધા ની લાડકી છે. નિશા નો બર્થડે હતો એટલે આજે તે સફેદ કલરના ડ્રેસમાં એકદમ પરી જેવી લાગતી હતી. કાજલ કરેલી નમણી આંખો, એકદમ વ્યવસ્થિત રીતે ઓળાવીને રાખેલા વાળ, લિપસ્ટિક કરેલા ગુલાબી હોઠ, તેના ડ્રેસ સાથે મેચ થતા નાક, કાન અને ગળામાં પહેરેલા ઘરેણા સાથે તે બહુ જ ક્યુટ લાગતી હતી. આજ સુધીમાં તેના દરેક બર્થડે પર તેના મમ્મી પપ્પા તેને કોઈને કોઈ સ્પેશ્યલ ગિફ્ટ આપતા, પરંતુ આ બર્થડે માટે તેના મનમાં કંઈક અલગ જ પ્લાનિંગ હતી. તેના માટે તેણીએ બધીજ તૈયારીઓ કરી રાખી હતી. આ વખતે બર્થડે ભલે નિશાનો હતો પરંતુ સરપ્રાઇઝ તેના મમ્મી પપ્પાને મળવાનું હતું.

1

પ્રેત સાથે પ્રિત- એક રોમેન્ટિક ગેમ - 1

આજે નિશાનો જન્મદિવસ છે. તે ખૂબ જ ખુશ છે. આજે તેના 21 વર્ષ પુરા થયા અને તે 22મા વર્ષ બેઠી. નિશા વહેલી સવારે જાગીને તૈયાર થઈ ગઈ, જોકે ઊંઘ ના નામે રાત્રે બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધી જ તે સૂતી હતી, અને એમા પણ તેની આંખો જાણે કોઈની રાહ જોઈ રહી હોય તેમ જાગતી રહી હતી. કેમકે રાત્રે 12 વાગ્યા પછી તો તેના મિત્રો તેને લેટ નાઈટ બર્થડે વિશ કરવા માટે વારંવાર ફોન કરી રહ્યા હતા એટલે માંડ માંડ કરતા બે વાગ્યે તેને ઊંઘ આવી હતી. તેમ છતાં તે સવારે પાંચ વાગ્યે જાગીને તૈયાર થઈ ગઈ હતી. નિશા શહેરના ...વધુ વાંચો

2

પ્રેત સાથે પ્રિત- એક રોમેન્ટિક ગેમ - 2

જય અને વિરાટ બંને ખૂબ પાક્કા મિત્રો છે. વિરાટ 23 વર્ષનો, પાતળું પણ મજબૂત શરીર, ચહેરા ઉપર ક્યાંક ક્યાંક વાળ ઉગ્યા છે. તે ભણવામાં ખૂબ જ હોશિયાર છે અને આખા ગ્રુપમાં સૌથી વધારે સમજદાર છે. એટલા માટે જ કદાચ શીતલ તેને ખૂબ જ પ્રેમ કરે છે. શીતલ એ વિરાટની ગર્લફ્રેન્ડ છે. જ્યારે જય ભણવામાં તો ઠીક ઠીક છે, પણ દેખાવે ખૂબ જ હેન્ડસમ લાગતો યુવાન છે. તેને અત્યાર સુધી પોતાના લાયક કોઈ એવી વ્યક્તિ મળે જ નથી જેને તે પ્રેમથી આઇ લવ યુ કહી શકે. જય તેના ક્લાસના બીજા કપલ્સને જોઈને ઘણીવાર ભગવાનને પ્રાર્થના કરતો હોય છે કે તેણે ...વધુ વાંચો

3

પ્રેત સાથે પ્રિત- એક રોમેન્ટિક ગેમ - 3

આપણે આગળના ભાગમાં જોયું કે G.K. Institute ના અમુક ફ્રેન્ડસ કરુણા હોટેલમાં પેલી ગેમ રમવા માટે જાય છે. ત્યાં એક દાદા કે જેમણે વેઇટરના કપડા પહેરેલા હતા તેઓ ચેતવણી આપીને જાય છે. આશા, આરતી અને દિવ્યા મેકઅપ રૂમમાં મેકઅપ કરવા માટે જાય છે અને તેમની પાછળ પાછળ વિજય, સુનીલ અને અરુણ પણ મેકઅપ રૂમમાં જાય છે. પણ અંદર જતા જ ડરીને તેઓ ચિલ્લાઈ છે. હવે આગળ,***** વિજય, સુનીલ અને અરુણ મેકઅપ રૂમમાં દાખલ થયા. અંદર તેમની સામે અત્યારે એકદમ ભયાનક દેખાઈ રહેલી એકસાથે ત્રણ ચૂડલો ઊભી હતી. તેમને જોતા જ બધાના મોઢેથી ડરના લીધે ચીસ નીકળી જાય છે. સુનીલ ...વધુ વાંચો

4

પ્રેત સાથે પ્રિત- એક રોમેન્ટિક ગેમ - 4

કરુણા હોટેલમાં પેલી ગેમ રમવા ગયેલા અમુક મિત્રો જ્યારે મેકઅપ રૂમમાં જ રોમાન્સ કરવા લાગ્યા ત્યારે, બહાર સ્ટેજ ઉપર ગેમમાં સુનીલ અને આશા બંને એકસાથે બ્લાસ્ટ થઈ જાય છે અને તેમનું લોહી આસપાસ બધે ફરી વળે છે. ધમાકો થતાની સાથે જ બાકીના બધા દોસ્તો એકદમ ગભરાઈ જાય છે. છોકરીઓ એટલી હદે ડરી ગઈ હતી કે એકસાથે ચિલ્લાવા લાગી. આખા હોલમાં ચીસાચીસ અને દોડાદોડ થઈ ગઈ. કોઈને કંઈ સૂઝતું નહોતું કે હવે શું કરવું, ક્યાં જવું..? રજત બને એટલી જલ્દીથી દોડીને જે બારણે થી તેઓ આવ્યા તે બાજુ દોડ્યો. તેની પાછળ બાકીના મિત્રો પણ દોડવા લાગ્યા. તેઓએ ઘણી કોશિશ કરી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો