દેજાવુ - આંખોનો ગુન્હો

(24)
  • 10.5k
  • 0
  • 4.2k

તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમે કોઈ ઈચ્છા કરી હોય અને એ પૂરી ન થઈ શકી હોય? અથવા ક્યારેક કોઈ એવી ઘટના ઘટી છે જાણે કે એ પહેલાં પણ હુબહુ એમ જ ઘટી ગઈ હોય? અથવા કોઈ એવી વસ્તુ ઘરમાં આવી હોય જેનાં આવતા જ તમને લાભ કે નુકસાન થવાનું ચાલુ થયું હોય? જો હા તો આ વાર્તા કદાચ તમારી જ છે... જરા વાંચી જુઓ... શરુ થાય છે... અને પહેલી જ નજરે તમે એ અરીસાના પ્રેમમાં પડી ગયા. તમને પણ ખબર ન રહી કે ક્યારે તમે એ ભંગારવાળાને એનાં મોં માંગ્યા દામ આપીને એ અરીસો તમારાં સ્કૂટીની આગળ સાચવીને મૂકાવ્યો. આ પહેલાં ક્યારેય તમારી સાથે આવું બન્યું નહોતું. તમે એક કંપનીમાં રિસેપ્શનીસ્ટની જોબ કરતાં હતાં નવ્યા. તમારાં માટે એ જોબ ખૂબ જ અગત્યની હતી. અને એનાથી પણ અગત્યનું હતું ઘરનાં તમામ માણસોને સાચવવાનું. તમારી જિંદગીમાં ફક્ત એક જ મહત્વનું ધ્યેય હતું. તમારી જિંદગીને બને એટલી સરળ રાખવી અને પરેશાનીઓથી પરે રાખવી. કાચની બંગડીઓ, કાચનો ડિનરસેટ, કાચનાં વિવિધ આકારનાં પ્યાલાઓ અને આવી તો કંઈ કેટલીયે વસ્તુઓ લેવાની તમારી ઈચ્છા મનમાં જ રહી જતી.

નવા એપિસોડ્સ : : Every Tuesday & Saturday

1

દેજાવુ - આંખોનો ગુન્હો - પ્રકરણ ૨

તમે અસમંજસમાં હતાં. મધુને લેવાં જતાં પણ તમે વિચારોમાં ખોવાયેલાં હતાં. 'આ બધું શું થઈ રહ્યું છે? શું મારી કશું ‌‌‌અજુગતું બનશે? આમ મમ્મી મને ભાવ પૂછ્યા વગર પૈસા આપે અને મારી લાવેલી વસ્તુ જોઈ ખુશ થઈ જાય એવું આટલાં વર્ષોમાં ક્યારેય બન્યું જ નથી. તો શું આ ચમત્કાર અરીસાના લીધે....? ના, ના... મને લાગે છે કે હું વધારે પડતું જ વિચારું છું. પણ આવું બન્યું છે ને મારી સાથે...! આઉચ... ' તમારો હાથ જરા બાજુની દિવાલ પર ઘસાયો અને તમારા મોંમાંથી હલકી ચીસ નીકળી ગઈ. 'એનો અર્થ એ કે આ જે કંઈ પણ થયેલું એ હકીકતમાં બન્યું હતું... ...વધુ વાંચો

2

દેજાવુ - આંખોનો ગુન્હો - પ્રકરણ ૧

તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમે કોઈ ઈચ્છા કરી હોય અને એ પૂરી ન થઈ શકી હોય? ક્યારેક કોઈ એવી ઘટના ઘટી છે જાણે કે એ પહેલાં પણ હુબહુ એમ જ ઘટી ગઈ હોય? અથવા કોઈ એવી વસ્તુ ઘરમાં આવી હોય જેનાં આવતા જ તમને લાભ કે નુકસાન થવાનું ચાલુ થયું હોય? જો હા તો આ વાર્તા કદાચ તમારી જ છે... જરા વાંચી જુઓ... શરુ થાય છે... અને પહેલી જ નજરે તમે એ અરીસાના પ્રેમમાં પડી ગયા. તમને પણ ખબર ન રહી કે ક્યારે તમે એ ભંગારવાળાને એનાં મોં માંગ્યા દામ આપીને એ અરીસો તમારાં સ્કૂટીની આગળ ...વધુ વાંચો

3

દેજાવુ - આંખોનો ગુન્હો - પ્રકરણ ૩

અચાનક સ્થિર થઈ ગયેલી ક્ષણોમાં એને પોતાનાં હાથ પર એક ઠંડી ફૂંક અનુભવાઈ. તમે ફરી એકવાર ‌‌‌આંખો બંધ કરી. આરામ થયો. તમે આંખો ખોલી અને ઘા ગાયબ જોઈ તમે હરખાયા. તમે અરીસાની ચારે તરફ જોયું અને આભારવશ નજરથી અરીસામાં જોઈ રહ્યા. આજુબાજુનું વાતાવરણ બદલાઈ ગયું હતું. "નવ્યા, શું બનાવે છે આજે જમવામાં?" અશેષનો અવાજ સાંભળી તમારાં જીવમાં જીવ આવ્યો. અશેષ અંદર આવ્યા અને અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈ રહેલાં તમને પાછળથી વળગી પડ્યા. "તું મારાં વિશે જ વિચારતી હતી ને?" અશેષે પ્રેમથી કહ્યું. "આ બધું કંઈ સારું લાગે છે? આમ ગાંડપણ છોડ અશેષ અને જલ્દી જમવાનું બનાવ નવ્યા... તારાં પપ્પાને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો