રાજસ્થાન ની ધરતી ને પ્રેમ ની ધરતી કહી શકાય...ઘણી જાણીતી પ્રેમ કહાનીઓ રાજસ્થાન ની ધરતી પર ખીલી છે. આવી જ એક પ્રેમ કહાની છે રાજસ્થાન ની ગુલાબી નગરી, એટલે કે જયપુર...ની... રણવીર એક સુંદર કહી શકાય એટલો સરસ યુવાન...ભૂરી આંખો, સોનેરી ઝાય વાળા વાળ, ગોરો પણ રાજસ્થાન ની ગરમી માં થોડો તામ્ર થયેલો વર્ણ, અને 6 ફૂટ ની ઊંચાઈ. કોઈ પણ જોવે એને તો પહેલી નજર માં જ પ્રેમ થયી જાય એટલો ફૂટડો યુવાન. ખાનદાન જયપુર ના જાણીતા લોકો માનું એક. માતા પિતા નું એક માત્ર સંતાન. મોજીલો રણવીર જેને જીંદગી ની હર પળ ને માણી લેવી છે, જીવી લેવી છે. કોલેજ પૂરી કરી ને નવા વિચારો સાથે દુનિયા પોતાની કરવા નીકળેલો રણવીર. પિતા ના બિઝનેસ ને આગળ વધારવા વિચારે છે એને MBA કરેલું હોવાથી ઘણા બધા નવા વિચારો,યોજના ઓ હોય છે એના દિમાગ માં. પુરો દિવસ ઓફિસ માં વિતાવી સાંજે મિત્રો સાથે શહેર ની જાણીતી રેસ્ટોરન્ટ માં બેઠો હતો. બધા ગપસપ કરી રહ્યા હતા. અચાનક રણવીર ની નજર રસ્તા તરફ જાય છે જ્યાં એક ખૂબ સુંદર યુવતી પર એની નજર પડે છે. જેનો ચહેરો પલ ભર માટે એ જોવે છે પણ હાય રે કિસ્મત એ યુવતી ના વાળ પર પવન ના લીધે વિખરાઈ ને એના ચહેરા ને જાણે ઢાંકી રહ્યા છે. એ યુવતી એને હટવાની નાકામ કોશિશ કરતી રહે છે. રણવીર ને ખુબ મજા આવે છે આ દૃશ્ય જોઈ ને. ત્યાં એક કાર આવી ને એ યુવતી એમાં બેસી ને નીકળી જાય છે. રણવીર થોડો વિહવળ થાય છે. મિત્રો સાથે વાતો કરે છે પણ એનું મન એ યુવતી માં j ખોવાયેલું હોય છે.

નવા એપિસોડ્સ : : Every Saturday

1

અનોખો પ્રેમ.. - ભાગ - 1

રાજસ્થાન ની ધરતી ને પ્રેમ ની ધરતી કહી શકાય...ઘણી જાણીતી પ્રેમ કહાનીઓ રાજસ્થાન ની ધરતી પર ખીલી છે. આવી એક પ્રેમ કહાની છે રાજસ્થાન ની ગુલાબી નગરી, એટલે કે જયપુર...ની... રણવીર એક સુંદર કહી શકાય એટલો સરસ યુવાન...ભૂરી આંખો, સોનેરી ઝાય વાળા વાળ, ગોરો પણ રાજસ્થાન ની ગરમી માં થોડો તામ્ર થયેલો વર્ણ, અને 6 ફૂટ ની ઊંચાઈ. કોઈ પણ જોવે એને તો પહેલી નજર માં જ પ્રેમ થયી જાય એટલો ફૂટડો યુવાન. ખાનદાન જયપુર ના જાણીતા લોકો માનું એક. માતા પિતા નું એક માત્ર સંતાન. મોજીલો રણવીર જેને જીંદગી ની હર પળ ને માણી લેવી છે, જીવી લેવી ...વધુ વાંચો

2

અનોખો પ્રેમ...- ભાગ - 2

( આગળ ના ભાગ માં આપણે જોયું કે રાજવી જેને રણવીર મનોમન ખૂબ પ્રેમ કરતી હોય છે એ એના પિતા ના મૃત્યું પછી સમીર સાથે લગ્ન કરી લે છે. હવે આગળ વાંચો.)રણવીર તૂટી ગયો અંદર થી. પણ એ બિલકુલ શાંત રહેવાની કોશિશ કરે છે પણ એના અંદર ખૂબ ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે કે એ અત્યાર સુધી જે રાજવી ને ઓળખતો હતો જેની સાથે છેલ્લા કેટલાક મહિના થી સાથે ને સાથે હતો એ જ આ રાજવી છે કે કોઈ બીજું છે? આ આર્મી ઓફિસર કોણ છે? થોડા સમય પછી રાજવી થોડી નોર્મલ થાય છે એ રણવીર ના ઘરે આવે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો