માઈક્રોફિકશન મેળો

(10)
  • 9.8k
  • 1
  • 4.3k

જય ખુશ થતો થતો એનાં મિત્ર મેહુલને ત્યાં પહોંચ્યો, નવી જોબ મળ્યાની ખુશી દર્શાવવા પેંડા લઇને. જેવો જઈને બેઠો કે મેહુલનો પાલતુ કૂતરો - નાં કૂતરો નહીં ડોગી "ડોટકોમ" એને સુંઘતો આવી પહોંચ્યો. મેહુલે ઓર્ડર કર્યો ડોટકૉમ " No " બેસી જા. ડોટકૉમ ચૂપચાપ બેસી ગ્યો. મેહુલ પોતાના કૂતરાની બડાઈ હાંકતાં બોલ્યો , જોયું કેવો ચૂપચાપ બેસી ગ્યો? હું ઉભો થા કહું તો ઉભો થાય ને બેસી જા કહું તો બેસી જાય. "Give me Handshake" એમ કહી મેહુલે હાથ ધર્યો તો ડોટકૉમે પોતાનો પગ એના હાથમાં મુકી દીધો મેહુલે એને સ્પેશ્યલ ડોગ માટનું બિ

નવા એપિસોડ્સ : : Every Monday & Thursday

1

માઈક્રોફિકશન મેળો - 1

માઈક્રોફિકશન મેળો -1 એ પાંચ ટૂંકીવાર્તાનો સમૂહ લઇને આવી છે જેમા આપ જુદા જુદા વિષય પર લખાયેલ વાર્તાઓ વાંચશો. માઈક્રોફિકશન -1 પછી માઈક્રોફિકશન -2 અને માઈક્રોફિકશન-3 પણ પ્રકાશિત થશે તો ચોક્ક્સ વાંચજો ને શેર કરજો.આપના અભિપ્રાય આપવાનું ભૂલશો નહીં.આભાર ...વધુ વાંચો

2

માઈક્રોફિકશન મેળો - 2

દિકરી કરણ, અતુલ, હર્ષદ ને જયેશ મહેફિલ જમાવીને બેઠા બેઠા અલક મલકની વાતો કરતા હતાં.ત્યાં અતુલની દીકરીનો કોલ આવ્યો એને મેડીકલમાં એડમિશન મળી ગ્યું છે. અતુલ ખુશ થઈ ગ્યો. દીકરીની વાત નીકળી કે એ શેમાં ભણે છે? શું કરે છે? હર્ષદ ને જયેશે પણ પોતાની દીકરીઓની વાત કરી.કરણ ચૂપચાપ સાંભળતો હતો. જયેશે પેગ બનાવતાં કહ્યું કરણીયા તું અમારાં જેવો નસીબદાર નથી કારણ કે તારા ત્યાં દિકરી જ નથી. જે નસીબદાર હોય એને ત્યાં દિકરી જન્મે. અતુલનાં પિતા રમણીકલાલ દુર બેસી આ વાતો સાંભળતા હતાં. મનમાં ને મનમાં હસ્યા ને કહ્યું નસીબદાર નહીં પણ જેણે છોકરીઓને બહુ વાપરી હોય. (આ ...વધુ વાંચો

3

માઈક્રોફિકશન મેળો - 3

હું સુંદર નથી?એ થોડી શ્યામ હતી એટલે એને હંમેશા એવું થતું કે એ સુંદર નથી ને એનું નામ પણ હતું. ઘરમાં બધા એને શ્યામા નહીં પણ પ્રેમથી કાળી જ કહીને બોલાવતા. શ્યામા એવરેજ છોકરી હતી. બીજી છોકરીઓની જેમ ટીપટોપ રહેવું એને ઓછું ગમતું. એ જે ઓફિસમાં કામ કરતી હતી ત્યાં બધી છોકરીઓ ટીપટોપ તૈયાર થઇને આવતી. કોર્પોરેટ ઓફિસમાં હોય છે એમ દરેક છોકરીનું ક્યાંકને ક્યાંક કોઈ ને કોઈ સાથે સેટિંગ હતુ સિવાય કે શ્યામા એટલે એને પોતાની સુંદરતા માટે ઇન્ફિરિયારીટી કોમ્પ્લેક્ષ હતો. એ પોતાને સુંદર ન્હોતી માનતી. એક દીવસ ઓફિસમાં પુજા હતી . બધાએ સાડી પહેરીને આવવાનું નક્કી કર્યું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો