હોટલ બ્લ્યુ સ્ટાર રાજવીર શેખાવત બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ત્રણ મહિના પહેલા જ થાનેદાર બનીને આવ્યો હતો. તે ચાલીસ વર્ષની ઉંમરનો ભ્રષ્ટાચારના અજગરથી વીંટળાયેલો, ભ્રષ્ટાચારી પોલીસવાળો હતો. અત્યાર સુધીના એના કેરીયરમાં પૈસા બનાવવાની કોઇપણ તક જતી કરી હોય એવો એક પણ દાખલો ન હતો. અમીર અને ગરીબ બંન્ને લુંટવામાં એ કશું બાકી રાખતો ન હતો. ભ્રષ્ટાચારની બાબતમાં દરેક માનવ માટે એ સમાનતાનો ભાવ રાખતો હતો એવું ચોક્કસ કહી શકાય. બેઇમાનીથી કમાયેલા રૂપિયા રાજવીર પ્રોપર્ટીમાં અને શેરબજારમાં ઇન્વેસ્ટ કરતો હતો. એની પત્ની અને બાળકો પૂનામાં રહેતા હતાં. એના બાળકોમાં એક પુત્ર અને એક પુત્રી હતાં.

Full Novel

1

સફેદ કોબ્રા - ભાગ 1

સફેદ કોબ્રા ભાગ-1 હોટલ બ્લ્યુ સ્ટાર રાજવીર શેખાવત બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ત્રણ મહિના પહેલા જ થાનેદાર બનીને આવ્યો હતો. ચાલીસ વર્ષની ઉંમરનો ભ્રષ્ટાચારના અજગરથી વીંટળાયેલો, ભ્રષ્ટાચારી પોલીસવાળો હતો. અત્યાર સુધીના એના કેરીયરમાં પૈસા બનાવવાની કોઇપણ તક જતી કરી હોય એવો એક પણ દાખલો ન હતો. અમીર અને ગરીબ બંન્ને લુંટવામાં એ કશું બાકી રાખતો ન હતો. ભ્રષ્ટાચારની બાબતમાં દરેક માનવ માટે એ સમાનતાનો ભાવ રાખતો હતો એવું ચોક્કસ કહી શકાય. બેઇમાનીથી કમાયેલા રૂપિયા રાજવીર પ્રોપર્ટીમાં અને શેરબજારમાં ઇન્વેસ્ટ કરતો હતો. એની પત્ની અને બાળકો પૂનામાં રહેતા હતાં. એના બાળકોમાં એક પુત્ર અને એક પુત્રી હતાં. પૂનામાં એમના માટે એણે ...વધુ વાંચો

2

સફેદ કોબ્રા - ભાગ 2

સફેદ કોબ્રા ભાગ-2 રાજવીર ઉપર જાસૂસી જયે હવાલદાર રઘુને ફોન જોડ્યો હતો. સામે છેડેથી રઘુએ ફોન ઉપાડ્યો હતો. "હા બોલ." "સર, એક ખાસ વાત હતી એટલે તમને વારંવાર ફોન કરતો હતો. હોટલ બ્લ્યુ સ્ટારનો માલિક વિનાયક ઘાટગે હમણાં પાંચ મિનિટ પહેલા જ સાહેબની કેબીનમાં અંદર ગયો છે." "સારું, શું વાત વાતચીત થાય છે, એ સાંભળવાની કોશિષ કર અને એ જાય પછી મને ફોન કરજે." સારું બોલી રઘુએ ફોન મુકી દીધો હતો. થાનેદાર રાજવીરની કેબીનમાં વિનાયક ઘાટગે ખુરશી ઉપર બેઠો હતો અને પોતાની વાત કહેવા માટે એના મગજમાં એણે આખી વાતને ગોઠવી રાખી હતી. "હા તો વિનાયકજી, પોલીસ સ્ટેશનમાં તમે ...વધુ વાંચો

3

સફેદ કોબ્રા - ભાગ 3

સફેદ કોબ્રા ભાગ-3 પનવેલ ફાર્મહાઉસમાં મીટીંગ હોટલ બ્લ્યુ સ્ટારમાંથી નીકળતી વખતે ઈન્સ્પેક્ટ રાજવીરે જયને જોઈ લીધો હતો. જયને એણે તો પહેલેથી જ રાખ્યો હતો અને એને કોઈપણ સંજોગોમાં પછાડવા માટે એ કટિબદ્ધ બન્યો હતો. રાજવીર સવારે જયારે પોલીસ સ્ટેશને પહોંચ્યો ત્યારે સબ ઇન્સ્પેકટર જયે રાજવીરને બપોરે બે વાગે બાંદ્રામાં આવેલ એક કોફીશોપમાં મળવા માટે કહ્યું હતું અને સાથે એવું પણ કહ્યું હતું કે ખુબજ મહત્વની વાત છે, જે વાત એ પોલીસ સ્ટેશનમાં કહી શકે એમ નથી. રાજવીરને એના ઉપર ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો, પરંતુ એની પાસેથી વાત જાણવાની પણ ઇન્તઝારી એને થઇ હતી. એ વિચારી રહ્યો હતો ...વધુ વાંચો

4

સફેદ કોબ્રા - ભાગ 4

સફેદ કોબ્રા ભાગ-4 લાશ ઉપર પૈસાની રમત રાત્રિના અગિયાર વાગે સલીમ સોપારી એના બે સાગરીતો સાથે નિશાના ફ્લેટ પાસે ડોરબેલ વગાડ્યો. નિશા થોડીવાર પહેલા જ પોતાનું કામ પતાવી બેડરૂમ આડી પડી હતી. ડોરબેલ સાંભળીએ દરવાજો ખોલવા બેડરૂમમાંથી ડ્રોઈંગરૂમમાં આવી ત્યાં સુધી બે થી ત્રણવાર ડોરબેલ વાગી ચુક્યો હતો. નિશાએ વિચાર્યા વગર દરવાજો ખોલ્યો અને સલીમ સોપારી એના સાગરીતો સાથે ઘરમાં ઘૂસી ગયો અને દરવાજો બંધ કરી દીધો. નિશા જોરથી બૂમ પાડવા ગઈ. પરંતુ એક સાગરીતે એનું મોં દબાવી દીધું અને બીજાએ એને ધક્કો મારી સોફામાં બેસાડી લમણા ઉપર બંદૂક મૂકી દીધી હતી. સલીમ સોપરીએ ડાઈનિંગ ટેબલની ખુરશી લીધી અને ...વધુ વાંચો

5

સફેદ કોબ્રા - ભાગ 5

સફેદ કોબ્રા ભાગ-5 રમ્યા મૂર્તિનું ખૂન હવાલદાર રઘુ રાજવીર અને જય પાસે આવી ઊભો રહ્યો હતો. રઘુ પરસેવે રેબઝેબ ગયો હતો અને હાંફી રહ્યો હતો. "રઘુ તું છપ્પન વર્ષનો થવા આવ્યો. આટલું દોડીશ તો મરી જઇશ. માટે ગમે તેટલા ખરાબ સમાચાર હોય શાંતિથી કહે કારણકે પોલીસ સ્ટેશનમાં સારા સમાચાર ક્યારેય આવવાના જ નથી." રાજવીરે સીગરેટ હાથમાં લઇ લાઇટરથી સળગાવી મોંમાં મુકતા રઘુને કહ્યું હતું. "સર, હોટલ સનરાઇઝના માલિક રમ્યા મૂર્તિની કોઇએ હત્યા કરી નાંખી છે. હમણાં જ પોલીસ સ્ટેશને હોટલ સનરાઇઝમાંથી ફોન આવ્યો હતો." રઘુની વાત સાંભળી રાજવીર અને જય બંન્ને થોડી સેકન્ડો માટે ચોંકી ગયા હતાં. "રઘુ તું ...વધુ વાંચો

6

સફેદ કોબ્રા - ભાગ 6

સફેદ કોબ્રા ભાગ-6 હીરો શેહઝાદ સલમાન ખાન ઉર્ફે SSKનું ખૂન સલીમ સોપારી અને એના સાગરિતોએ સિયા સાથે મળી શહેઝાદ ખુરશીમાં બાંધી એના મોં પર પટ્ટી મારી દીધી હતી. "હા તો સુપરસ્ટાર શહેઝાદ સલમાન ખાન ઉર્ફે SSK, જો તું બૂમાબૂમ ના કરવાનો હોય તો મોં ઉપરથી તારી પટ્ટી ખોલું." સલીમ સોપારીએ શહેઝાદને પૂછ્યું હતું. શહેઝાદે આંખોના ઇશારાથી હા પાડી એટલે સલીમે એના મોં ઉપરની પટ્ટી ખોલી નાંખી હતી. "સિયા તે મને દગો આપ્યો. તે મારા પ્રેમની કદર ના કરી. તારા પોતાના પ્રેમીને મારવા માટે આ બે કોડીના ગુંડાઓને બોલાવી લીધા!!! નિશાનું ખૂન કરી તને હજુ ચેન નથી પડ્યું." શહેઝાદ વાત ...વધુ વાંચો

7

સફેદ કોબ્રા - ભાગ 7

સફેદ કોબ્રા ભાગ-7 વન મેન આર્મી "હોટલ સનરાઇઝના માલિક રમ્યા મૂર્તિના ખૂનીએ 'આ ડ્રગ્સનો ધંધો બંધ કરો નહિ તો સફાયો કરી દઇશ' ના પેમ્ફલેટ રમ્યા મૂર્તિની ઓફિસમાં અલગ-અલગ ખૂણામાં મુકી ડ્રગ્સ માફીયા જોડે દુશ્મની શું કરવા વ્હોરી રહ્યો છે? અને જો કોઇએ રમ્યા મૂર્તિ સાથેની ખાનગી અદાવતને લઇને એનું ખૂન કર્યું છે તો પછી આ પેમ્ફલેટ મુકવાનું કોઇ કારણ બનતું નથી." રાજવીર શેખાવત આવા વિચારોના વમળોના માધ્યમથી રમ્યા મૂર્તિના ખૂનીને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. "સર, આપ શું વિચારી રહ્યા છો?" જયનો સવાલ સાંભળી રાજવીર એના વિચારોમાંથી બહાર આવ્યો હતો. "હું રમ્યા મૂર્તિના ખૂનીની સાઇકોલોજી સમજવાનો પ્રયત્ન કરી રહ્યો ...વધુ વાંચો

8

સફેદ કોબ્રા - ભાગ 8

સફેદ કોબ્રા ભાગ-8 અબ આયા ઊંટ પહાડ કે નીચે રાજવીરે અજાણ્યા નંબર પર ફોન ડાયલ કર્યો ત્યારબાદ થોડી સેકન્ડોમાં ફોન ઉપડ્યો હતો. "હલો... ઇન્સ્પેક્ટર રાજવીર શેખાવત, મને રોક્યા અને ટોક્યા વગર પહેલા સંપૂર્ણપણે મારી વાત સાંભળજો. હું મેજર ધનરાજ પંડિત બોલી રહ્યો છું. અત્યાર સુધી તો તમને ખબર પડી જ ગઇ હશે કે રમ્યા મૂર્તિને નરકમાં મેં જ પહોંચાડ્યો છે. પરંતુ સફેદ કોબ્રાના બધાં સાગરિતોને નરકમાં પહોંચાડવાનું કામ મારું એકલાનું નથી. હવે તમારે એક પોલીસ અધિકારી તરીકે બીજા ડ્રગ માફીયાઓ અને ડ્રગ્સનો વેપાર કરનારાઓને નરકમાં પહોંચાડવાના છે." આટલું બોલી ધનરાજ પંડિત ચૂપ રહ્યો હતો. "મેજર ધનરાજ પંડિત, મારા બાપ ...વધુ વાંચો

9

સફેદ કોબ્રા - ભાગ 9

સફેદ કોબ્રા ભાગ-9 બંધ દરવાજો સવારે ૭ વાગે ઇન્સ્પેક્ટર સૂરજ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો અને રાજવીરની કેબીનમાં હતો ત્યારે જય રાજવીરની કેબીનમાં બેસી ફોન ઉપર CID અધિકારી જોડે શહેઝાદ ખાનના કેસ વિશે વાત કરી રહ્યો હતો. આજથી એની ડ્યુટી બાંદ્રા પોલીસ સ્ટેશનમાં લાગી ગઇ હતી. એણે બાંદ્રા પોલીસ સ્ટેશનની ટીમ સાથે મળીને રમ્યા મૂર્તિના ખૂની ધનરાજ પંડિતને પકડવાનો હતો. જયે વાત પૂરી કરી ફોન મુકીને સૂરજને જણાવ્યું હતું કે રાજવીર ૭ દિવસ માંદગીના કારણે રજા ઉપર છે એટલે કેસ આપણે બંન્ને એ સંભાળવાનો છે. જયની વાત સાંભળીને સૂરજને નવાઈ લાગી હતી. “રાજવીર કોઈ દિવસ ગમે તેટલી પરિસ્થિતિ ...વધુ વાંચો

10

સફેદ કોબ્રા - ભાગ 10

સફેદ કોબ્રા ભાગ-10 સફેદ કોબ્રાના હાથમાં સફેદ સાપ મંત્રીજી સફેદ કોબ્રાના ખંડેર થઇ ગયેલા મકાનની અંદર જ્યારે પ્રવેશ્યા ત્યારે સજાવટ જોઇ એ વિચારમાં પડી ગયા હતાં. બહારથી ખંડેર દેખાતું મકાન અંદરથી ખૂબ જ વૈભવશાળી હતું. બેઠકખંડમાં સોફા પર બેસવા માટે એક સુંદર સ્ત્રીએ આવીને એમને કહ્યું હતું. "મંત્રીજી, આપ શું લેશો? સફેદ કોબ્રા તમને થોડી જ વારમાં અંદર બોલાવે છે." સુંદર સ્ત્રી બોલી હતી. "ના, કશું જ નહિ." મંત્રીજીએ જવાબ આપ્યો હતો. સફેદ કોબ્રાએ મને અહીંયા કેમ બોલાવ્યો હશે? કોઇ પોલીટીકલ કામ માટે તો નહિ બોલાવ્યો હોયને? મારી સામે પોતાની અસલીયત જાહેર કરવાથી ભવિષ્યમાં એમને નુકસાન થઇ શકે એવો ...વધુ વાંચો

11

સફેદ કોબ્રા - ભાગ 11

સફેદ કોબ્રા ભાગ-11 અબ તુમ્હારે હવાલે વતન સાથિયો “જેનીફર તું જમવાનું બહુ સરસ બનાવે છે.” ધનરાજ પંડિતે જેનીફરની રસોઈના કરતાં કહ્યું હતું. “થેન્ક્યુ સર, પરંતુ મારે તમને એક વાત કહેવી છે. જો તમે હા પાડો તો હું સવાર-સાંજ નીચે પ્રાર્થના કરવા જઉં ત્યારે અમે ત્રણે જણ નીચે બેસીને જ ભોજન કરી લઈએ તો તમને કોઈ વાંધો તો નથી ને?” જેનીફરે થોડી આજીજી સાથે પૂછ્યું હતું. ધનરાજ પંડિતે થોડું વિચાર્યું અને પછી જેનીફરને હા પાડી હતી કારણકે નીચે ભોંયરામાં બેસીને એ લોકો ભોજન લે એ વાતમાં ધનરાજને કોઇ નુકસાન દેખાતું ન હતું. જેનીફરની વાત સાંભળી રાજવીને એની આ વાત ગળે ...વધુ વાંચો

12

સફેદ કોબ્રા - ભાગ 12

સફેદ કોબ્રા ભાગ - 12 ખૂનોનું તાંડવ સિયાના બંધ થઈ ગયેલા શ્વાસોશ્વાસ જોઈ વીકી એને વળગીને રડવા લાગ્યો હતો. ઉભેલા બધા જ લોકો અવાક થઇ ગયા હતા. જયે વિકીને ખેંચીને સિયાની લાશથી દૂર કર્યો હતો. જેથી લાશ ઉપર રહેલા સબૂતો દૂર ના થઇ જાય. જયે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફોન કરી પોલીસ ટીમ અને ફોરેન્સિક લેબવાળાને ફોન કરી તરત ઘટના સ્થળે પહોંચી જવા કહ્યું હતું. રાજવીર સિયાની સામેની ખુરશી પર સિયાની લાશ સામે જોતા બેસી રહ્યો હતો. ‘માત્ર એક દિવસની સુલતાન’ રાજવીર મનમાં બબડ્યો હતો. એને હજી મનમાં કળ વળે એ પહેલા એનો મોબાઈલ ફોન રણક્યો હતો. મોબાઈલની ફોન સ્કીન ...વધુ વાંચો

13

સફેદ કોબ્રા - ભાગ 13

સફેદ કોબ્રા ભાગ - 13 રંગબેરંગી સાપો રાજવીરે પોતાના ક્વાર્ટર પર આવી પોતાના માટે ચા જાતે બનાવી અને ચાનો લઈ નીચે જમીન પર બેસી ગયો. પોતે ચારેય બાજુથી ઘેરાઈ ગયો છે એવો અહેસાસ એને અંદરથી થઇ રહ્યો હતો. એની પત્ની અને એના બાળકોની યાદ આવતાં એની આંખો ભીની થઇ ગયી હતી. ધનરાજ પંડિત પર તો એને એટલો બધો ક્રોધ આવી રહ્યો હતો કે જો એ સામે આવે તો પોતાની રિવોલ્વરની બધી જ ગોળીઓ એની છાતીમાં ઉતારી દે. પરંતુ એ બરાબર સમજતો હતો કે અત્યારે કામ ખુબ સુઝબુઝથી લેવું પડશે. જો પત્ની અને બાળકોને બચાવવા હોય તો એને ધનરાજ પંડિતના ...વધુ વાંચો

14

સફેદ કોબ્રા - ભાગ 14

સફેદ કોબ્રા ભાગ-14 આખરી માંગણી મેજર ધનરાજ પંડિત રાજવીરે કહેલી એના ઘરમાં છુપાઇને રહેવાની વાત ઉપર વિચાર કરી રહ્યા મુંબઈની પોલીસ જે રીતે રમ્યા મૂર્તિના ખૂન માટે એમની શોધખોળ કરી રહી હતી એ રીતે એમની પોલીસમાં પકડાઇ જવાની શક્યતા વધી ગઇ હતી. આવા સંજોગોમાં પોતાની અને પોતાની પત્નીની સલામતી માટે હવે શું કરવું એનો રસ્તો એ વિચારી રહ્યા હતાં. મેજર ધનરાજ પંડિત માટે આવા વિપરીત સંજોગો એ કોઇ નવાઇની વાત ન હતી. કારગીલના યુદ્ધમાં આના કરતા હજાર ગણા વિપરિત સંજોગોમાં પણ દેશને જીતાડવાનો એમને અનુભવ હતો. “તમે શું વિચાર કરી રહ્યા છો?” રાજવી પંડિતે પતિને પૂછ્યું હતું. “હું વિચારી ...વધુ વાંચો

15

સફેદ કોબ્રા - ભાગ 15

સફેદ કોબ્રા ભાગ-૧૫ ભોંયરાનો દરવાજો રાજવીરે એના મનમાં ઊભા થયેલા પ્રશ્નો મેજર ધનરાજ પંડિતને પૂછવા તત્પર હતો. “મારા નાગપુરનાં સરનામું તમને કઈ રીતે મળ્યું?” રાજવીરે પહેલો સવાલ પૂછ્યો હતો. “મારા દીકરા સોહમનાં મુત્યુ બાદ મેં ડ્રગ્સ માફિયા જોડે બદલો લેવાનું નક્કી કર્યું. તપાસ કરતાં મને એ પણ ખબર પડી હતી કે, હોટલ સનરાઈઝ જે બાંદ્રા ખાતે આવેલ છે. એ જ ડ્રગ્સ હોટલમાંથી આખા મુંબઈમાં સપ્લાય થાય છે. હું હોટલ સનરાઈઝમાં ચાલતાં ડ્રગ્સના કારોબારને બંધ કરાવી દેવા ઈચ્છતો હતો કારણકે આ હોત્લ્માંનથી સપ્લાય થતાં ડ્રગ્સના કારણે મારા દીકરા સોહામણો જાન ગયો હતો. પરંતુ એ કામમાટે મારે પોલીસની મદદની જરૂર હતી. ...વધુ વાંચો

16

સફેદ કોબ્રા - ભાગ 16

સફેદ કોબ્રા ભાગ-16 સફેદ કોબ્રાનો ડંખ રૂમ ખોલતાં જ જોયેલું દ્રશ્ય મેજર ધનરાજ પંડિત અને રાજવી પંડિત માટે જીવનનું દ્રશ્ય હતું. કલ્પનાઓમાં દૂર-દૂર સુધી વિચારી ના શકાય અને પહેલી દ્રષ્ટિએ તો જરાય પણ સમજી ના શકાય એ દ્રશ્ય જોઈ બંનેની આંખ સામે અંધારા આવવા લાગ્યા હતા. મેજર ધનરાજ પંડિતે પોતાની જાતને સંભાળી અને સૌ પ્રથમ રાજવીને હાથ પકડી જમીન પર બેસાડી દીધી હતી. “રાજવીર.. તું અહીં ક્યાંથી?” ધનરાજ પંડિતે એના માથા પર બંદુક મુકતાં કહ્યું હતું. એક સોફાચેર પર રાજવીરને સાંકળથી બાંધવામાં આવ્યો હતો. એના મોંઢા પર બ્રાઉન ટેપ મારવામાં આવી હતી. એના બંને હાથ અને પગ સાંકળથી બાંધવામાં ...વધુ વાંચો

17

સફેદ કોબ્રા - ભાગ 17 - છેલ્લો ભાગ

સફેદ કોબ્રા ભાગ - 17 સફેદ કોબ્રાનો આખરી દાવ સફેદ કોબ્રાની વાત સાંભળી ધનરાજ પંડિત આશ્ચર્યચકિત થઈ ગયો હતો. મગજ પણ સુન્ન થઈ ગયું હતું અને રાજવી પંડિત દિવાલ તરફ માથું અડાડી છત તરફ જોવા લાગી હતી. ત્રણેય જણા સફેદ કોબ્રાએ ચાલેલી ચાલથી આઘાતમાં આવી ગયા હતા. ધનરાજ પંડિતે પોતાની જાતને બરાબર સંભાળી હતી. એમના મનમાં ઊભા થયેલા કેટલાય પ્રશ્નનો જવાબ એમને સફેદ કોબ્રા પાસેથી જોઈતો હતો. “જો તું સફેદ કોબ્રા છે, તો પછી તને ખબર જ હશે કે મંત્રી, સલીમ સોપારી અને સિયાનું ખૂન કોણે કર્યું?” ધનરાજે સફેદ કોબ્રાને પૂછ્યું હતું. “મેજર ધનરાજ પંડિત તમે આટલો સામાન્ય કોયડો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો