તું પુરબ મેં પશ્ચિમ

(12)
  • 10.8k
  • 1
  • 4.3k

આ પ્રવાસલેખ પ્રો. અનુપમ બુચ એ લખેલ છે. તેઓ અંગ્રેજીના પ્રોફેસર, જાહેરાત લેખક, કુશળ બ્લોગર અને લેખક છે. તેમનાં બે પુસ્તકો 'ધુમાડા વિનાની ધૂણી' અને 'તણખા વિનાનું તાપણું' પ્રસિદ્ધ થયેલ છે જે માત્ર ફેસબુક પોસ્ટ્સ નું કલેક્શન છે . અહીં તેમની આગવી શૈલીમાં કલકત્તા પ્રવાસનું વર્ણન છે જે તેમની મંજૂરીથી હું રજુ કરું છું. 1. તૂ પૂરબ, મૈં પશ્ચિમ! (ભાગ-૧)© દરેક દિવાળી સરખી નથી હોતી, અને ન હોય તો ખોટું પણ નથી. મેં આગોતરી રજાચિઠ્ઠી અને ક્યાંક ભાગી જવાની ગર્ભિત જાસાચિઠ્ઠી મૂકી'તી અને અમે આ દિવાળી દરમ્યાન અમદાવાદનાં સીસીટીવી કેમેરાઓથી દૂર સરકી જવાનું આયોજન કરી રાખ્યું'તું. વાત થોડીઘણી લીક પણ થઈ ગઈ'તી, જે કંઈ નવું ન કહેવાય.

Full Novel

1

તું પુરબ મેં પશ્ચિમ - કલકત્તા પ્રવાસ - 1

આ પ્રવાસલેખ પ્રો. અનુપમ બુચ એ લખેલ છે. તેઓ અંગ્રેજીના પ્રોફેસર, જાહેરાત લેખક, કુશળ બ્લોગર અને લેખક છે. તેમનાં પુસ્તકો 'ધુમાડા વિનાની ધૂણી' અને 'તણખા વિનાનું તાપણું' પ્રસિદ્ધ થયેલ છે જે માત્ર ફેસબુક પોસ્ટ્સ નું કલેક્શન છે .અહીં તેમની આગવી શૈલીમાં કલકત્તા પ્રવાસનું વર્ણન છે જે તેમની મંજૂરીથી હું રજુ કરું છું.1.તૂ પૂરબ, મૈં પશ્ચિમ! (ભાગ-૧)©દરેક દિવાળી સરખી નથી હોતી, અને ન હોય તો ખોટું પણ નથી. મેં આગોતરી રજાચિઠ્ઠી અને ક્યાંક ભાગી જવાની ગર્ભિત જાસાચિઠ્ઠી મૂકી'તી અને અમે આ દિવાળી દરમ્યાન અમદાવાદનાં સીસીટીવી કેમેરાઓથી દૂર સરકી જવાનું આયોજન કરી રાખ્યું'તું. વાત થોડીઘણી લીક પણ થઈ ગઈ'તી, જે કંઈ નવું ...વધુ વાંચો

2

તું પુરબ મેં પશ્ચિમ - કલકત્તા પ્રવાસ - 2

2.શ્રી. અનુપમ બુચ દ્વારા લખેલ પ્રવાસ વર્ણન તેમના શબ્દો માંતૂ પૂરબ, મૈં પશ્ચિમ! (ભાગ-૨)©અમારી યાત્રા આગળ ચાલી. અટકવાનું મન થાય એ જ યાત્રા સાચી. એક પછી એક સામે આવતી શાહી ઈમારતો કંઈ ને કંઈ બોલતી'તી. અમે સ્થાપત્યકલાનું વૈવિધ્ય, બાંધકામની શૈલી, એક એક ઈમારતનું અપ્રતિમ સૌંદર્ય અને ખાસિયતો સમજવામાં મશગુલ હતાં. કેટલીક મહત્વની અને મૂલ્યવાન ઈમારતો નજીકથી નિહાળવાનો લાભ લીધો અને ફોટાઓ પણ પાડી શક્યા. કેટલીક ઈમારતો પસાર થતાં ઓળખી. આવો સમૃધ્ધ વારસો કોલકોતાને મળ્યો એ વાતનું ગૌરવ લેવું કે ઈર્ષા કરવી?નેશનલ લાયબ્રેરીની વિશાળતા(લાયબ્રેરીનું સાચું સૌંદર્ય અંદર હોય), જબરજસ્ત સેન્ટ પોલ કેથેડ્રલ (અમે દૂરથી જ જોઈ શક્યાં), માર્બલ પેલેસ મેન્શન ...વધુ વાંચો

3

તું પુરબ મેં પશ્ચિમ - કલકત્તા પ્રવાસ - 3 - અંતિમ ભાગ

3.મૂળ લેખક અનુપમ બુચતૂ પૂરબ, મૈં પશ્ચિમ- (ભાગ-૩/અંતિમ)©તમે હાવરા બ્રીજ, બેલૂર મઠ, જોરાસાંકો ઠાકૂર બારી અને સત્યજિત રેને ઊઠાવી અને પછી કોલકોતામાં કંઈ બચે તો કહેજો!એક ચોખવટ કરી દઉં. કોલકોતા નવ-દસ મહિના પરસેવામાં નીતરતું શહેર છે. અહીંનાં વેધરને ધ્યાનમાં રાખી ને આવવાની હિંમત કરવી.ખેર, અમે ચાર દિવસમાં હાવરા બ્રીજ બે વખત વખત સવારે અને એક વખત રાત્રે પસાર થયા'તા/જોયો'તો છતાં મનમાં ખણખણો હતો કે હજી અધુરું છે. બોટ કે ફેરીનો મેળ પડે તો વાત જામે. કોલકોતા છોડવાનાં દિવસે બપોરની ફ્લાઈટ પકડતાં પહેલાં સવારે ઘાટ થી ઘાટની વચ્ચે ફરતી ફેરી પકડી. બાબુરાવ ઘાટ થી હાવરા બ્રીજનો છેડો. શરત એટલી જ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો