બ્લેક હોલની સૌથી સાદી વ્યાખ્યા શું આપી શકાય? એ પ્રશ્નના જવાબમાં એટલું જ કહી શકાય કે અવકાશનો (સચોટ રીતે કહીએ તો સ્પેસટાઇમનો) એવો વિસ્તાર જેનું ગુરૂત્વાકર્ષણ એટલું બધું વધારે છે કે એની ઝપટે ચડેલો પ્રકાશ પણ છટકી શકતો નથી. (જી હા. બ્રહ્માંડની સૌથી ઝડપી વસ્તુ, પ્રકાશ, પણ છટકી શકતો નથી.) પ્રકાશ એક પ્રકારનું વિદ્યુતચુંબકીય તરંગ જ છે ને! મતલબ કે બ્લેક હોલમાંથી કોઇપણ પ્રકારના વિદ્યુતચુંબકીય તરંગો છટકી શકતાં નથી. આપણે જાણીએ છીએ કે જ્યારે પ્રકાશ કોઇ વસ્તુને અથડાઇને આપણી આંખોમાં આવે ત્યારે આપણને એ વસ્તુ દેખાય છે. પણ સામેવાળી વસ્તુ જો પ્રકાશને જ હજમ કરી જતી હોય તો એ દેખાશે કઇ રીતે?? એટલે જ એવી ન દેખાતી વસ્તુને બ્લેક હોલ નામ આપવામાં આવ્યું. તો પછી સાહજિક પ્રશ્ન એ થાય કે જેમાંથી કોઇપણ પ્રકારના તરંગો છટકી શકતાં ન હોય એનો પત્તો લાગે કઇ રીતે??

Full Novel

1

બ્લેક હોલ (ભાગ-૧)

બ્લેક હોલની સૌથી સાદી વ્યાખ્યા શું આપી શકાય? એ પ્રશ્નના જવાબમાં એટલું જ કહી શકાય કે અવકાશનો (સચોટ રીતે તો સ્પેસટાઇમનો) એવો વિસ્તાર જેનું ગુરૂત્વાકર્ષણ એટલું બધું વધારે છે કે એની ઝપટે ચડેલો પ્રકાશ પણ છટકી શકતો નથી. (જી હા. બ્રહ્માંડની સૌથી ઝડપી વસ્તુ, પ્રકાશ, પણ છટકી શકતો નથી.) પ્રકાશ એક પ્રકારનું વિદ્યુતચુંબકીય તરંગ જ છે ને! મતલબ કે બ્લેક હોલમાંથી કોઇપણ પ્રકારના વિદ્યુતચુંબકીય તરંગો છટકી શકતાં નથી. આપણે જાણીએ છીએ કે જ્યારે પ્રકાશ કોઇ વસ્તુને અથડાઇને આપણી આંખોમાં આવે ત્યારે આપણને એ વસ્તુ દેખાય છે. પણ સામેવાળી વસ્તુ જો પ્રકાશને જ હજમ કરી જતી હોય તો એ દેખાશે કઇ રીતે?? એટલે જ એવી ન દેખાતી વસ્તુને બ્લેક હોલ નામ આપવામાં આવ્યું. તો પછી સાહજિક પ્રશ્ન એ થાય કે જેમાંથી કોઇપણ પ્રકારના તરંગો છટકી શકતાં ન હોય એનો પત્તો લાગે કઇ રીતે?? ...વધુ વાંચો

2

બ્લેક હોલ (ભાગ-૨)

બ્લેક હોલ (ભાગ-૨) એક કલ્પના કરો. અંધારી રાત છે. કાળા ડિબાંગ વાદળોથી અંધારેલું વાતાવરણ છે. અનંત સુધી ફેલાયો હોય દરિયો છે. દરિયામાં તોફાન જામ્યું છે. દસ ફૂટ કરતાંય ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. એવાં કપરા વાતાવરણમાં તમે એક નાનકડું હોડકું લઇને દરિયામાં જઇ રહ્યાં છો અને દરિયાના તોફાનમાં બરાબરના ફસાયા છો. તોફાનમાંથી બહાર નીકળવા અત્યંત તીવ્રતાથી હલેસા મારી રહ્યાં છો. અચાનક પડ્યાં પર પાટુ જેવી વાત તમારી નજરે ચડે છે. તમારી નજીકમાં એક મોટું વમળ (કે ભમરી) સર્જાયું છે. આસપાસનું પાણી ઘુમરી ખાતું સપાટાબંધ એ ભમરીમાં સમાઇ રહ્યું છે. હજારો ગેલન પાણી એ રીતે અંદર જઇ રહ્યું છે. એ ...વધુ વાંચો

3

બ્લેક હોલ (ભાગ-૩)

બ્લેક હોલ (ભાગ-૩) વર્ષ ૧૯૩૦ નો શિયાળો હતો. ભારતીય તમિલ કુટુંબમાં એક યુવાન જહાજમાં બેસીને ઉચ્ચ અભ્યાસાર્થે કેમ્બ્રીજની ટ્રીનીટી કોલેજમાં જઇ રહ્યો હતો. આ એ સમય હતો જ્યારે હવાઇ વાહનવ્યવહાર વિકસ્યો ન હતો. વિદેશ જવા માટે જહાજ દ્વારા દરિયાઇ પરિવહનનો માર્ગ જ ઉપલબ્ધ હતો. આ બુદ્ધિશાળી યુવાનના પિતા અખંડ ભારતના લાહોરમાં નોર્થ વેસ્ટર્ન રેલવેમાં ડેપ્યુટી ઓડીટર જનરલ હતાં એટલે સ્વાભાવિકપણે પિતાની ઇચ્છા એવી હતી કે પુત્ર પણ સરકારી અધિકારી બને, પણ પુત્ર તો ભૌતિકવિજ્ઞાની બનવાના ખ્વાબ જોતો હતો અને ખ્વાબ જુએ એ સ્વાભાવિક હતું. કારણ કે ભૌતિકવિજ્ઞાની બનવા માટેની પ્રેરણામૂર્તિ એના કુટુંબમાં જ મોજૂદ હતી. એ યુવાનના કાકા ...વધુ વાંચો

4

બ્લેક હોલ (ભાગ-૪)

બ્લેક હોલ (ભાગ-૪) બ્લેક હોલ સ્પેસટાઇમને લગભગ અનંત સુધી મરોડી નાંખે તો પછી સહજ પ્રશ્ન થાય કે અનંત સુધી મરોડાયેલા સ્પેસટાઇમની અંદર અર્થાત બ્લેક હોલની અંદર શું હશે? ત્યાં શું અનુભવાતું હશે? માની લો કે વિજ્ઞાનના નામે કુરબાન થવા કોઇ અંતરિક્ષયાત્રીને આપણે બ્લેક હોલની અંદર પડતું મુકવા દઇએ તો એ અવકાશયાત્રી શું અનુભવશે? આ સહજ પ્રશ્ન છે. દરેકને એ જાણવાની તાલાવેલી હોય કે બ્લેક હોલની અંદર શું અનુભવાતું હશે. માનો કે તમે એક અવકાશયાત્રી છો અને બ્લેક હોલની રેન્જમાં આવીને તમે નીચે પડતું મુકો છો. તો શું થશે? માનો કે બ્લેક હોલ તરફ પડતું મુકતી વખતે તમારા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો