એવું તો નહોતું જ કે એણે પહેલીવાર પરોઢ જોયું પરંતુ, મોં સૂઝણો સમય આજે એને એક રોમાંચક ખુશી આપી રહ્યોં હતો. પંખીઓનો કલરવ, એ ઝરણાંનો મંદ અવાજ અને પ્રકૃતિની ખુશ્બુ એને પોતાને પણ પોતે કંઈક અલગ જ હોવાનો અહેસાસ કરાવી રહી હતી. બીજું કારણ એ પણ હોઈ શકે કે એ એનું એક સપનું જીવી રહી હતી - ટ્રેકિંગનું સપનું.... પ્રાપ્તિ.... હા, એ જ જેની આપણે વાત કરી રહ્યાં છીએ. વિદ્યાર્થી કાળમાં નાનાં મોટાં પ્રવાસો તો કરેલાં પણ કોઈ પ્રદેશ જાતે ખેડવો એ એની કાળમાં ધરબાયેલી ઈચ્છા હતી જે એક ટ્રેકિંગ પેકેજની એડ જોઈ ફરી ૨૦ વર્ષે સળવળી ઉઠી.

નવા એપિસોડ્સ : : Every Monday

1

એક ડગલું તારી દિશામાં... - 1

જિંદગીની નજરે.... જિંદગીને જીવવા તરફ એક-એક ડગલું ભરતી કથા ...વધુ વાંચો

2

એક ડગલું તારી દિશામાં... - 2

ઔપચારિક પરિચય પછી પ્રાપ્તિ, પિયા, મિતેશ, સેમ અને કાવ્યાની ટૂકડી પણ બીજી બે ટૂકડીઓ સાથે એક ગાઈડનું માર્ગદર્શન મેળવી ફોરેસ્ટની સુંદરતાનો આનંદ માણવા ચાલી નીકળ્યાં. રસ્તે ચાલતાં ચાલતાં નજરે ચઢતાં પંખીઓ ટહૂકી જાણે સ્વાગત કરતાં. પ્રાપ્તિ એ અવાજની દિશામાં જોતી ને ક્ષણિક તે પક્ષીમાં ખોવાઈ જતી. પિયા સારો ફોટો લેવા આમતેમ ફરી પોતાને અને કેમેરાને સેટ કરતી જેથી એ આ યાદોને ભવિષ્યમાં કેન્વાસ પર ઉતારી શકે... હા.. પિયા ખૂબ સારી ચિત્રકાર હતી. એનાં ચિત્રો અને ચિત્રો બનાવતાં વિડિયો ઈન્સ્ટાગ્રામ પર એણે પ્રાપ્તિને બતાવેલાં. અવાજની કમીને બાદ કરતાં પિયા પાસે કોઈ કમી નહોતી. પેલાં ત્રણ પણ થોડીવાર જોઇ લેતાં ને ...વધુ વાંચો

3

એક ડગલું તારી દિશામાં... - 3

"જ્યારે મંજિલ મળી જાય છે, ત્યારે સઘળાં દર્દો ટળી જાય છે." થયું પણ એવું જ. શિખર સર કર્યાનાં ઉત્સાહે થાક ઉતારી દીધો. પાછાં ફરવું સરળ બન્યું પરંતુ ઊતરતી વખતે પણ સાવચેતી જરૂરી હતી એટલે પ્રાપ્તિએ આ વખતે ઉતરતાં સાવચેતી રાખી. મિતેશ પણ વખતોવખત સૂચન કરી દેતો. સાંજે છ એક વાગ્યે એ લોકો કેમ્પ સાઇટ પહોંચ્યા. ફ્રેશ થઈ પિયા અને પ્રાપ્તિ થોડો આરામ કરી હિલ ફેસિન્ગ બેન્ચ પર બેઠાં. "આજનું ટ્રેકિંગ ખૂબ સરસ ગયું ને! મારું એક સપનું પૂરું થયું પ્રાપ્તિ." પિયાએ પગ હલાવતાં હલાવતાં કહ્યું. "મારું પણ." પ્રાપ્તિએ ઉમેર્યું. "પ્રાપ્તિ, એક વાત પૂછું? થોડી વ્યક્તિગત?" "હા" "પ્રાપ્તિ મારી લાઈફની ...વધુ વાંચો

4

એક ડગલું તારી દિશામાં... - 4

"આંખોમાં આવી વસી જવું તારું, શું કહું?આમ જ અજાણતાં તારું ગમી જવું, શું કહું?અમે વિરાન વનનાં સૂકાયેલા વૃક્ષો નેતારું વસંત થઈ અમને મ્હોરી જવું, શું કહું!"ઘણીવાર જિંદગીમાં ગમે તેટલું મક્કમ બની કરેલાં નિર્ણયોને મન નામક માંકડું તોડીને છિન્નભિન્ન કરી નાખે છે. એવું જ પ્રાપ્તિનાં મને પણ કરવું શરું કર્યું છે. પ્રાપ્તિ જેમ જેમ મિતેષથી દૂર ભાગી રહી હતી એનાં વિચારો બમણી ઝડપથી પ્રાપ્તિનાં મનોમસ્તિષ્ક પર કબજો જમાવી રહ્યાં હતા. ઘણીવાર આવી કશ્મકશની સ્થિતિ વચ્ચે ઝૂલતું મનોમસ્તિષ્ક ચુંબનના બે ધ્રુવો તરફ તીવ્રતાથી વિરુદ્ધ દિશામાં ખેંચાય છે. એવી જ સ્થિતિ પ્રાપ્તિની છે. એક તરફ એણે મિતેષને મળવું પણ છે અને નથી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો