ચૌદ વરસની માસૂમ બાળકી, ખૂબ જ રૂપાળી, ડાહી અને ઠરેલી પણ એટલી જ. મમ્મી-પપ્પાની ખૂબજ લાડકી. પપ્પાની એક જ બૂમમાં "હા પપ્પા, આવી પપ્પા " કહેતી અને હાજર થઈ જતી. હસતી-ખેલતી, રમતી-કૂદતી માસૂમ બાળકીને અચાનક આ શું થઈ ગયું...?? ખબર જ ન પડી. ચાર તાવ, પાંચ તાવ થઈ જતો. મમ્મી-પપ્પા બંને વિચારમાં પડી જતાં કે અચાનક મીનુને આમ આટલો બધો તાવ કેમ આવી જાય છે...?? ઘણાં દિવસ સુધી આમ ચાલ્યું પણ કંઈ ખબર પડતી નહિ. ડૉકટર પણ વિચારમાં પડી જતાં કે આટલી બધી પ્રોપર ટ્રીટમેન્ટ કરવા છતાં આ છોકરીને કંઈ ફરક કેમ પડતો નથી...?? દવાની અસર હોય ત્યાં સુધી જ સારું રહે પછી પાછો થર્મોમીટરનો પારો ઉંચે ચઢી જાય છે અને ચાર કે પાંચ તાવ મીનુને હોય જ. ડૉકટર સાહેબના કહેવા પ્રમાણે મીનુના પપ્પા દર્શનભાઈએ મીનુના બધાજ રિપોર્ટ કરાવી લીધા હતાં પરંતુ રિપોર્ટ પણ બધાં નોર્મલ જ આવ્યા હતાં..!!
Full Novel
ખોફ - 1
" ખોફ " પ્રકરણ-1ચૌદ વરસની માસૂમ બાળકી, ખૂબ જ રૂપાળી, ડાહી અને ઠરેલી પણ એટલી જ. મમ્મી-પપ્પાની ખૂબજ લાડકી. એક જ બૂમમાં "હા પપ્પા, આવી પપ્પા " કહેતી અને હાજર થઈ જતી.હસતી-ખેલતી, રમતી-કૂદતી માસૂમ બાળકીને અચાનક આ શું થઈ ગયું...?? ખબર જ ન પડી. ચાર તાવ, પાંચ તાવ થઈ જતો. મમ્મી-પપ્પા બંને વિચારમાં પડી જતાં કે અચાનક મીનુને આમ આટલો બધો તાવ કેમ આવી જાય છે...?? ઘણાં દિવસ સુધી આમ ચાલ્યું પણ કંઈ ખબર પડતી નહિ. ડૉકટર પણ વિચારમાં પડી જતાં કે આટલી બધી પ્રોપર ટ્રીટમેન્ટ કરવા છતાં આ છોકરીને કંઈ ફરક કેમ પડતો નથી...?? દવાની અસર હોય ત્યાં સુધી ...વધુ વાંચો
ખોફ - 2
મીનુએ પોતાની ફ્લેટની સામેના ફ્લેટના દશમા માળેથી એક સ્ત્રીને છેક નીચે પડતાં અને " બચાવો... બચાવો... " તેમ પાડતાં જોઈ. છેક નીચે પડતાંની સાથે જ તે સ્ત્રીનું માથું ફાટી ગયું હતું અને તે લોહી-લુહાણ થઈ જમીન ઉપર પડેલી હતી. જ્યારથી મીનુએ આ દ્રશ્ય જોયું હતું ત્યારથી તે એટલી બધી તો ડરી ગઈ હતી કે, ન તો તે આ વાત કોઈને કહી શકતી કે ન તો તેના મનમાંથી આ વાતનો ડર ખસતો હતો અને આ દ્રશ્ય મીનુએ જોયું ત્યારથી તેને તાવ ઉતરવાનું નામ જ લેતો ન હતો. આવું કંઈપણ બની શકે તેવી તો મીનુના ઘરમાં કોઈને કલ્પના માત્ર ન હતી. ...વધુ વાંચો
ખોફ - 3
રાત્રે મીનુની મમ્મી મીનુને પોતાની સાથે પોતાના બેડરૂમમાં લઈને સૂઈ ગયા પણ અડધી રાત થતાં જ તે ઘસઘસાટ ઉંઘી ત્યારે મીનુ પથારીમાંથી ઊભી થઈ ગઈ અને જાણે તેને કોઈ બોલાવી રહ્યું હોય તેમ બાલ્કનીમાં આવીને ઉભી રહી ગઈ અને આજે તેણે ફરીથી એક ખોફનાક દ્રશ્ય જોયું કે એક સ્ત્રી બે ઘર સામ સામે હતાં તેમાં એક ઘરથી બીજા ઘર જોડે જોરથી અફડાય છે અને ચીસો પાડતી પાડતી નીચે જમીન ઉપર પડે છે અને એ જ પરિસ્થિતિમાં પડે છે જે પેલી ફ્લેટ વાળી સ્ત્રી પડી હોય છે, લોહીલુહાણ હાલતમાં મૃત્યુ પામેલી..!! અને તેને ફ્લેટના ધાબા ઉપરથી આ રીતે કોઈ ફેંકી ...વધુ વાંચો
ખોફ - 4
મીનુએ જે દ્રશ્ય જોયું હતું તેમાંનું કશું જ તેના મમ્મી કે પપ્પાને દેખાયું ન હતું કે ન તો તેમને બચાવો બચાવો ની બૂમો સંભળાઈ હતી. તેથી તે વિચારવા લાગ્યા કે મીનુએ એવું તો શું જોયું કે જે જોઈને તે રડવા લાગી અને અમને જણાવી રહી નથી અને તે જોયા પછી તેને બીજે દિવસે સવારે સખત તાવ પણ આવી જાય છે. હવે આ વાત તો મીનુ જાતે જણાવે ત્યારે જ ખબર પડે કે તેની સાથે કંઈ ભૂતકાળમાં બન્યું છે? અથવા તો તેને આવી કોઈ સ્ત્રી દરરોજ મરતાં દેખાઈ રહી છે જેની તેના દિલોદિમાગ ઉપર ખૂબજ ગહેરી અસર છે..! મીનુના મમ્મી-પપ્પા ...વધુ વાંચો
ખોફ - 5
હવે ડૉક્ટર સાહેબને મીનુનો કેસ સમજાઈ ગયો હતો કે, મીનુએ આ વાર્તાનું પુસ્તક વાંચી લીધું લાગે છે જેની અસર દિલોદિમાગ ઉપર ખૂબજ ગહેરી પડી છે અને જેને કારણે તે હદથી વધારે ડરી ગઈ છે અને તેને તાવ આવી જાય છે.આવું ક્રીમીનલ પુસ્તક મીનુના હાથમાં ક્યાંથી આવ્યું તે પણ એક પ્રશ્ન છે.તેને માટે ડૉક્ટર સાહેબે મીનુના મમ્મી-પપ્પાની થોડી પૂછપરછ કરી પરંતુ તેમને તો આ પુસ્તક વિશે કંઈજ માહિતી ન હતી.તેથી મીનુની બંને ફ્રેન્ડસને બોલાવવામાં આવી અને પૂછપરછ કરવામાં આવી.મીનુની ફ્રેન્ડ રુજુતાને આ વાતની કંઈજ ખબર ન હતી પરંતુ આર્યાને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે, હા, એક વખત અમને અમારી ...વધુ વાંચો
ખોફ - 6
મીનુના મુખ ઉપરના હાવભાવ જોઈને જ ડૉક્ટર સાહેબને સમજાઈ ગયું હતું કે, નક્કી આ પુસ્તક સાથે મીનુની એવી કોઈ જોડાયેલી છે જેનાથી મીનુ ડરી રહી છે અને તે વાત તેના મનમાંથી જ્યારે બહાર નીકળશે ત્યારે જ મીનુને આ બીમારીમાંથી મુક્તિ મળશે.પણ આ વાત તેના મનમાંથી કઢાવવી તે એક પ્રશ્ન હતો છેવટે ડૉ.કોઠીયાએ મીનુને કહ્યું કે, તે જે પુસ્તક વાંચ્યું છે તે મારે પણ વાંચવું છે પણ મને તેમાં થોડી ઓછી ખબર પડે છે તો હું તને જે પ્રશ્નો પૂછું તેનો જવાબ તારે મને આપવાનો રહેશે.ડૉક્ટર સાહેબે આ પુસ્તક વાંચવાનું શરૂ કર્યું અને એક પછી એક મીનુને પ્રશ્ન પૂછવાના ચાલુ ...વધુ વાંચો
ખોફ - 7
મીનુ: સમીર મારો પતિ છે. તે રોજ દારૂ પીને આવે છે અને રોજ મને ઢોરની માફક માર મારે છે. હવે મારાથી તેનો માર સહન થતો નથી અને માટે જ મેં પાંચમે માળેથી કૂદીને આપઘાત કર્યો છે.ડૉક્ટર સાહેબ: તું ક્યાં રહેતી હતી?મીનુ: સગુન પ્લાઝા બિલ્ડિંગમાં ભાડે રહેતી હતી.ડૉક્ટર સાહેબ: તો આ વાત તે કોઈને કરી કેમ નહીં?મારું પોતાનું કોઈ હતું જ નહીં. હું નાની હતી ત્યારે જ મારી માં ગુજરી ચૂકી હતી પિતાજીને દારૂ પીવાની આદત હતી તેથી આખો દિવસ મજૂરી કરીને જે પૈસા લાવતા તેમાંથી થોડા ઘણાં મને ઘર ચલાવવા આપતા અને બીજા તે દારૂ પીવામાં ઉડાડી દેતા. મને ...વધુ વાંચો