ઐતિહાસિક રાજય‌ રાજસ્થાન અને રાજસ્થાન ના ઉદયપુર પાસે આવેલ શિવરાજગઢ નગર. પ્રાચીન સમયથી જ સમૃધ્ધ આ નગરની ભવ્યતા આજે પણ અકબંધ છે. ચારે તરફ લીલોતરીથી ઘેરાયેલું એક સુંદર નગર અને આ સુંદર નગર ની અંદર આવેલું એક એવું રહસ્ય શોધવા માટે ઘણા બધા લોકોએ પ્રયત્ન કરેલો પરંતુ આ રહસ્ય પરથી હજુ પણ પડદો ઉપાડ્યો નથી. ચારે તરફ લીલા ઝાડવા સુંદર ડુંગરાઓ અને કુદરતી વાતાવરણથી ભરપૂર એવું આ નગર પોતાનામાં એક અનોખું રહસ્ય દબાવીને બેઠું છે. પ્રાચીન સમયમાં અતિ સમૃદ્ધ એવા આ નગરમાં મહારાજા જયસિંહ રાજ્ય કરતા હતા. પ્રજા ખૂબ સુખી હતી. નગર ઘણી બધી વેપારી પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું, દૂર-દૂરથી વ્યાપાર કરવા માટે લોકો શિવરાજગઢ માં આવતા હતા અને પોતાનું ભાગ્ય અને ભવિષ્ય ઉજ્જવળ બનાવતા હતા.

નવા એપિસોડ્સ : : Every Thursday

1

જર્જરિત મહેલ - 1

ઐતિહાસિક રાજય‌ રાજસ્થાન અને રાજસ્થાન ના ઉદયપુર પાસે આવેલ શિવરાજગઢ નગર. પ્રાચીન સમયથી જ સમૃધ્ધ આ નગરની ભવ્યતા આજે અકબંધ છે.ચારે તરફ લીલોતરીથી ઘેરાયેલું એક સુંદર નગર અને આ સુંદર નગર ની અંદર આવેલું એક એવું રહસ્ય શોધવા માટે ઘણા બધા લોકોએ પ્રયત્ન કરેલો પરંતુ આ રહસ્ય પરથી હજુ પણ પડદો ઉપાડ્યો નથી. ચારે તરફ લીલા ઝાડવા સુંદર ડુંગરાઓ અને કુદરતી વાતાવરણથી ભરપૂર એવું આ નગર પોતાનામાં એક અનોખું રહસ્ય દબાવીને બેઠું છે. પ્રાચીન સમયમાં અતિ સમૃદ્ધ એવા આ નગરમાં મહારાજા જયસિંહ રાજ્ય કરતા હતા. પ્રજા ખૂબ સુખી હતી. નગર ઘણી બધી વેપારી પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું, દૂર-દૂરથી વ્યાપાર કરવા માટે લોકો ...વધુ વાંચો

2

જર્જરિત મહેલ - 2

આગળના ભાગમાં આપણે જોયું કે, નવયુવાન ટીમ બહાદુર ના સભ્યો શિવરાજગઢ પહોંચી ગયા છે.હવે આગળ...શિવરાજગઢ ના પાદર માં બસ રહી અને બધા નીચે ઉતર્યા. દાયકાઓ ની થપાટો ખાઇ ખાઇને જીર્ણ થયેલ નગરના દરવાજા પાસે આવીને બધા ઉભા. એક નજરમાં તેઓ નગરના આ દ્રશ્ય ને જાણે માપી લેવા માંગતા હતાં. રાતનો અંધકાર ઓઢીને નગર જાણે પોઢી ગયું હતું. સુનસાન રસ્તાઓ પર એકલદોકલ માણસો પસાર થતા દેખાતા હતા.આવા સમયે બધા મિત્રો ગામમાં પ્રવેશ કરે છે. દરવાજામાં દાખલ થતાં જ ડાબી બાજુ કોઈ દેવીનું મંદિર આવેલું હતું. પ્રાચીન સમયના આ મંદિરની મૂર્તિ પણ કંઈક વિશિષ્ટ દેખાતી હતી. બધા મિત્રોએ ત્યાંના સ્થાન દેવીને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો