(આ વાર્તા પૂર્ણપણે કાલ્પનિક છે. તેનાં પાત્રો /ઘટનાઓ / સ્થળ બધું જ માત્ર કાલ્પનિક વાર્તાનાં ધોરણે રચેલું છે. વાસ્તવિક જીવનનો કોઈ જ હિસ્સો આ વાર્તામાં વણ્યો નથી જેની નોંધ લેવી.) અમદાવાદ, એક એવું શહેર જ્યાં રાત પડતાં જ નોકરિયાત માણસ ઊંઘે છે ત્યારે આજકાલની સો કોલ્ડ યુથ જાગે છે અને પોતાની ઝીંદગીને રંગીન બનાવવા નીકળી પડે છે. બીજા શહેરોમાં જયારે રાતે લોકો ખાણીપીણીની દુકાનોમાં શટર પાડી દેતાં હોય છે ત્યાં અહીં લોકોની ભીડ આગળ ઠેકેદારોથી લઈને દુકાનોમાં ભીડ જામી રહી હોય છે. એવું કહેતાં સહેજ પણ અતિશ્યોક્તિ નહીં લાગે કે અમદાવાદ એ ગુજરાતનું જાગતું મુંબઈ છે... અમદાવાદ એક આલીશાન રાજાએ બનાવેલું આલીશાન શહેર પણ આ શહેરને ક્યાં ખબર હતી કે અમદાવાદ ટૂંક સમયમાં ઝોમ્બિવાદ બનાવા જઈ રહ્યું હતું. લોકો એક તરફ ફાર્મહાઉસમાં પાર્ટીની મહેફિલ જમાઈ રહ્યા હતાં તો એક તરફ બે જીવ પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા હતાં.......

Full Novel

1

ઝોમ્બિવાદ - (ભાગ 1)

(આ વાર્તા પૂર્ણપણે કાલ્પનિક છે. તેનાં પાત્રો /ઘટનાઓ / સ્થળ બધું જ માત્ર કાલ્પનિક વાર્તાનાં ધોરણે રચેલું છે. વાસ્તવિક કોઈ જ હિસ્સો આ વાર્તામાં વણ્યો નથી જેની નોંધ લેવી.) અમદાવાદ, એક એવું શહેર જ્યાં રાત પડતાં જ નોકરિયાત માણસ ઊંઘે છે ત્યારે આજકાલની સો કોલ્ડ યુથ જાગે છે અને પોતાની ઝીંદગીને રંગીન બનાવવા નીકળી પડે છે. બીજા શહેરોમાં જયારે રાતે લોકો ખાણીપીણીની દુકાનોમાં શટર પાડી દેતાં હોય છે ત્યાં અહીં લોકોની ભીડ આગળ ઠેકેદારોથી લઈને દુકાનોમાં ભીડ જામી રહી હોય છે. એવું કહેતાં સહેજ પણ અતિશ્યોક્તિ નહીં લાગે કે અમદાવાદ એ ગુજરાતનું જાગતું મુંબઈ છે... અમદાવાદ એક આલીશાન રાજાએ ...વધુ વાંચો

2

ઝોમ્બિવાદ - (ભાગ 2)

ના નાન નાન ના ના .... ના નાન નાન ના ના ના નાન નાન ના ના ના નાન નાન ના ઇવા હાથને ગિટાર બનાવીને ગીતનાં તાલે ઝૂમી રહી હતી. વાળ હવામાં લહેરાતી તે પોતાની જાતને અરીસામાં જોઈને થનગની રહી હતી. યારો જી ભર કે જી લે પલ, લગતા હેં આજ કલ, દૌર અપના આયેગા, યારો જો ખુદ પે હો યકીન, જો ઝીંદગી હસીન, તુજે કલ બુલાયેગા, હેં ઝૂનૂન હેં ઝૂનૂન સા જીને મે....... ત્યાંજ રૂમમાં એક છોકરી આવી અને તેણે ટેપ બંધ કરી દીધું. "વ્હૉટ રબીશ કીયારા!" તે ગુસ્સામાં બોલી. "બંધ કર નોટંકી, તને ખબર છે મને જેઝ મ્યુઝિક ...વધુ વાંચો

3

ઝોમ્બિવાદ - (ભાગ 3)

ના નાન નાન ના ના ....ના નાન નાન ના નાના નાન નાન ના નાના નાન નાન ના નાઇવા હાથને બનાવીને ગીતનાં તાલે ઝૂમી રહી હતી. વાળ હવામાં લહેરાતી તે પોતાની જાતને અરીસામાં જોઈને થનગની રહી હતી.યારો જી ભર કે જી લે પલ,લગતા હેં આજ કલ, દૌર અપના આયેગા,યારો જો ખુદ પે હો યકીન,જો ઝીંદગી હસીન,તુજે કલ બુલાયેગા,હેં ઝૂનૂનહેં ઝૂનૂન સા જીને મે.......ત્યાંજ રૂમમાં એક છોકરી આવી અને તેણે ટેપ બંધ કરી દીધું."વ્હૉટ રબીશ કીયારા!" તે ગુસ્સામાં બોલી. "બંધ કર નોટંકી, તને ખબર છે મને જેઝ મ્યુઝિક ગમે છે તોય તું આવાં ફાલતુ સોન્ગ પ્લે કરીને નાચવા લાગતી હોય છે.""જસ્ટ શટ ...વધુ વાંચો

4

ઝોમ્બિવાદ - (ભાગ 4)

"સર, આ દિનિયો તો ફોન જ નથી ઉપાડતો. સાલો એ ડ્રગ્સ લઈને ટલ્લી તો નથી થઇ ગયો ને?!" "દીપેશ, આવી ફાલતુની મજાક કરવાનો ટાઈમ નથી. ટીમની રાહ જોવામાં મોડું થઇ જશે. આપણે બે જ ત્યાં પહોંચી જઈએ. પાછળથી ટીમ પણ આવી જશે એટલે સમય પણ ઓછો વેડફાશે. તું દિનકરને ફોન ચાલુ જ રાખ, સમજ્યો." "અહીંયા પેટમાં બિલાડા બોલે છે ને આમને સમયની પડી છે." સબ. ઈ. દીપેશ મનમાં જ ગણગણ્યા. એસીપી અભય અને સબ. ઈ. દીપેશ બંને જીપમાં બેસીને ફાર્મહાઉસ તરફ જવાં રવાના થયાં. ******************** મોહિત બારમાં બેઠો બેઠો દારૂ પી રહ્યો હતો. પાર્ટીમાં રહેલા લોકો પોતાની મસ્તીમાં ...વધુ વાંચો

5

ઝોમ્બિવાદ - (ભાગ 5)

"શું આઈડિયા?" "આગળ એક સુપરમાર્કેટ આવે છે. આપણે બધા ત્યાં જતા રહીએ. ખાવાનું પણ મળશે એન્ડ સેફ પણ રહીશું." ખુશ થતાં કહ્યું. "બકવાસ આઈડિયા છે. જ્યાં ભીડ વધારે હશે ત્યાં ઝોમ્બી પણ વધુ આવશે." ઇવાએ કહ્યું. "શી ઇઝ રાઈટ. આપણે ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવાનું છે. કોઈ ઘર મળી જાય તો બેસ્ટ રહેશે." સિદ્ધાર્થે "આપણે પોલીસને કહીએ કે આપણી હેલ્પ કરે." મોહિત બોલ્યો. "બેટા અત્યારે પોલોસને જ બચવાના ફાંફા હશે. એકવાર કોઈ સેફ પ્લેસ પર પહોંચીએ પછી શાંતિથી સરકારનો સંપર્ક કરશું ઓક્કે." સિદ્ધાર્થે મોહિત સામું જોતાં કહ્યું. ત્યાંજ સામે એક સુપરમાર્કેટ દેખાયો. મોહિતે ખાવાની ઈચ્છા પ્રકટ કરતા કહ્યું, "સિડલા, જો ...વધુ વાંચો

6

ઝોમ્બિવાદ - (ભાગ 6)

તે ઝોમ્બી ધીરે ધીરે એસીપી અભય તરફ જ આવી રહ્યો હતો ને તેણે દોડીને એસીપી અભયનાં હાથ પર હુમલો પણ તેમણે જેકેટ ઉતારીને આગ તરફ નાખ્યું એ સાથે જ ઝોમ્બી પણ તે આગની ચપેટમાં આવી ગયો.એસીપી અભયનો શ્વાસ ચઢી ગયો. પણ તેમણે જોયું તો એ ઝોમ્બી સળગતા શરીરે તેમની ઉપર એટેક કરવા દોડ્યો. એસીપી અભય સીડીઓ ઉતરીને નીચે દોડવા લાગ્યાં. પાર્ટીની લાલ ભૂરી લાઈટો હજુ પણ ફોક્સ પાડી રહી હતી. એસીપી અભય પાછળ જોવામાં ધ્યાન ના રહેતાં નીચે પડી ગયાં. તે ઝોમ્બી તેમનાથી માત્ર પાંચ ફૂટના અંતરે હતો.એસીપી અભયને લાગ્યું કે હવે તેમનો જીવ ચોક્કસ ગયો એટલે તેમણે આંખો ...વધુ વાંચો

7

ઝોમ્બિવાદ - (ભાગ 7)

"કોનો ફોન છે ડેડ?""ડોકટર અલય રાઠોડ."શ્રુતિ નામ સાંભળતા જ ડરી ગઈ.એસીપી અભયે બધાને મોંઢા પર આંગળી મૂકીને ચૂપ રહેવાનો કર્યો અને ફોન ઉપાડ્યો."હેલો...""હેલો માય ડિયર બ્રધર. હાઉ આર યુ?""આ બધા પાછળ તું જ જવાબદાર છું ને?" એસીપી અભય ગુસ્સામાં બોલી રહ્યા."ઓહ ગોડ. તમને એવું કેમ લાગે છે ભાઈ કે કોઈપણ પરિસ્થિતિ માટે હંમેશા હું જ જવાબદાર હોઉં છું.""તારા સિવાય આવું ઘટિયા રિસર્ચ કોઈનું હોઈ જ ના શકે.""ઓહહ કમોન. મારાં રિસર્ચ બાબતે તમારે બોલવાનો કોઈ અધિકાર મેં તમને આપ્યો નથી. સમજ્યા. રહી વાત વાયરસની તો હા, મેં જ એને તમારાં પ્રિય શહેરમાં ફેલાવ્યો. બાયધવે મારાં ધાર્યા કરતાં બહુ જલ્દી ફેલાઈ ...વધુ વાંચો

8

ઝોમ્બિવાદ - (અંતિમ ભાગ )

એસીપી અભય સિદ્ધાર્થ તરફ ગુસ્સાભરી નજરોથી જોઈ રહ્યા હતાં."શું થયું અહીંયા?? એન્ડ શ્રુતિ ક્યાં છે?" સિદ્ધાર્થે હાંફતા હાંફતા સવાલ બધું તારા લીધે જ થયું છે. શ્રુતિને ક્યાંથી વાયરસ લાગી ગયો? આ બે ને પણ ઈનફેક્ટ થયું છે હેં ને? યુ ###" એસીપી અભય સિદ્ધાર્થનો કોલર પકડતાં ગુસ્સામાં બોલ્યાં."સર, શ્રુતિને મોહિતથી ઇન્ફેકશન થયું હશે. છેલ્લે તે જ હતી. રહી વાત આ બધી વાતોની તો એ પછી પણ થશે. જે કામ માટે હમણાં આપણે મોતને ભેટી પડ્યાં એ કામ કરીએ તો સારુ રહેશે. મોહિતને મેં નીચે બેડ જોડે બાંધી દીધો છે." સિદ્ધાર્થ આત્મવિશ્વાસપૂર્વક એસીપી અભયની આંખોમાં જોતાં બોલ્યો."સર, તમે શાંત થઇ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો