આદર્શિની - એક સફર શ્રવ્યાની

(13)
  • 6.6k
  • 1
  • 2.3k

"મમ્મી..મમ્મી.. પપ્પા, ભાઈ, દાદા જલ્દી બહાર આવો. ક્યાં છો બધા?" શ્રવ્યા જોરથી જોર બૂમો પાડી રહી હતી અને ખુબજ ખુશ જણાતી હતી."અરે શ્રવુ શું થયું? આટલા બરાડા કેમ પાડે છે? થોડી શાંતિ રાખ બેટા." શ્રવ્યાના પપ્પા બહાર આવતા બોલે છે."બાપુ, શાંતિ રખાય એવી વાત જ નથી. વાત જ એવી છે કે તમે જાણશો તો તમે પણ નાચવા લાગશો." શ્રવ્યા એના પપ્પાને કહે છે. તે જ્યારે ખૂબ ખુશ હોય ત્યારે તેના પપ્પાને બાપુ કહીને બોલાવે છે."એ તો તું તારા પપ્પાને બાપુ કહે છે એના પરથી જ ખબર પડી ગઈ કે તું ખુબજ ખુશ છે." શ્રવ્યાના મમ્મી થોડા ખુશી ભર્યા અવાજમાં બોલે

Full Novel

1

આદર્શિની - એક સફર શ્રવ્યાની - (૧)

"મમ્મી..મમ્મી.. પપ્પા, ભાઈ, દાદા જલ્દી બહાર આવો. ક્યાં છો બધા?" શ્રવ્યા જોરથી જોર બૂમો પાડી રહી હતી અને ખુબજ જણાતી હતી."અરે શ્રવુ શું થયું? આટલા બરાડા કેમ પાડે છે? થોડી શાંતિ રાખ બેટા." શ્રવ્યાના પપ્પા બહાર આવતા બોલે છે."બાપુ, શાંતિ રખાય એવી વાત જ નથી. વાત જ એવી છે કે તમે જાણશો તો તમે પણ નાચવા લાગશો." શ્રવ્યા એના પપ્પાને કહે છે. તે જ્યારે ખૂબ ખુશ હોય ત્યારે તેના પપ્પાને બાપુ કહીને બોલાવે છે."એ તો તું તારા પપ્પાને બાપુ કહે છે એના પરથી જ ખબર પડી ગઈ કે તું ખુબજ ખુશ છે." શ્રવ્યાના મમ્મી થોડા ખુશી ભર્યા અવાજમાં બોલે ...વધુ વાંચો

2

આદર્શિની - એક સફર શ્રવ્યાની - (૨)

"શ્રવું બેટા હજી કેટલું વિચારીશ? જે થવાનું હતું તે થઈ ગયું પણ હવે શું કરવાનું તે વિચાર." શ્રવ્યાના પપ્પા સમજાવતા કહે છે. "પણ પપ્પા હવે બચ્યું જ શું છે જે હવે નવું વિચારું. મારી બધી મહેનત તો નકામી ગઈ. આજથી Restaurant ખૂલવાની હતી પણ એ ખુલતા પહેલા જ બંધ થઈ ગઈ. મે તમારા બધા પૈસા ડુબાડી દીધા. હું કશા જ કામની નથી." "બેટા એવું ન વિચાર. આ બધું કઈ તારા હાથમાં થોડી હતું કે એમાં તારી ભૂલ ગણાય. આમાં તારો કોઈ જ વાંક નથી. અને મને તો નવાઈ લાગે છે કે તું આવું વિચારે છે. તું તો દરેક પરિસ્થિતિમાં ...વધુ વાંચો

3

આદર્શિની - એક સફર શ્રવ્યાની - (૩) છેલ્લો ભાગ

એક વર્ષ પછી... "તો હવે આપણે જાહેર કરવા જઈ રહ્યા છે Best Innovative Restaurant Idea of the Year નો એન્ડ એવોર્ડ ગોઝ ટુ મિસ શ્રવ્યા પટેલ." એક મીઠો મધુરો અવાજ આખા હોલમાં ગુંજી ઉઠે છે. શ્રવ્યા તેની જગ્યા પરથી ઊભી થઈને એવોર્ડ લેવા જઈ રહી હોય છે. આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠે છે. બધા જ લોકો ઊભા થઈને તાળીઓથી તેનું સન્માન કરે છે. ખરેખર તો આ સન્માન તેને આ એવોર્ડ માટે નઈ પણ પાછલા વર્ષમાં કરેલ તેના કામ માટે લોકો આપી રહ્યા હોય છે. શ્રવ્યા એવોર્ડ લઈને માઇક હાથમાં લે છે. "મને આટલું બધું સન્માન આપવા માટે તમારો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો