આજે કાયાની સવાર કંઈક વધારે જ વહેલી હતી. 10 વાગ્યે સવાર થતી જેની એવી કાયા 4:30 વાગ્યે જાગી પોતાના ફ્લેટની બાલ્કની માં રહેલ હીંચકા પર બેઠેલી હતી. કૉફી નો મગ હાથમાં કોણ જાણે ક્યારનો પકડેલો હશે માટે કૉફી બરફ જેવી ઠંડી હતી. ચોમાસાની ઋતુ ચાલતી હતી ને પડી રહેલો ધીમો ધીમો વાયરા સાથેનો ઝરમર વરસાદ તેને કોઈકની યાદ અપાવી રહ્યો હતો. બાલ્કનીમાંથી દેખાઈ રહેલા અદ્ભૂત અદમ્ય દરિયામાં ઉછળી રહેલા મોજાની માફક કંઈક એવા જ મોજા કાયાના માનસ પર હિલ્લોળા લઈ રહ્યાં હતાં.એ એકધારું સમંદર ને નિહાળી રહી હતી. અધૂરામાં પૂરું હોય એમ કાયા ની આંખો માં જાણે શ્રાવણ-ભાદરવો વહી રહ્યો હતો. ઊંઘ તો ઉડેલી જ હતી. આંખ આગળ પડેલા કાળા કુંડાળાઓ એ વાતના સાક્ષી હતા કે કાયા રડી રડી ને અંદરથી તૂટી ચુકી હતી.

નવા એપિસોડ્સ : : Every Monday

1

Last Seen - 1

_Last seen_ આજે કાયાની સવાર કંઈક વધારે જ વહેલી હતી. 10 વાગ્યે સવાર થતી જેની એવી કાયા 4:30 વાગ્યે પોતાના ફ્લેટની બાલ્કની માં રહેલ હીંચકા પર બેઠેલી હતી. કૉફી નો મગ હાથમાં કોણ જાણે ક્યારનો પકડેલો હશે માટે કૉફી બરફ જેવી ઠંડી હતી. ચોમાસાની ઋતુ ચાલતી હતી ને પડી રહેલો ધીમો ધીમો વાયરા સાથેનો ઝરમર વરસાદ તેને કોઈકની યાદ અપાવી રહ્યો હતો. બાલ્કનીમાંથી દેખાઈ રહેલા અદ્ભૂત અદમ્ય દરિયામાં ઉછળી રહેલા મોજાની માફક કંઈક એવા જ મોજા કાયાના માનસ પર હિલ્લોળા લઈ રહ્યાં હતાં.એ એકધારું સમંદર ને નિહાળી રહી હતી. અધૂરામાં પૂરું હોય એમ કાયા ની આંખો માં જાણે શ્રાવણ-ભાદરવો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો