ઈ. સ. 2055 ની શરૂઆત થઈ ચૂકી હતી. દિલ્હીના લાલ કિલ્લા પર વામપંથીઓનો કબ્જો થઈ ચૂક્યો હતો. લાલસૈનિકોએ પુરી દિલ્હીને અભેદ કિલ્લાની માફક સુક્ષિત કરી નાખી હતી. ઉપર સતત હેલિકોપ્ટર ફરી રહ્યા હતા. દેશની અર્થવ્યવસ્થા પણ ખોરવાઈ ચુકી હતી. એકસો ત્રણ વર્ષથી સત્તા માટે ભારતમાં હવાતિયાં મારતા માર્ક્સવાદી, લેલીનવાદી કે પછી માઓના પીઠુઓ અંતે સત્તાની પ્રાપ્તિ કરી દેશમાં નોકરશાહી અને સમાનતાવાદની ઓઠમાં કુખ્યાત તાનાશાહી કરી રહ્યા હતા.

નવા એપિસોડ્સ : : Every Wednesday

1

તાનાશાહ - ભાગ 1

ઈ. સ. 2055 ની શરૂઆત થઈ ચૂકી હતી. દિલ્હીના લાલ કિલ્લા પર વામપંથીઓનો કબ્જો થઈ ચૂક્યો હતો. લાલસૈનિકોએ પુરી અભેદ કિલ્લાની માફક સુક્ષિત કરી નાખી હતી. ઉપર સતત હેલિકોપ્ટર ફરી રહ્યા હતા. દેશની અર્થવ્યવસ્થા પણ ખોરવાઈ ચુકી હતી. એકસો ત્રણ વર્ષથી સત્તા માટે ભારતમાં હવાતિયાં મારતા માર્ક્સવાદી, લેલીનવાદી કે પછી માઓના પીઠુઓ અંતે સત્તાની પ્રાપ્તિ કરી દેશમાં નોકરશાહી અને સમાનતાવાદની ઓઠમાં કુખ્યાત તાનાશાહી કરી રહ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનની અંદર કામરેડ સુંદર બેનર્જી પોતાની સેનાના ઊચ્ચ અધિકારી સાથે બેસી આગળની રણનીતિનો ઘડી રહ્યો હતો. એક કાર સ્પીડ મુઘલ ગાર્ડન પાર કરી થઈ. ...વધુ વાંચો

2

તાનાશાહ - ભાગ 2

રાષ્ટ્રપતિ ભવનના મિટિંગ ખંડમાં, ઉત્તરપ્રદેશમાં સત્તા વિરુદ્ધ જે વિદ્રોહ થયો હતો તેની ચર્ચા ચાલી રહી હતી. સર્વસત્તા પોતાના હાથમાં સત્તાધીશો માટે નાનો વિરુદ્ધ પણ આવનાર ભવિષ્યમાં જાનલેવા સાબિત થતો હોય છે. એ વાતથી દેશનો વડો સુંદર વાકેફ હતો. છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં નામ પૂરતી જ અમુક વિદેશી કંપની રહી હતી. ઘણી કંપનીને બૉમ્બ ફેંકી નેસ્તનાબૂદ કરી નાખવામાં આવી હતી. ઉત્તરપ્રદેશના મેરઠમાં જનરલ મોટર નામની કંપની લગડધગડ ચાલી રહી હતી. એમને પણ હવે ભય હતો કે ક્યારે એમની પર બૉમ્બ ફેંકવામાં આવે કે પછી પુરી કંપની સરકાર હસ્તક કરી અમેરિકાને લાત મારવામાં આવે એ ખબર ન હતી. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો