ગુજરાતી કહેવતો અને તેનો અર્થ-ગમ્મત સાથે

(152)
  • 122k
  • 17
  • 58.1k

મિત્રો હું એક એન્જિનિયરિંગ સ્ટુડન્ટ છું અને જેવું વાતાવરણ હું જોંઉ છું એ પ્રમાણે આપણા રોજીંદા સંવાદો માંથી કહેવતો નો વપરાશ ઘણો ઘટી ગયો છે . અને આજની નવી જનરેશન ને તો આ કહેવતો વીશે ઘણી જ અજાણ છે . તેથી આ બુક માં મે કહેવતો અને એના અર્થ રમુજી શૈલી મા વર્ણવ્યા છે . જેથી સૌ આ બુક વાંચી અને માણી શકે . અને આપણી ભાષા ના શણગાર સમી કહેવતો ને જાણી શકે . તમને આ પ્રયાસ ગમશે તેવી આશા....

Full Novel

1

ગુજરાતી કહેવતો અને તેનો અર્થ-ગમ્મત સાથે

મિત્રો હું એક એન્જિનિયરિંગ સ્ટુડન્ટ છું અને જેવું વાતાવરણ હું જોંઉ છું એ પ્રમાણે આપણા રોજીંદા સંવાદો માંથી નો વપરાશ ઘણો ઘટી ગયો છે . અને આજની નવી જનરેશન ને તો આ કહેવતો વીશે ઘણી જ અજાણ છે . તેથી આ બુક માં મે કહેવતો અને એના અર્થ રમુજી શૈલી મા વર્ણવ્યા છે . જેથી સૌ આ બુક વાંચી અને માણી શકે . અને આપણી ભાષા ના શણગાર સમી કહેવતો ને જાણી શકે . તમને આ પ્રયાસ ગમશે તેવી આશા.... ...વધુ વાંચો

2

ગુજરાતી કહેવતો અને તેનો અર્થ ગમ્મત સાથે - 2

સહેજે વીચાર આવેલો કે કહેવતોનો વપરાશ કેટલો ઘટી ગયો છે ને "ગુજરાતી કહેવતો અને તેનો અર્થ ગમ્મત સાથે" લખેલું ખૂબ સારો પ્રતિસાદ મળ્યો એટલે હવે થોડી બીજી કહેવતો સાથે " ગુજરાતી કહેવતો અને તેનો અર્થ ગમ્મત સાથે - 2" લખ્યું છે આ લેખ ને પણ ખૂબ સારો પ્રતિસાદ મળે એજ આશા સાથે.... આમાં જે રમૂજી પ્રસંગો વર્ણવ્યા છે એ કહેવતો શીખવાની પ્રક્રિયાને હળવી બનાવવા વર્ણવ્યા છે...કોઈને એ ન ગમે તો ક્ષમા સાથે આ લેખ અહીં મૂકું છું....####################(1) કુવામાં હોય તો હવેડામાં આવે ને...● ટીન્યો શાળાએ જઈને સાહેબને ઘરકામ બતાવે ને સાહેબ કહે કે આ ઘરકામ તારા પપ્પાએ કર્યું છે ...વધુ વાંચો

3

ગુજરાતી કહેવતો અને તેનો અર્થ ગમ્મત સાથે - 3

(1) પ્રથમ ગ્રાસે મક્ષિકા● આપણે નક્કી કરી લીધું હોય કાલથી તો વજન ઉતારવા મહેનત કરવી જ છે, સવારે ઉઠતા કસરત કરશું , બહારનું જમવાનું બંધ , નાસ્તામાં બાફેલા કઠોળ એકાદ જીમ વીશે પણ તપાસ કરી આવીશ... અને સવાર સવારમાં મમ્મી કહે બેટા નાસ્તામાં આલુ પરોઠા બનાવ્યા છે....પછી આપણા વૈરાગ પામી ગયેલા મહીંલા ને ફરી સંસારમાં રસ પડવા લાગે... ને આપણને થાય આમ તો આલુ પરોઠા પૌષ્ટિક હોય છે નહીં... હવે કાલથી કસરત કરશું અને આમ આપણે બે-ચાર આલુ પરોઠા ઠપકારી જાઈએ તો આને કહેવાય પ્રથમ ગ્રાસે મક્ષિકા...■ અર્થ : - આ સંસ્કૃત કહેવત છે જેનો અર્થ થાય છે પ્રથમ ...વધુ વાંચો

4

ગુજરાતી કહેવતો અને તેનો અર્થ-ગમ્મત સાથે - 4

(1) ઘંટ ટાણે સરપ કાઢવો...● શાળામાં બાળકો રીસેસના સમયે બહાર નીકળ્યા હોય અને જેવો રીસેસ નો સમય પૂરો થવાનો વાગવાનો હોય કે મદારી કાકા પોતાના ડાબલા માંથી સરપ (સાપ) કાઢી ખેલ બતાવવાનું શરૂ કરે . બધા બાળકો એ ખેલ જોવા ઉભી જાય ને ગીરીજાશંકર માસ્તર બુમો પાડી પાડીને થાકે તોય બાળકો અંદર ન જાય આને કહેવાય ઘંટ ટાણે સરપ કાઢવો...■ અર્થ : - અયોગ્ય સમયે કોઈ કામ ચાલુ કરી દેવું .(2) ઝાઝા હાથ રળિયામણા..● મમ્મીએ દિવાળીનું કામ કાઢ્યું હોય ને પહોંચી વળાતુ નો હોય . પછી મમ્મી બરાબરના અકળાઈ ઉઠે ને એક છોકરાના હાથમાં પોતું પકડાવે એક ને આપે ...વધુ વાંચો

5

ગુજરાતી કહેવતો અને તેનો અર્થ-ગમ્મત સાથે - 5

(1) અતિ ની ગતિ નહીં...● કંકુ ડોશી કોરોનાથી બી ગ્યા હોય ને એમાં એને કોક કહે કે આમાં નાસ લેવા ને ઉકાળા પીવા બોવ સારા . પછી કંકુ ડોશી જે ઉકાળા ચાલુ કરે , સૂંઠ વાળા દુધ પીવે , પાંચ-છ વાર નાસ લે ને જાત જાતના ઓસડીયા કરે અને આખા ઘરને કરાવે પછી થાય એવું કે કંકુ ડોશીને આ ઓસડીયાની ગરમી નીકળે ને એની દવા કરવા હોસ્પિટલ જાવું પડે . તો આને કહેવાય અતિ ની ગતિ નહીં...■ અર્થ : - કોઈ પણ કામ એક યોગ્ય માત્રાથી વધુ કરવુ હિતાવહ નથી...(2) પોથીના રીંગણાં...● તોફાની ટીન્યો કોઈક પાસેથી સાંભળી આયવો હોય ...વધુ વાંચો

6

ગુજરાતી કહેવતો અને તેનો અર્થ-ગમ્મત સાથે - 6

(1) અવળા ગણેશ બેસવા...● ભીખુએ નવી સવી ઝેરોક્ષ & લેમીનેશનની દુકાન કરી હોય . બધી તૈયારીઓ જોરશોરથી થઈ ગઈ . મશીનો દુકાનમાં ગોઠવાઈ ગયા હોય . સગા વ્હાલા , દોસ્ત મિત્રોને ઉદ્ઘાટન ના કાર્ડ અપાય ગયા હોય . ને બરાબર ઉદ્ઘાટન ના દિવસે સવારે જ નજીકના સબસ્ટેશન મા ધડાકો થાય ને આખો દિવસ પાવર ન આવે . ભીખુ આખા દિવસમાં એક ઝેરોક્ષ કાઢી ન શકે અને એકાદ બે પેન વેચીને દિવસ નીકળે . ઉપરથી ઉદ્ઘાટન મા આવેલા મહેમાનોને નાસ્તા કરાવવા પડે એ તો જુદા આને કહેવાય અવળા ગણેશ બેસવા .■ અર્થ : - કોઈ કામમાં શરૂઆતથી જ વિઘ્ન આવવું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો