નામે : સર્પ ટાપુલેખક : પરિક્ષીત સુતરીયાસ્ટોરી : નવલકથાતારીખ : 25 માર્ચ 2021કાન માંથી ઠંડા પવન ના સુસવાટા મારી રહ્યા હતા આજુ બાજુ પાણી સિવાય કશું દેખાતું ન હતું કાને બોટ નો અવાજ અને દરિયા માંથી અજીબ અવાજ નજરે પડતો હતો. (ઓ..ઉ...ઓ...ઉ..) ત્યાં એક અવાજ સંભળાયો એન્ટોનિયો અહીંયા શુ ઉભો છે ચાલ અંદર તારી રાહ જોઈએ છીયે. આ ડેનિયલ હતો જે જહાજ ની અંદર નકશો, નાની નાની બોટલો વગેરે ભરી રહ્યો હતો અને હું એન્ટોનિયો જહાજ ના કિનારા પર ઉભો દરિયાઈ વાતાવરણ માં ખોવાઈ ગયો હતો. હું ડેનિયલ સાથે જહાજ માં નીચે ગયો ત્યાં મારિયા અને ફિલિપ બન્ને બેગ પેક

Full Novel

1

સર્પ ટાપુ

નામ : સર્પ ટાપુ લેખક : પરિક્ષીત સુતરીયા સ્ટોરી : બ્રાઝીલ માં આવેલા સર્પ ટાપુ પર રિચર્ચ માટે જતા ચાર સાથીઓ સાહસકથા. તારીખ : 25 માર્ચ 2021 ...વધુ વાંચો

2

સર્પ ટાપુ - 2

અમે જેવા લાઈટ હાઉસ માં દાખલ થયા કે સાપો ની સ્મેલ આવવા લાગી.. હા અમે સાપો ની સ્મેલ ને સકતા હતા. ડેનિયલે લાઈટ ઉપર કરી તો ઉપર સાપો લટકેલા હતા ત્યાં સામે ની બાજુ એક બોર્ડ હતું જેમાં લાઈટ હાઉસ વિશે લખ્યું હતું કે લાઈટ હાઉસ નું નિર્માણ ૧૮૪૨ માં કરવામાં આવ્યું હતું અને આ ૧૨ મિટર ઊંચા લાઈટહાઉસ પરથી આખા ટાપુ નો નજરો જોવા મળતો હતો. લગભગ અંદર ચાર સાપ હતા બહાર થી પીળા કલર ના અને સૌથી ખતરનાક સાપો માં ના એક ગોલ્ડન લાન્સહેડ !! સર્પ ટાપુ પર ગોલ્ડન લાન્સહેડ નો દબદબો હતો જ્યાં નજર કરો ત્યાં ...વધુ વાંચો

3

સર્પ ટાપુ - 3

બધું પત્યાં પછી ચારેય સાપો પર id લગાવી પાછા ટાપુ પર છોડી દીધા. મારિયા એ કહ્યું આપણું કામ તો ગયું ચાલો હવે જઇયે અહીંયા ઘણો ખતરો છે આ સાપ ના કરડવા થી કલાક માં કામ તમામ થઈ જશે... મેં કહ્યું ના હજુ ઘણું બધું રિચર્ચ કરવાનું બાકી છે.. મારે હજુ ઊંડાણ માં માહિતી જોઈતી હતી કે આ ગોલ્ડન લાન્સહેડ નો ખોરાક શુ હતો ? આટલી બધી સંખ્યા માં તે જીવી કેવી રીતે શકે ? અમે આખી રાત જહાજ માં વિતાવી અચાનક જહાજ માં કશુંક ટકરાયા નો અવાજ આવ્યો એટલે અમે બધા જાગી ગયા. મારી બાજુમાં ફિલિપ હલકા નસકોરા બોલાવતો ...વધુ વાંચો

4

સર્પ ટાપુ - 4

હું ને મારિયા બન્ને ફરી ટાપુ પર જવા નીકળી પડ્યા અમે ફરી લાઈટહાઉસ તરફ ગયા ત્યાં પહોંચી અમે ફરી સાપ શોધવાનું ચાલુ કર્યું કમનસીબે ત્યાં એક પણ સાપ નહોતો લગભગ બપોર થવા આવી હતી માથે વાદળછાયું વાતાવરણ હતું મોટાભાગે વહેલી સવારે અને રાત ના સમયે ખોરાક ની શોધ માં બહાર નીકળતા હોય છે અને ઉનાળા ની ગરમી માં દિવસે દર્શન આપે !! અમે લાઈટહાઉસ થી ઉત્તર તરફ ઝોળી લઈ નીકળી પડ્યા હાથ માં લાકડી અને ખભે ટીંગાવેલું લેધર નું બેગ જેમાં સાપ નું સાઈઝ માપવા માટે ની ટેપપટ્ટી જરૂરી એન્ટી વેનોમ અને બીજું પરચુરણ સાથે જ રાખતા. અમે ગોલ્ડન ...વધુ વાંચો

5

સર્પ ટાપુ - 5 - છેલ્લો ભાગ

મેં પાછળ ફરી ને જોયુ તો તે ઝાડ નજીક ઉભી હતી અને ગોલ્ડન લાન્સેહેડ તેના ખભા ના ભાગ પરથી આવી રહ્યો હતો ...મારી તો ફાટી ને લાલ થઈ ગયી કેમ કે આ ગોલ્ડન લાન્સેહેડ હતો ના કે દરિયાઈ સાપ !! આના કરડ્યા પછી બચવું લગભગ ના બરાબર કહી શકાય ...!! સાપ ધીમે ધીમે મારિયા ના ખભા પરથી નીચે ઉતરી રહ્યો હતો મારા નજર મારિયા ની આંખ માંથી નાનું ચમકતું આંસુ પર પડી તે એકદમ ડરી ગયી હતી મેં મારા મોઢા પર આંગળી મૂકી મારિયા ને ઈશારો કર્યો કે હલીશ નહિ ચૂપચાપ સાપ ને જતો રહેવા દે.હળવેકથી સાપ પગ પરથી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો