ઉર્વી એ એક ટોપ હાઈ ક્લાસ પરિવારની દિકરી છે. ખૂબ જ શ્રીમંત પરિવારમાં પરંતુ સંસ્કારો સાથે તેનો ઉછેર થાય છે. પિતા નચિકેત ભાઈ અને માતા નિશિતા બહેન ની તે એક માત્ર દિકરી છે. શહેરની શ્રેષ્ઠ શાળામાં તે અભ્યાસ કરે છે. આજે સ્કૂલે એક ખાસ લેક્ચર નું આયોજન થયેલું હતું. જેનો વિષય હતો પંચતત્ત્વ એટલે કે પ્રકૃતિ ના મૂળભૂત પાંચ તત્ત્વો કે જેના વગર આપણું જીવન અધુરુ... પણ આ સર શું કહી રહ્યા હતા...!!!! કંઈ સમજાતું નથી...!!! ઉર્વી: દિયા, આજે આ શું કીધું જોષી સરે...??? આપણી અંદર પંચ તત્ત્વો...??? અને એને જાગૃત કરી શકાય...??? મને તો આ બધું એક મજાક લાગે છે....

Full Novel

1

પંચતત્ત્વ - (1) - જળ

ઉર્વી એ એક ટોપ હાઈ ક્લાસ પરિવારની દિકરી છે. ખૂબ જ શ્રીમંત પરિવારમાં પરંતુ સંસ્કારો સાથે તેનો ઉછેર થાય પિતા નચિકેત ભાઈ અને માતા નિશિતા બહેન ની તે એક માત્ર દિકરી છે. શહેરની શ્રેષ્ઠ શાળામાં તે અભ્યાસ કરે છે. આજે સ્કૂલે એક ખાસ લેક્ચર નું આયોજન થયેલું હતું. જેનો વિષય હતો પંચતત્ત્વ એટલે કે પ્રકૃતિ ના મૂળભૂત પાંચ તત્ત્વો કે જેના વગર આપણું જીવન અધુરુ... પણ આ સર શું કહી રહ્યા હતા...!!!! કંઈ સમજાતું નથી...!!! ઉર્વી: દિયા, આજે આ શું કીધું જોષી સરે...??? આપણી અંદર પંચ તત્ત્વો...??? અને એને જાગૃત કરી શકાય...??? મને તો આ બધું ...વધુ વાંચો

2

પંચતત્ત્વ - (2) - પૃથ્વી

ઉર્વી આજ સવારથી જ ખૂબ ઘબરાયેલી હતી... કોઈને કંઈ કહી શકતી ન હતી... આજ તો સ્કૂલે જવા પણ ઈચ્છતી હતી પણ તેની મમ્મી ને ખબર હતી કે આજે ઉર્વીની યુનિટ ટેસ્ટ છે એટલે તે ઉર્વીને જવા માટે આગ્રહ કરી રહ્યા હતા. મનેકમને ઉર્વી શાળાએ ગઈ... ટેસ્ટ પણ ભરી અને ચૂપચાપ ઘરે આવી કંઈ જ વધુ વાતો કર્યા વગર તેના રૂમ માં ચાલી ગઈ ... એ પછી બે દિવસ એ શાળા એ જ ન ગઈ.... નિશિતા બહેન ખૂબ ચિંતા કરતાં હતાં કે ઉર્વી ને થયું શું...!!! પણ તેઓ કઈ જાણી ના શક્યા... સાંજે ઉર્વીના પપ્પા ઘરે આવ્યા... ત્યારે ...વધુ વાંચો

3

પંચતત્ત્વ - (3) - અગ્નિ

ઉર્વી હવે કૉલેજમાં આવી ગઈ હતી. આમ તો તે તેના માતા- પિતા ની એકની એક દીકરી હતી. તેને ભાઈ બહેન ના હતા. પરંતુ તેના પડોશી કંચનબેનના દિકરા કૌશલને તે ભાઈ ગણતી. કૌશલ ને એક સગી બહેન પણ હતી. પરંતુ કૌશલ ઉર્વી ને સગી બહેન કરતાં વિશેષ ગણતો. બંને સાથે એક જ કૉલેજ માં અભ્યાસ કરતાં હતા. કોલેજમાં આવવા જવાનું સાથે જ થતું. ઉર્વી ના મમ્મી પપ્પા ને કૌશલ પર સંપૂર્ણ ભરોસો હતો. કૌશલ હતો પણ એવો જ. સ્વભાવે એકદમ શાંત અને તેની ઉંમર કરતાં ઘણો વધુ પરિપક્વ... ઉર્વી નું તે કૉલેજ માં પણ ખૂબ ધ્યાન રાખતો. ધ્યાન ...વધુ વાંચો

4

પંચતત્ત્વ - (4) - આકાશ

ઉર્વી હવે પહેલાં કરતાં સ્વસ્થ હતી પરંતુ તેમ છતાં ડોક્ટરે તેને વધુ દોડભાગ કરવાની ના કહી હતી. માત્ર એક કિડની હોવાથી શરીર નું થોડું વધુ ધ્યાન રાખવા જણાવેલ. હવે કૉલેજ માં અને અન્ય પરિવારમાં ઉર્વી ના ઑપરેશન વિશે સમાચાર ફેલાવા લાગ્યા. બધા ખબર પૂછવા આવવા લાગ્યા. ઉર્વી ની ખાસ ફ્રેન્ડ દિયા કે જે સ્કૂલ થી તેની સાથે જ હતી તેને આ કંઈ વાત ની જાણ ન હતી. તે દિવસોમાં જ દિયાની સગાઈ હતી એટલે કોઈએ તેને કંઈ ન કહેવું જ હિતાવહ સમજયું. ઉલટું તે તો ઉર્વી અને કૌશલ બંને થી નારાજ હતી કે તેઓ તેની સગાઈ માં ...વધુ વાંચો

5

પંચતત્ત્વ - (5) - વાયુ

આજે સવારથી જ નચિકેત ભાઈ ખૂબ ખુશ જણાતા હતા. આજે તેમણે પોતાની ઓફિસ પર પોતે નહિ આવી શકે ફોન પણ કરી દીધો અને તેમની સેક્રેટરી ને બધી જ મિટિંગ કેન્સલ કરવા જણાવી દીધું. નીશિતા બહેન ને ખૂબ આશ્ચર્ય થયું કેમકે આવું પહેલી વાર બન્યું હતું. નચિકેત ભાઈ ઓફિસ પર જાય નહિ અને બધી મિટિંગ કેન્સલ કરે તેવું તો તેમની તબિયત સારી ન હોઈ તો પણ ના બનતું. નચિકેત ભાઈ: નીશિતા, ઉર્વી.... ચાલો ફટાફટ તૈયાર થઈ જાઓ... ઉર્વી: અરે પપ્પા પણ કંઈ બાજુ જઈએ છે એ તો કહો!! મારે આજે ચેસ ની પ્રેક્ટિસ મેચ માં જવાનું છે. શક્ય ...વધુ વાંચો

6

પંચતત્ત્વ - અંતિમ ભાગ

ઉર્વી હવે પંચતત્ત્વોયુક્ત સંપૂર્ણ પરિપક્વ થઈ ગઈ હતી. તેના ચહેરા પર એક અનોખું તેજ ચમકી રહ્યું હતું. પાર્ટી ના દિવસે જ ઉર્વી એ તેના હાથ નીચે કામ કરતાં માણસોને પોતાના હાઇસ્કૂલના એ જોષી સર કે જેણે તે સમયે શાળામાં વિશેષ લેક્ચર દ્વારા પંચ તત્ત્વો જાગૃત કરી શકાય તેની સમજ આપી હતી તેના વિશે માહિતી મેળવી લાવવા કહ્યું.સાંજ પડ્યે જ જોષી સર વિશે માહિતી મળી ગઈ. હાલ તે નિવૃત્ત જીવન જીવતા હતા. તેના શહેરમાં જ હજુ પણ રહેતાં હતા. અક્ષિત ને જાણ કરી મળેલા ઘરના સરનામે તે સાંજે જ ઉર્વી જોષી સરને મળવા પહોંચી ગઈ. ઉર્વીને જોઈને જોષી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો