રઘુવીર સોસાયટી ના કોમન પ્લોટમાં મોટો મંડપ બંધાઇ રહ્યો હતો.લોકોનું ટોળું જોવા ભેગું થયું હતું.અંદરના ભાગમાં મોટું સ્ટેજ બનાવવામાં આવી રહ્યું હતું. સ્ટેજથી દસ ફૂટ જગ્યા છોડીને પછી ખુરશીઓ ગોઠવાઇ રહી હતી.કોમન પ્લોટ વિશાળ હતો એટલે આશરે ચારસો ખુરશીઓ આવી શકે એમ હતી.સોસાયટીના લોકો ભેગા થયા હતા.સોસાયટી પણ મોટી હતી.ચાર બ્લોકમાં પથરાયેલી સોસાયટીમાં લગભગ બસો જેટલા રો હાઉસ હતા.

નવા એપિસોડ્સ : : Every Saturday

1

કોમન પ્લોટ - 1

વાર્તા- કૉમનપ્લોટ-1 લેખક- જયેશ એલ.સોની.ઊંઝા મો.નં.9601755643 રઘુવીર સોસાયટી ના કોમન પ્લોટમાં મોટો મંડપ બંધાઇ રહ્યો હતો.લોકોનું ટોળું જોવા ભેગું થયું હતું.અંદરના ભાગમાં મોટું સ્ટેજ બનાવવામાં આવી રહ્યું હતું. સ્ટેજથી દસ ફૂટ જગ્યા છોડીને પછી ખુરશીઓ ગોઠવાઇ રહી હતી.કોમન પ્લોટ વિશાળ હતો એટલે આશરે ચારસો ખુરશીઓ આવી શકે એમ હતી.સોસાયટીના લોકો ભેગા થયા હતા.સોસાયટી પણ મોટી હતી.ચાર બ્લોકમાં પથરાયેલી સોસાયટીમાં લગભગ બસો જેટલા રો હાઉસ હતા. ઉનાળાનું વેકેશન પડી ગયું હતું.એપ્રિલ મહિના ...વધુ વાંચો

2

કોમન પ્લોટ - 2

વાર્તા- કોમન પ્લોટ (2) લેખક- જયેશ એલ.સોની- ઊંઝા મો.નં.9601755643 બપોરના બાર વાગ્યા હતા.હજીતો રતનભાઇએ પહેલો કોળિયો મોઢામાં મુક્યો હતો ત્યાં તો નોકર કહેવા આવ્યો કે સોસાયટીના એક વડીલ આપને મળવા આવ્યા છે.રતનભાઇએ તેમને અંદર લાવવા કહ્યું.વડીલ અંદર આવ્યા.રતનભાઇએ જોયું તો તેમનો ચહેરો ઉદાસ અને તણાવગ્રસ્ત હતો.વડીલે રતનભાઇને નમસ્તે કર્યુ અને કહ્યું કે તમે શાંતિ થી જમી લો.મારે ઉતાવળ નથી હું તો નિવૃત છું. ...વધુ વાંચો

3

કોમન પ્લોટ - 3

વાર્તા- કોમન પ્લોટ-3 લેખક- જયેશ એલ.સોની- ઊંઝા મો.નં.9601755643 આજે રવિવારે સવારે રતનભાઇ અને એમના કલાકારો મિની લકઝરીમાં ક્યાંક જઇ રહ્યા હતા.કોમનપ્લોટ આગળ બ્લેકબોર્ડ માં લખેલું હતું કે આજે જરૂરી કામે બધા બહાર જઇ રહ્યા હોવાથી આજનો શો બંધ રહેશે. કોમનપ્લોટની બાજુના બે બંગલામાં કલાકારોને ઉતારો આપવામાં આવ્યો હતો.સ્ત્રી કલાકારો અને પુરૂષ કલાકારો માટે અલગ બંગલા રાખ્યા હતા.લોકોમાં ચર્ચા હતીકે કેટલા ઊંચા ગજાના અને દેખાવે રૂડા રૂપાળા કલાકારો છે જે ફિલ્મી દુનિયામાં પણ શોભે એવા છે.અનુપમા અને મનોરમા, અભિષેક અને તપન આ કલાકારો તો એટલા દેખાવડા હતાકે રતનલાલ આ ચાર કલાકારોને તો લોકોની નજરે ખાસ ચડવા દેતા નહોતા.અનુપમા ...વધુ વાંચો

4

કોમન પ્લોટ - 4

વાર્તા- કોમનપ્લોટ-4 લેખક- જયેશ એલ.સોની.ઊંઝા મો.નં.9601755643 રઘુવીર સોસાયટીના વાતાવરણમાં પ્રાણ પુરાયો હતો.નાટક કલામંદિરના સંચાલક રતનલાલે ફક્ત ત્રણ નાટક રજુ કરીને પ્રેક્ષકોનાં દિલ જીતી લીધાં હતાં.સોસાયટીના રહીશો ક્યારે રાત પડેને નાટક જોવા જઇએ એવી ઉત્કંઠા થી રાહ જોતા થઇ ગયા હતા.રતનલાલ સંચાલક નાટકો દ્વારા સમાજસુધારણા જ કરી રહ્યા હતા. આજે બ્લેકબોર્ડ ઉપર લખ્યું હતું કે આજે અમે ઉત્તમ નાટક ' શ્રદ્ધા ' રજૂ કરવાના છીએ.આ નાટક જોઇને ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ મળી જશે.માટે આજનું નાટક જોવાનું કોઇ ચૂકશો નહીં. પ્રેક્ષકો ખુરશીઓમાં ગોઠવાઇ રહ્યા હતા.સ્પીકર ઉપર આદ્યશક્તિ ની આરતી વાગી રહી હતી.સ્ટેજ ઉપર રંગબેરંગી ...વધુ વાંચો

5

કોમન પ્લોટ - 5

વાર્તા- કોમન પ્લોટ-5 લેખક- જયેશ એલ.સોની.ઊંઝા મો.નં.9601755643 રઘુવીર સોસાયટીના રહીશો વેકેશનમાં સુંદર સામાજિક નાટકોનો રસાસ્વાદ માણી રહ્યા હતા.રતનલાલ સંચાલકે એક પછી એક ચડિયાતા સામાજિક નાટકો રજુ કરીને લોકોને પ્રેમ જીતી લીધો હતો.વડીલોતો‌ ઠીક પણ નવી પેઢી નાટકોમાં રસ લઇ રહી હતી.કયારે સાંજ પડે અને પોતપોતાની ખુરશીઓમાં ગોઠવાઇ જઇએ એવો બધાને રસ‌ પડી ગયો હતો. દિવસ દરમિયાન કોઇ રતનલાલ ને મળવા માગતું હોયતો તેઓ મળતા.કોઇ સામાજિક પ્રશ્નો ની ચર્ચા કરતા.પણ એમનો કોઇ કલાકાર દિવસ દરમિયાન કોઇને જોવા ના મળતો.કોઇ એમને આ બાબતે પૂછતું તો એમનો જવાબ એવો રહેતો કે જે કલાકારો રોજ અલગ અલગ ભૂમિકાઓ ભજવતા હોય એ લોકો જો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો