ત્રીજા માળની એ બારી

(22)
  • 6.7k
  • 1
  • 2.2k

વ્હેલી સવારનો સુરજ ધીમે ધીમે માથે ચડી રહ્યો હતો. આ શહેરમાંમાં આજે પહેલો દિવસ હતો. આ મોટું શહેર... હા, આ શહેર એટલે મોટું લાગે છે કેમ કે અહીંયા મારુ પોતાનું કહેવાઈ એવું કોઈ નહતું. મારા મિત્રો, મારો પરિવાર અને મારા જુના કલીગ્સ બધું બીજે હતું. પણ અહીંયા મારી સાથે હતું તો એકમાત્ર સપનું... કમાવાનું... તમને લાગશે કે આ સપનું... પણ હા... આ જ સપનું...

Full Novel

1

ત્રીજા માળની એ બારી - 1

વ્હેલી સવારનો સુરજ ધીમે ધીમે માથે ચડી રહ્યો હતો. આ શહેરમાંમાં આજે પહેલો દિવસ હતો. આ મોટું શહેર... હા, શહેર એટલે મોટું લાગે છે કેમ કે અહીંયા મારુ પોતાનું કહેવાઈ એવું કોઈ નહતું. મારા મિત્રો, મારો પરિવાર અને મારા જુના કલીગ્સ બધું બીજે હતું. પણ અહીંયા મારી સાથે હતું તો એકમાત્ર સપનું... કમાવાનું... તમને લાગશે કે આ સપનું... પણ હા... આ જ સપનું... કમાવવું જરૂરિયાત હોઈ છે. પણ એક સમયે જયારે જવાબદારી એનું તાંડવઃ દેખાડે ત્યારે કદાચ આ જ સપનું બની જતું હોય છે. આ શહેર પણ મારા એ જ સપનાનો એક ભાગ હતું. મારે કશુંક એવું કરવું હતું ...વધુ વાંચો

2

ત્રીજા માળની એ બારી - 2

લાંબા છુટા વાળ કોઈ ટોવેલથી ઝાટકી રહ્યું હતું. મારી નજર ત્યાં સ્થિર થઈ ગઈ. મને ફક્ત એનું કમર સુધીનું દેખાતું હતું. પણ એ છોકરીને જોઈને મારી આંખો પોહળી થઈ ગઈ હતી. મને એ ચેહરો સ્પષ્ટ નહતો દેખાતો પણ એ છતાંય એ સૌંદર્ય મને એ તરફ ખેંચી રહ્યું હતું. મેં એલાર્મ મુકેલો એ વાગ્યો અને મેં ફટાફટ શુઝ પહેરીને ગળામાં ટાઈ નાખી. ત્રીજા માળની બારીએ જોવા અંતે ફરી એક વાર મન લલચાઈ ગયું. પણ હવે વધારે મોડું થાય એ પેહલા મેં બહારના દરવાજા તરફ પ્રયાણ કર્યું અને બહાર નીકળતા પેહલા ફરી મેં બાલ્કની ખોલીને એ તરફ એક વાર જોઈ લીધું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો