કેટલીક ગઝલ ને કાવ્યો રજૂ કરું છું.. આશા છે આપને પસંદ આવશે. મહેકાઇ જવું છે❤️ અડાબીડ વનમાં તે શું કામ જવું? આશ્લેષમાં તારી ખોવાઈ જવું છે. ઊંડા મહેરામણમાં શું કામ તરવું? આંખોમાં જ તારી સમાઈ જવું છે. કિંમત ના આંકશો મુજ પ્રીત તણી વિના મૂલ્યે મારે વહેંચાઈ જવું છે. હો મંજૂર તને જો વગર શ્યાંહીએ તારા રોમરોમ મહી લખાઈ જવું છે. ઊણપ નહિ રહે નયનને કાજળની તુજ નજરથી બસ અંજાઈ જવું છે. કરી લઈએ વિનિમય હરેક શ્વાસની શ્વાસે શ્વાસમાં મારે મહેકાઈ જવું છે. - વેગડા અંજના એ.
નવા એપિસોડ્સ : : Every Wednesday
શબ્દ પુષ્પ - 1
કેટલીક ગઝલ ને કાવ્યો રજૂ કરું છું.. આશા છે આપને પસંદ આવશે.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ❤️મહેકાઇ જવું છે❤️ અડાબીડ વનમાં તે શું કામ જવું? આશ્લેષમાં તારી ખોવાઈ જવું છે. ઊંડા મહેરામણમાં શું કામ તરવું? આંખોમાં જ તારી સમાઈ જવું છે. કિંમત ના આંકશો મુજ પ્રીત તણી વિના મૂલ્યે મારે વહેંચાઈ જવું છે. હો મંજૂર તને જો વગર શ્યાંહીએ તારા રોમરોમ મહી લખાઈ જવું છે. ઊણપ નહિ રહે નયનને કાજળની તુજ નજરથી બસ અંજાઈ જવું છે. કરી લઈએ વિનિમય હરેક શ્વાસની શ્વાસે શ્વાસમાં મારે મહેકાઈ જવું છે. - વેગડા અંજના એ.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ...વધુ વાંચો
શબ્દ પુષ્પ - 2
સમાવ્યો હતો સાગર સ્વપ્ન સમો નયન મહી મોજા સંગ તણાઈ જવાના ક્યાં ખબર હતી! ભટક્યા કર્યું નગર નગર હસ્તે લખી કે શોધતાં ખોવાઈ જવાના ક્યાં ખબર હતી! વહાવ્યાં સ્ત્રોતો ભીતર સ્નેહનાં ખોબા ભરી ઝરણાઓ સુકાઈ જવાના ક્યાં ખબર હતી! મનાવ્યા કર્યું અંતર દિલાસાનાં શબ્દો થકી ઇશ્કમાં છેતરાઈ જવાના ક્યાં ખબર હતી! નિભાવ્યા મેં સગપણ સઘળી કિંમત ચૂકવી સબંધો જ વહેંચાઈ જવાના ક્યાં ખબર હતી! નીકળ્યાં હતા સુંદર સફરનાં વ્હેમમાં 'અંજુ ' એ જ રસ્તે લૂંટાઈ જવાના ક્યાં ખબર હતી! - વેગડા અંજના એ.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ...વધુ વાંચો
શબ્દ પુષ્પ - ૩
❤️❤️???❤️❤️???❤️❤️??? ઝંખના મારી... બનીને ધારા વહી જાય એવું કર ગણીને થોડી રહી જાય એવું કર. કહેવામાં નથી કોઇનાં આ વાત અંતરમાં વસી જાય એવું કર. રહેશે સળગતી તો ઘણુંય બાળશે કાળજે અગ્ન સમી જાય એવું કર. સદીઓ સમી લાગે પળો મને તો, વેળા કપરી સરી જાય એવું કર. રહી શકાય બેચેન કહો ક્યાં લગી, ઐષણા મારી ફળી જાય એવું કર. રહેશે જીવિત તો મનેય મારશે ઝંખના મારી મરી જાય એવું કર. - વેગડા અંજના એ. ❤️❤️❤️??❤️❤️❤️??❤️❤️❤️❤️❤️ તડપવા જોઈએ રગેરગમાં ઘોળાય જવું છે, શ્વાસો હવે પમરવાં જોઈએ. યાદો મહી ...વધુ વાંચો
શબ્દ પુષ્પ - 4
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️દિલે કબર રાખું છું... સપના અને પાંપણની વચ્ચે જરા અંતર રાખું છું કલ્પનાની જાણ નહીં હકીકત ની ખબર રાખું એકલતાના થર ચડ્યા જો અંતરની આસપાસ વ્યથાઓ ભૂલી જઈ મહેફિલની અસર રાખું છું. માંડો જો હિસાબ ચોખ્ખો શૂન્યતા હાથ લાગે સબંધોમાં ખોટ ખાઈ સરવાળે સરભર રાખું છું. મુજ પ્રત્યે દિલબરનું છો રહ્યું હોય કઠોર વલણ એના પ્રતિ આજે પણ પ્રણયની નજર રાખું છું. એમને ના આવવો જોઈએ મારા દર્દનો ચિતાર છુપાવી શકાય જ્યાં એક ખૂણો અંદર રાખું છું. સુંદર સપના રૂપાળી ઝંખના સૌ મરી પરવાર્યા દફન કરવાને લાશો સઘળી દિલે કબર રાખું છું. - વેગડા અંજના એ.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ઇચ્છું છું.. ...વધુ વાંચો
શબ્દ પુષ્પ - 5
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ લખો... લઈને કલમ હાથમાં કાગળ લખો, કર્યું સંબોધન હવે આગળ લખો. પાથરી અક્ષરો આખું પાનું લખો, રહેશે તો થોડું પાછળ લખો. અંબાર નભ તણા ભૂમિના ભંડાર, યાદમાં એમની જરી વાદળ લખો. પ્રણયની વાવણી પ્રીતની છાવણી, નેનમાં ભરી લાગણી કાજળ લખો. બેચેન હું દિલે હ્રદયે વ્યાકુળ લખો, પાંપણે ભીનાશ જરા ઝાકળ લખો. છેલ્લાં બસ એના ક્ષેમકૂશળ લખો, શકે તો મુલાકાતના અંજળ લખો. - વેગડા અંજના એ. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️જીવન પુષ્પ... હિંમત નથી રહી આગળ જવાનીઅને પાછા પણ ફરી શકાય નહિ. જીવ ગૂંગળાય છે અંદર જ અંદરઅને શ્વાસ પણ ભરી શકાય નહિ. એમને મળવા અહી સુધી આવ્યાંછે સમક્ષ પણ મળી શકાય ...વધુ વાંચો
શબ્દ પુષ્પ - 6
જોયા કરું છું...એ મને જોવે હું એને જોયા કરું છુ આંખમાં એની હું ખુદને ખોયા કરું છું. ઝળઝળીયાં જોઇને દર્પણની ડૂસકે ને ડૂસકે ખુદ રોયા કરું છું. છેક તળિયે લીલ બાઝી છે યાદની કાંકરી ચાળો કરીને ડોયા કરું છું. પાંપણે ચિતરેલ ઝાંકળ ને લૂંછવા આંસુઓથી આંસુઓને ધોયા કરું છું. કે કહી ના દે ચહેરો હાલ દિલનો આંસુ એ મારા હું એના લોહ્યા કરું છું. - વેગડા અંજના એ. વહી ગઈ છું.... સમયનાં વહેણે વહી ગઈ છું હવે થોડી શેષ રહી ગઈ છું. નિશાની છોડી ...વધુ વાંચો