કારતક માસ દરમિયાન વર્ષના પ્રારંભે જ મકાન બદલી નાખ્યું. અને નવા મકાનમાં રહેવા આવી ગયા હતા. બે માળનું મકાન હતું. જેમાં ઉપરના માળે મકાન માલિક પોતે રહેતા હતા. નીચેના માળે બે રૂમ રસોડાનો મકાન હતું. જે મકાનના નીચેના બારી-બારણાંમાંથી આજુબાજુના નાના છાપરાવાળા મકાનો તેમ જ સામેનું ખુલ્લું ચોગાન નજરે પડતું હતું. મકાનના ઉપરના માળે રહેતા મકાનમાલિક અજય શર્મા જેઓ રાજસ્થાનના વતની હતા, તેઓ પત્ની અને ત્રણ બાળકો સાથે રહેતા હતા. અજય શર્મા સરકારી કચેરીમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે કામ કરતા હતા. તેમની પત્ની શ્યામવર્ણી અંજલી બહુ જ ખુલ્લા દિલની હસમુખી હતી. ત્રણ બાળકો મકાન ની નજીકની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા.

Full Novel

1

રહસ્ય-પ્રકરણ-૧

રહસ્ય.....(SECRET) ​પ્રકરણ-૧ કારતક માસ દરમિયાન વર્ષના પ્રારંભે જ મકાન બદલી નાખ્યું. અને નવા મકાનમાં રહેવા આવી ગયા હતા. બે માળનું મકાન હતું. જેમાં ઉપરના માળે મકાન માલિક પોતે રહેતા હતા. નીચેના માળે બે રૂમ રસોડાનો મકાન હતું. જે મકાનના નીચેના બારી-બારણાંમાંથી આજુબાજુના નાના છાપરાવાળા મકાનો તેમ જ સામેનું ખુલ્લું ચોગાન નજરે પડતું હતું. મકાનના ઉપરના માળે રહેતા મકાનમાલિક અજય શર્મા જેઓ રાજસ્થાનના વતની હતા, તેઓ પત્ની અને ત્રણ બાળકો સાથે રહેતા હતા. અજય શર્મા સરકારી કચેરીમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે કામ કરતા હતા. તેમની પત્ની શ્યામવર્ણી અંજલી બહુ જ ખુલ્લા દિલની હસમુખી હતી. ત્રણ બાળકો મકાન ની નજીકની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા. જ્યારે હું મકાન ભાડે રાખવા માટે મકાનની તપાસ કરવા આવેલ ત્યારે મકાન બતાવનાર દલાલની સાથે પ્રથમ વખત આવેલ તે સમયે મારી ...વધુ વાંચો

2

રહસ્ય-પ્રકરણ-૨

રહસ્ય.....(SECRET) ​પ્રકરણ-૨ આ નવા મકાનમાં રહેવા આવ્યા બાદ થોડા દિવસો વીતવા લાગ્યા હતા. આ દરમિયાન મારા અંતરમાં તરફ કંઈક વધુ આકર્ષણ થઈ રહ્યું હતું. અંજલી વયસ્ક હતી, ત્રણ બાળકોની માતા હતી, આમ છતાં તેના તરફ આકર્ષણ હતુ તે સ્વભાવિક હતું. આમ છતાં તે સ્વીકાર કરવા હું અંદરથી તૈયાર ન હતો. ત્રણ બાળકોની માતા બન્યા બાદ પણ તેનામાં સુરભી કરતાં વિશેષ આકર્ષણ હતું. તેની શ્યામવર્ણી સુરેખ કાયા, મંદ-મંદ તેનું હાસ્ય, આ બધુ નિરખતો તેની તરફ લક્ષ્ય આપતો હતો. પરંતુ અંદરથી મને હુંગુનેગાર છું તેવું થતું હતું. કોઈક સમયે તો એવો વિચાર મનમાં આવતાં ચમકી પણ જતો, કે કોઈ દિવસ સુરભી ઘરમાં નહી હોય ને એકદમ અંજલી મારા મકાનમાં આવી જશે, બારી દરવાજો બંધ કરી દેશે, સંધ્યાકાળનો સમય હશે- આવા ...વધુ વાંચો

3

રહસ્ય-પ્રકરણ-૩

રહસ્ય.....(SECRET) ​પ્રકરણ-૩ આમ જ આ મકાનમાં રહેવા આવે એક-બે નહિ પણ છ માસ જેવો સમય પૂરો થવા અને અંજલિએ મારા મનમાં સખત એના વિચારોથી મને જકડી દીધો હતો. રાત-દિવસ તેના વિચારો આવ્યા કરતા હતા. મારા ઘરમાં આવવા જવાના સમયે તેનું ગેલેરીમાં ઉભા રહેવું અને મને જોતા રહેવું એમ તેનો ચહેરો વાંચતા મને પણ સતત એમ થયા કરતું હતું કે અંજલી મારી સાથે વાત કરવાની તક શોધ્યા કરતી હોય તે હું સમજી શકતો હતો. રજાના દિવસ દરમિયાન હું ઘરે હોઉ ત્યારે તે તેના ઘરમાંથી નીચે ઉતરે ત્યારે કોઈને કોઈ બહાને હું તેની આંખોમાં મને એકાંતમાં મળવાની તેની ઈચ્છાને તેની આકાંક્ષાને જોતો હતો. સુરભી ઘરમાં આખો દિવસ રહેતી હતી. અને અંજલિ ને પણ ઘરમાં તમામ કામનો અને તેના બાળકોને કારણે સમય મળતો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો