વાંચક મિત્રો , ‘પેલે પાર’ અને ‘મેલું પછેડું’ ની સફળતા અને આપના સકારાત્મક પ્રતિભાવ માટે આપ સર્વે વાંચકોનો દિલથી આભાર માનું છું . આપ સમક્ષ ફરી એક નવા કથાપટ સાથે હાજર થઈ છું , આશા છે આપને આ લઘુ નવલકથા પસંદ આવશે . આપના પ્રતિભાવોની અપેક્ષા સહ આપ સમક્ષ આજથી ‘ગમાર’ ભાગ ૧ રજૂ કરૂં છું.

Full Novel

1

ગમાર - ભાગ ૧

વાંચક મિત્રો , ‘પેલે પાર’ અને ‘મેલું પછેડું’ ની સફળતા અને આપના સકારાત્મક પ્રતિભાવ માટે આપ સર્વે વાંચકોનો દિલથી આભાર માનું છું . આપ સમક્ષ ફરી એક નવા કથાપટ સાથે હાજર થઈ છું , આશા છે આપને આ લઘુ નવલકથા પસંદ આવશે . આપના પ્રતિભાવોની અપેક્ષા સહ આપ સમક્ષ આજથી ‘ગમાર’ ભાગ ૧ રજૂ કરૂં છું. ...વધુ વાંચો

2

ગમાર - ભાગ ૨

આપણે જોયું કે ઓફિસ માટે તૈયાર થયેલી નૈના અને તેની રૂમ મેટ કમ ફ્રેન્ડ તન્વી બંને મીઠી મજાક કરતાં છે . ત્યારબાદ નૈના ઓફિસે જવા નીકળે છે હવે આગળ…. એસ.જી.હાઇવે પર આવેલી શાહ એન્ડ સન્સ માં મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ માં નૈના જોબ કરતી હતી.મોટાભાગે તે પોતાના વ્હીકલ પર જ ઓફિસે જતી પણ આજ તેને કેબ લીધી. તેના ઘર થી લગભગ ૨૦-૨૫ મિનિટ નો જ રસ્તો હતો.તે કણૉવતી કલબ રોડ પર આવેલા ...વધુ વાંચો

3

ગમાર - ભાગ ૩

ઘરે પહોંચી ને પણ તે થોડી વ્યગ્ર હતી. તન્વી એ દરવાજો ખોલ્યો નૈના હાંફળી ફાંફળી અંદર આવી ગઇ તે હજી પણ ધ્રુજતી હતી. તેની આ દશા જોઇ ને તન્વી પણ ગભરાઈ ગઇ. તેના માટે ફટાફટ પાણી લાવી તેને બેસવા કહ્યું, પણ તે બેસવા ને સ્થાને પોતાની સાડી ફંગોળી બાથરૂમ માં જતી રહી. ક્યાંય સુધી શાવર નીચે ન્હાતી રહી જાણે પોતાની જાતને શાવર થી શાંત કરતી હોય,શાવર ના પાણી ની એક એક બૂંદ વાટે તેના દુઃખ ને તેના ...વધુ વાંચો

4

ગમાર - ભાગ ૪

તેને જોતાં જ નૈના નાં ચહેરા નાં હાવભાવ બદલાઈ ગયા. રઘવાયા ની જેમ તેની સાથે રહેલા બાળક ને જોવા શ્વાસો શ્વાસ ઝડપી થઇ ગયા. ટેબલ પર રહેલા પેપર નેપકીન ને મુઠ્ઠી માં જોર થી મસળી રહી હતી. તન્વી તેની આ હાલત જોઈ કશું વિચાર્યા વિના તેને ત્યાં થી લઇ ને ઘરે નીકળી ગઈ. ઘરે જઈ તન્વી એ નૈના ને સંભાળી. નૈના રડતી હતી. જાણે તેનાં આંખો નો બંધ તૂટી ગયો હતો. તન્વી એ નૈના ને આટલી રડતા ક્યારેય ન જોઈ ...વધુ વાંચો

5

ગમાર - ભાગ ૫

આપણે જોયું કે નૈના મેકડોનાલ્ડ માં એક બાળકને જોઈને ડિસ્ટર્બ થઈ જાય છે ; તન્વી તેને ઘરે લાવે છે નૈના ને તેનું મન હળવું કરવા કહે છે . નૈના પોતાના અતીત ને તન્વી સમક્ષ રજૂ કરે છે . હવે આગળ…. ત્રીજા વર્ષ નું રીઝલ્ટ આવ્યું પણ ન હતું તે પહેલા રાહુલ ની પસંદગી મારા માટે લગભગ થઇ ચૂકી હતી . રાહુલ પરિવાર સાથે રાજકોટ રહેતો હતો પરિવાર માં માતા-પિતા ...વધુ વાંચો

6

ગમાર - ભાગ ૬

“ મારાં માતા-પિતા મારા બીજા લગ્ન કરવા ઇચ્છતા હતા એટલે જ રોહન નો કાનૂની હક મને લેવડાવવા માં સપોર્ટ ન કર્યો .એ પણ મને પછી સમજાયું જ્યારે તેઓ એ મને બીજા લગ્ન માટે હઠ પૂવૅક કહ્યું, પણ હું તૈયાર ન થઇ . મેં આગળ અભ્યાસ કરી નોકરી કરવાની દરખાસ્ત રજુ કરી .પહેલા તેઓ એ ના કહી પણ પછી માની ગયા.હું બે વર્ષ ઉચ્ચ અભ્યાસ માટે રાજકોટ જતી રહી ત્યાર બાદ નોકરી પણ ત્યાં રાજકોટ માં જ કરતી થઇ ગઇ. રાજકોટ માં ...વધુ વાંચો

7

ગમાર - ભાગ ૭

આપે વાંચ્યું કે નૈના પોતાના અતીતનાં પાનાંઓ તન્વી સમક્ષ ખોલી રહી છે હવે આગળ... નૈના ની આંખો સવારે થોડી સૂજેલી હતી, અને તે મૂડ માં પણ ન હતી. તેને મૂડ માં લાવવા તન્વી એ પ્રયાસ કર્યો પણ નિષ્ફળ રહી. તે ઓફિસે પણ બધાં ને ડિસ્ટર્બ લાગી, નૈના મિતભાષી હોવાં છતાં બધા સાથે થોડી મજાક મસ્તી કરી લેતી પણ આજ તેનો ચહેરો પીડાયુક્ત લાગતો હતો. સાંજ ...વધુ વાંચો

8

ગમાર - ભાગ ૮

તન્વી ને નૈના ની વાત બિલકૂલ સાચી લાગી એટલે તે ચૂપ થઈ ગઈ,પણ કુદરત આ બધું જોઇ ને નૈના માટે કોઈ રસ્તો તૈયાર કરી રહી હતી. ધીમે ધીમે લાઇફ નોમૅલ થતી ગઇ. નૈના અને તન્વી પોતાના રૂટિન માં ગોઠવાતા ગયા, ફરક એટલો પડ્યો કે જે નૈના સવાર માં તન્વી સાથે મસ્તી કરતી તે થોડી ગંભીર બની ગઇ હતી. અરીસો હવે તેનો મિત્ર ન રહ્યો,વારંવાર પોતાના વાળ ને અડીને ઉંચા કરનારી નૈના પિનઅપ હેર સ્ટાઇલ માં દેખાવા ...વધુ વાંચો

9

ગમાર - ભાગ ૯

આપણે અગાઉ જોયું કે નૈના રાહુલ આકસ્મિક મળી જાય છે ;રાહુલ નૈનાને રોહનનાં નામે ઈમોશનલ કરી મળવા કહે . નૈના નક્કી કરેલા સમયે રોહનને મળવા જવા નિશ્ચય કરે છે હવે આગળ... રાહુલ સાથે રવિવારે મેકડોનાલ્ડ માં મળવાનું નક્કી કરી નૈના ટીમ સાથે અમદાવાદ પરત ફરી. ...વધુ વાંચો

10

ગમાર - ભાગ ૧૦

ગમાર ભાગ ૧૧ આપણે જોયું કે નૈના તન્વીને પોતાની સાથે રાહુલને મળવા આવવા કહે છે પરંતુ તન્વી ના કહે છે, કેમકે પોતે સાથે હશે તો કદાચ રાહુલ અને નૈના વચ્ચેની વાતચીતનો મોડ જૂદો આવી શકે . તન્વી નૈનાને સમજાવીને મોકલે તો છે પરંતુ તેનું મન માનતું નથી તેથી તે નૈનાની જાણ બહાર તેની પાછળ આવે છે હવે આગળ… ...વધુ વાંચો

11

ગમાર - ભાગ ૧૧ - છેલ્લો ભાગ

“ હા હું ગમાર છું , જો મારૂ એક ગામડાં ની હોવું એ જ ગમાર ની વ્યાખ્યા હોય તો છું . પણ સાચું કહું તો ગમાર હું નહીં તારી છીછરી માન્યતાઓ છે તે મને ફક્ત તારી વિચારસરણી મુજબ માપી અને એ મુજબ જ મારી સાથે વતૅન કયૅુ મને સમજવાની કે મારી આવડત ને ઓળખવાની કોશિશ જ નથી કરી રાહુલ “. એક શ્વાસે બોલતી નૈના નાં શ્વાસોચ્છવાસ ઝડપી ચાલતા હતા . એક ક્ષણ રોકાઇ ને નૈના ફરી બોલી,” સાચું કહું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો