1) ખુલ્યું ઘર.. કિચુડ કિચુડ ના અવાઝથી, ખુલ્યા આજે કમાડ ઘરનાં, ઉંબરા આજે હરખાઈ ઉઠ્યા, કોઈક તો આવશે ઘરમાં. ઘરનો હિંચકો ઝૂલી રહ્યો આજે, ઠેસ વિના એમજ, ભીંતો પણ ડોલી ઉઠી, પડઘા પડ્યા આજે અવાઝના, ઘરનાં માળિયામાં હતો માળો, સુનો છે આજે, પાંખ લગાવી ઉડી ગયા સૌ, પોતાના પેટ કાજે. ઘરમાં ભર્યો છે યાદો નો ખજાનો, લૂંટે છે સૌ આજે, સમય મળ્યો છે સાધજે વ્હાલા,કિંમતી પળને કાજે. આંગણાનો ગુલમહોર મ્હોરી ઉઠયો છે આજે, સુનું આંગણ ચ્હેકી ઉઠ્યું, ક્લબલ અવાઝ સાથે. નેવલેથી ટપકતા લાગણીઓના, થયા છે "અમી"ઝરણાં, સુમધુર તાલ મિલાવતા

Full Novel

1

અમી કાવ્યો

1) ખુલ્યું ઘર.. કિચુડ કિચુડ ના અવાઝથી, ખુલ્યા આજે કમાડ ઘરનાં, ઉંબરા આજે હરખાઈ ઉઠ્યા, કોઈક તો આવશે ઘરનો હિંચકો ઝૂલી રહ્યો આજે, ઠેસ વિના એમજ, ભીંતો પણ ડોલી ઉઠી, પડઘા પડ્યા આજે અવાઝના, ઘરનાં માળિયામાં હતો માળો, સુનો છે આજે, પાંખ લગાવી ઉડી ગયા સૌ, પોતાના પેટ કાજે. ઘરમાં ભર્યો છે યાદો નો ખજાનો, લૂંટે છે સૌ આજે, સમય મળ્યો છે સાધજે વ્હાલા,કિંમતી પળને કાજે. આંગણાનો ગુલમહોર મ્હોરી ઉઠયો છે આજે, સુનું આંગણ ચ્હેકી ઉઠ્યું, ક્લબલ અવાઝ સાથે. નેવલેથી ટપકતા લાગણીઓના, થયા છે "અમી"ઝરણાં, સુમધુર તાલ મિલાવતા ...વધુ વાંચો

2

અમી કાવ્યો... ભાગ --૨

માટી ની કાયા.....મારી કાયાનો ઘડનારો ઇશ્વર લાગે મુજને વ્હાલો, હશે જરૂર મારી ધરતી પર, નવ ફરિયાદ કરું તને. કાયાનો છે અદ્રશ્ય શક્તિ ધરાવતો, અનુભૂતિનો ધોધ પણ એ કાયા પર રેલાવતો. મારી કાયા ઘડીને અર્પી, મુજ " માં - બાપ" સંગ. સિંચન કર્યું સંસ્કારોનું, કાયા આત્મદીપ સંગ. કાયાને ઘડવામાં છે લાખોનાં આશિષ મુજ પર, સૌની છત્રછાયામાં નિખાર પામી હું કાયા મય. કાયાને ઘડવામાં જાતજાતનું શીખવું પડે, સૌ બને શિક્ષક ને હું શીખતી વિદ્યાર્થી. અનુભવે જ્ઞાન થાય, કાયા ને આત્મા છે અલગ, મનનાં ભીતર દ્વાર ખોલ્યા, આત્મજ્ઞાન લાધ્યું. કાયા છે, કાલે ક્યારે થાશે વિલીન પંચમહાભૂતમાં, જેને ઘડી છે તારી કાયા, સમય ...વધુ વાંચો

3

અમી કાવ્યો (ભાગ -3)

ઘર...જ્યાં હોય મમત્વનો સંગમ ત્યાં હોય ઘર એમાં ભળે જો હાસ્યના ફુવારા હોય ત્યાં ઘર દિલનાં તાર તાર ગૂંથાયેલા આપ્તજનોથી, મિલન મુલાકાતો થતી હોય જ્યાં દીલથી, ત્યાં હોય ઘર. લાગણીઓનાં જ્યાં ઘોડાપુર હોય, સ્નેહમાં તણાતાં, પ્રેમની નૈયામાં સમાતા,ખડખડાટ હાસ્યથી ભીંજાતા, દૂર દૂરથી અનુભૂતિનો થતો રહેતો અહેસાસ ઘરનો, અદ્રશ્ય ડોરથી ખેંચાય મન ઘર તરફ આળોટવા પ્રેમમાં. ઘર છે એક મંદિર સમું જ્યાં હોય ભરપૂર આસ્થા, વિશ્વાસની ડોરી ખમી ગઈ જ્યાં પ્રકાશિત દીવો થયો, શ્રધ્ધા રાખી એકમેકના દિલમાં, સ્વર્ગ ઉતરી આવ્યું, મનની શાંતિ મળે છે જ્યાં લાગણીઓ ઉભી ઉંબરે. ""અમી""????????????????? યાદો ની ઉજાણી...યાદો નું આવ્યું વંટોળ, લઈને વાવાઝોડું, જાગૃત થઈ યાદો, ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો