1.ક્યાંથી લાવશો? પૈસા અને પોસ્ટ વાળા માણસો તો મળી રહશે, પરંતુ પ્રેમ અને હૂંફ આપનાર માણસ ક્યાંથી લાવશો? ગાડી અને બંગલાવાળા માણસો તો મળી રહશે, પરંતુ તમારી સાથે બેસી મનની વાત સમજનાર માણસ ક્યાંથી લાવશો? હોટેલ માં જમવા અને સારી જગ્યાએ ફરવા લઈ જનાર માણસો તો મળી રહશે, પરંતુ તમારી સાથે તમારા રહી આનંદ આપનાર માણસ ક્યાંથી લાવશો? રોજ ફોન પર વાત કરનાર માણસો તો મળી રહશે, પરંતુ તમારા મૌન ની ભાષા સમજનાર માણસ ક્યાંથી લાવશો? હું છુ ને જરૂર પડે યાદ કરજે કહેનાર માણસો મળી રહશે, પરંતુ જરૂર

નવા એપિસોડ્સ : : Every Friday

1

કાવ્ય સંગ્રહ - 1

1.ક્યાંથી લાવશો? પૈસા અને પોસ્ટ વાળા માણસો તો મળી રહશે, પરંતુ પ્રેમ અને હૂંફ આપનાર માણસ ક્યાંથી લાવશો? ગાડી બંગલાવાળા માણસો તો મળી રહશે, પરંતુ તમારી સાથે બેસી મનની વાત સમજનાર માણસ ક્યાંથી લાવશો? હોટેલ માં જમવા અને સારી જગ્યાએ ફરવા લઈ જનાર માણસો તો મળી રહશે, પરંતુ તમારી સાથે તમારા રહી આનંદ આપનાર માણસ ક્યાંથી લાવશો? રોજ ફોન પર વાત કરનાર માણસો તો મળી રહશે, પરંતુ તમારા મૌન ની ભાષા સમજનાર માણસ ક્યાંથી લાવશો? હું છુ ને જરૂર પડે યાદ કરજે કહેનાર માણસો મળી રહશે, પરંતુ જરૂર ...વધુ વાંચો

2

કાવ્ય સંગ્રહ - 2

7. "કયારે શીખશું?" સંબંધો વાવી તો શકીશું પરંતુ એની માવજત કરતા ક્યારે શીખીશું? જીભ થી મીઠા શબ્દો તો બોલી પરંતુ દિલથી સાચા શબ્દો બોલતા ક્યારે શીખીશું? કોઈને ઠેસ તો પળવારમાં પહોંચાડી શકીશું પરંતુ એના ખભે હાથ મુકી ટેકો આપતા ક્યારે શીખીશુ? કોઈને રડાવી નારાજ તો કરી શકીશું પરંતુ એને મનાવતા ક્યારે શીખશું? સારુ સારુ બોલતા તો શીખી ગયા છીએ હવે પરંતુ સારુ કરતા ક્યારે શીખીશું? મારું તારું તો કરતા શીખી ગયા પરંતુ આપણું કહેતા ક્યારે શીખીશું? હું થી હુંકારો કરતા તો શીખી ગયા પરંતુ હું થી "હું" ને દુર કરતા ક્યારે શીખીશું? ...વધુ વાંચો

3

કાવ્ય સંગ્રહ. - 3

અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મનમાં આવેલા વિચારને મારી રચના દ્વારા અહીંયા રજુ કરું છું આશા છે આપ સૌને પસંદ *શીર્ષક*- *ફરે છે*તકલીફમાં તકદીર ફરે છે,રોગી ભોગી આમતેમ ફરે છે.સંભાળીને ચાલજે દિકરી તું,અહીં માનસિક રોગી તરે છે.વ્હાલ કરી અહીં વીંધી નાખી,સભ્યતા અહીં ખેલ કરે છે.ભર ઉનાળો છે આવીને જો,ઘરમાં આ છત કેમ ઝરે છે.ને 'રાહગીર' સંભાળીને ચાલજે,કળયુગ અહીં નાટક કરે છે.-રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.રાહગીર.ઉંટવા.2- *શીર્ષક*- *બતાવું* મુશ્કેલીમાં તને માર્ગ બતાવું,ચાલ તને નવી રાહ બતાવું.નજરને આભનો સ્પર્શ કરાવું,પરમાત્માની ચાહ બતાવું.હતું શું ને ગયું છે શું તારું,ચાલ બધી વાહવાહ બતાવું.જીત હાર તો ભાગ છે જીવનનો,માણસ મનની દાહ બતાવું.બાપડો નથી કે નથી લાચાર તું,ચાલ ...વધુ વાંચો

4

કાવ્ય સંગ્રહ. - 4

ચૂંટીને ફૂલો સૌ કુમળાં માળી બની બેઠા છે,ન્યાયની પુકાર દલીલબાજી ટાળી બેઠા છે.કરે અવનવા અખતરા , ખતરા પેદા કરે કોઈ બગલાઓને હંસ જેવા ભાળી બેઠા છે.ઉલટા સુલટા ચશ્મા પહેરી દુનિયા જોતા,માણસો જ માણસાઈ ખોઈ જાળી બની બેઠા છે .તન મન ધન જાણે ખુલ્લે આમ વહેંચીને ,જાતને ધોળા દિવસે જ કરી કાળી બેઠા છે.મીણના માણસો મીણબત્તી લઈ નગરમાં,સ્વયં જાત સાથેની વફાદારી ટાળી બેઠા છે.-રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.'રાહગીર'.અક્કલ છે ઓછી ને અક્કડ છે વધારે ,સમજણ વિનાની સત્તા મળે તો કેવું ધારે ?આમ રોજ રોજ ક્યાં સુધી રહેવાનું સહારે,ઉતરો મેદાને એ જ આવશે તમારી વ્હારે .ડૂબતાને તણખલું આપે મજાથી એ તારે ,ચકલાંને ચણ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો