એસા ક્યા ગુનાહ કિયા..

(21)
  • 7.1k
  • 8
  • 2.6k

રૂમ નં. ઇસ બુક્ડ.. રિયા એ હોટલનો એક રૂમ બુક કરાવીને સીધો મયંકને ફોન કર્યો. આજે એ મયંકને સરપ્રાઈઝ આપવા માંગતી હતી. પણ એને નહોતી ખબર કે એક સરપ્રાઈઝ એ જ રૂમમાં એની રાહ જોઈ રહ્યું હતું. ફોન રિયાએ કર્યો તો પણ સવાલ મયંકે પૂછ્યો.. "આજે સાંજે આપણે કોફી માટે મળિયે?" "ના..!" આજે સાથે ડિનર લઈશું. આજની આખી રાત તારી સાથે વિતાવવી છે. "તું આવીશને..?" તો પછી સાંજે જ મળિયે. પછી સાંજથી લઈને કાલની સવાર સુધી બધું તારા નામે... રિયાના ચહેરા પર એક સ્માઈલ આવી ગઈ. એને જે જોઈતું હતું એ મળી ગયું હતું. એણે હોટલ પર ફોન કરીને રૂમ

Full Novel

1

એસા ક્યા ગુનાહ કિયા..? (ભાગ ૧)

રૂમ નં. ઇસ બુક્ડ.. રિયા એ હોટલનો એક રૂમ બુક કરાવીને સીધો મયંકને ફોન કર્યો. આજે એ મયંકને સરપ્રાઈઝ માંગતી હતી. પણ એને નહોતી ખબર કે એક સરપ્રાઈઝ એ જ રૂમમાં એની રાહ જોઈ રહ્યું હતું. ફોન રિયાએ કર્યો તો પણ સવાલ મયંકે પૂછ્યો.. આજે સાંજે આપણે કોફી માટે મળિયે? ના..! આજે સાથે ડિનર લઈશું. આજની આખી રાત તારી સાથે વિતાવવી છે. તું આવીશને..? તો પછી સાંજે જ મળિયે. પછી સાંજથી લઈને કાલની સવાર સુધી બધું તારા નામે... રિયાના ચહેરા પર એક સ્માઈલ આવી ગઈ. એને જે જોઈતું હતું એ મળી ગયું હતું. એણે હોટલ પર ફોન કરીને ર ...વધુ વાંચો

2

એસા ક્યા ગુનાહ કિયા..? (ભાગ ૨ )

મયંક યાર તું દર વખતે સેલ્ફી લેવાની ના પડે છે. તને યાદ કરુંને ફોનની સ્ક્રીન પર તને જોઈ ન ત્યારે બહુ અકળામણ થાય છે. રિયાની ઘણી મેહનત પછી એ માન્યો હતો અને અલગ અલગ ત્રણ સેલ્ફી લેવાઈ હતી. પણ એને છુટા પડતા પહેલાં વાત વાતમાં વીસેક વાર રિયાને કહ્યું હતું કે આ ફોટોસ ફક્ત તને જોવા માટે છે. આ ફોટા ક્યાંય દુનિયાની સામે પ્રદર્શિત ન થવા જોઈએ. મયંક જે રીતે રિયાથી સતત એક ડિસ્ટન્સ રાખતો એ વાત રિયાને આકર્ષતી. એ આ ફિલ્ડમાં એવા કેટલાંય લોકોને મળી હતી જે સતત એવી કોશિશમાં રહેતા કે એને પોતાના બેડ તરફ ખેંચી જઈ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો