હનુમાન - ઘમંડનો નાશ કરનાર

(22)
  • 8.5k
  • 3
  • 2.7k

નમસ્કાર ... આપ સૌના અસીમ પ્રેમ અને આશિર્વાદથી "શોધ - પુર્નજન્મની ગાથા" (https://www.matrubharti.com/novels/14519/discovery-the-story-of-rebirth) ની રજુઆત બાદ, એક નવી નવલકથા સાથે આપની સમક્ષ હાજર છું. નવલકથા - વાત છે, ભવિષ્યના રામાયણની - એટલે કે પાત્રોના નામ તે જ, પરંતુુ કથાના સ્થળો અને કથાર્દષ્ટિ અલગ...તો ચાલો શરૂ કરીએ મારા પ્રિય પ્રભુશ્રીરામદૂત હનુમાનથી અધ્યાય – ૧ ઇ.સ. ૨૪૯૮, અવકાશમાં ક્યાંક અવકાશયાન અવકાશમાં કાળા ભમ્મર ક્ષેત્રમાંથી પસાર થઈ રહ્યું હતું. યાન ધનુષ-આકારમાં બનાવેલી રચના હતું. યાનમાંથી ઉત્પન્ન થતા પ્રકાશના વક્રીભવનના લીધે વિખરાયેલા કિરણો જ ર્દશ્યમાન હતા. ધનુષની જેમ યાનના બન્ને છેડા પર શક્તિશાળી પંખા અને યાનના પાછળના ભાગમાંથી બહોળી માત્રામાં ઊર્જા

નવા એપિસોડ્સ : : Every Friday

1

હનુમાન - ઘમંડનો નાશ કરનાર - ૧

નમસ્કાર ... આપ સૌના અસીમ પ્રેમ અને આશિર્વાદથી "શોધ - પુર્નજન્મની ગાથા" (https://www.matrubharti.com/novels/14519/discovery-the-story-of-rebirth) ની રજુઆત બાદ, એક નવલકથા સાથે આપની સમક્ષ હાજર છું. નવલકથા - વાત છે, ભવિષ્યના રામાયણની - એટલે કે પાત્રોના નામ તે જ, પરંતુુ કથાના સ્થળો અને કથાર્દષ્ટિ અલગ...તો ચાલો શરૂ કરીએ મારા પ્રિય પ્રભુશ્રીરામદૂત હનુમાનથી અધ્યાય – ૧ ઇ.સ. ૨૪૯૮, અવકાશમાં ક્યાંક અવકાશયાન અવકાશમાં કાળા ભમ્મર ક્ષેત્રમાંથી પસાર થઈ રહ્યું હતું. યાન ધનુષ-આકારમાં બનાવેલી રચના હતું. યાનમાંથી ઉત્પન્ન થતા પ્રકાશના વક્રીભવનના લીધે વિખરાયેલા કિરણો જ ર્દશ્યમાન હતા. ધનુષની જેમ યાનના બન્ને છેડા પર શક્તિશાળી પંખા અને યાનના પાછળના ભાગમાંથી બહોળી માત્રામાં ઊર્જા ...વધુ વાંચો

2

હનુમાન - ઘમંડનો નાશ કરનાર - ૨

અધ્યાય – ૨ રામ અને દૂતની અવકાશમાં થયેલ મેળાપના ૪૨ વર્ષ પહેલાં, કિશકિંધા, નેપ્ચ્યુન નેપ્ચ્યુનનો ઉત્તરીય ગોળાર્ધ સંપૂર્ણ રીતે પર્વતમાળાઓથી આવરીત હતો. એકબીજા સાથે શાશ્વત રૂપે જોડાયેલા ઘણા પર્વતોના સંગ્રહ સાથે શ્રેણી રચાયેલી હતી. નેપ્ચ્યુનનું વાતાવરણ હાઇડ્રોજન અને હિલીયમથી બનેલું હતું. વળી, ગ્રહ - બરફના વિશાળ ગોળા તરીકે ઓળખાતો. ગ્રહનો દક્ષિણ ગોળાર્ધ અંધારમય રહેતો. ગ્રહનું ખગોળશાસ્ત્રીય પ્રતીક ત્રિશૂળ હતું. ત્રિશૂળે જીવનની ત્રણ લાક્ષણિકતાઓ સૂચવેલી છે: રાજસિક, તામસિક અને સાત્વિક. બ્રહ્માંડમાં હાજર નકારાત્મકતાની સામે લડવા અને તેને હરાવવા માટે વિનાશક તરીકે શિવ હાથમાં ત્રિશૂળ ધરાવે છે. તેમણે સૂચવ્યું છે કે બ્રહ્માંડમાં કોઈની પણ એકમાત્ર સંપત્તિ, તેની માલિકીની નથી અથવા તો ...વધુ વાંચો

3

હનુમાન - ઘમંડનો નાશ કરનાર - ૩

અધ્યાય – ૩ ‘ના પ્રિય! એકમની માલિકી આપી દો.’,અંજનાએ કેસરીના જમણા ગાલને નરમાશથી સ્પર્શ કર્યો. અંજના મહેલના બીજા માળે તેના શયનકક્ષમાં વિશાળ પલંગ પર સૂતી હતી. પલંગને પૂર્વથી પશ્ચિમ દિશામાં ગોઠવેલ હતો. ઓરડામાં હાલમાં બન્ને જણા એકાંતમાં હતા. કક્ષની છતનું કેન્દ્ર ઝુમ્મરથી શણગારેલું હતું. વાદળી રંગની દીવાલોને જાંબલી રંગના નાના સ્ફટિકોનો ઉપયોગ કરીને શણગારી હતી. અંજનાની પાસે જ કેસરી બિરાજેલો અને તેનો જમણો હાથ કેસરીના જમણા હાથમાં હતો. ‘પણ તેણે મારા અને તેના પિતા સાથે દગો કર્યો છે.’, કેસરીએ ક્રોધિત નજરે કહ્યું. ‘આ ક્ષણે, તમે મારી સાથે રહો. તમે એક નવું એકમ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો