ઘૂઘવતા દરિયા પર પથરાયેલા અસીમ આકાશ પર સાંજનો ઘેરો ગુલાબી અને પીળો રંગ, આજે વંદનના જીવનમાં આનંદને બદલે ઉદાસીનતા ફેલાવી રહ્યો હતો. ક્ષિતિજ પાસે થઇ રહેલું ધરતી અને ગગનનું મિલન ખોરવાઈ ગયેલું ભાસતું હતું, તદ્દન એના વિખાયેલાં મનની માફક. દરિયાની રેતીને હાથમાં લઈને પસવારતી તેની પ્રિયતમા-પત્ની વગર એકલો પડેલો વંદન, રેતીને સ્પર્શવા અસમર્થ હતો. પવનની લહેરખીઓ સાથે ઉછળતાં મોજાં વચ્ચે સાંજ ઢળીને રાતમાં પરિવર્તિત થઇ છતાં વંદનનું ધ્યાન ન રહ્યું. મોબાઈલ રણકતાં તેને હોંશમાં આવવું પડ્યું, " વંદન ! ક્યાં છે? પપ્પા રાહ જુએ છે. " " હા, હું આવું છું." સ્વતઃ જ બબડતો હોય તેમ વંદને જવાબ આપ્યો." હવે

Full Novel

1

રંગ સંગમ

રંગ-સંગમ (ભાગ-૧)ઘૂઘવતા દરિયા પર પથરાયેલા અસીમ આકાશ પર સાંજનો ઘેરો ગુલાબી અને પીળો રંગ, આજે વંદનના જીવનમાં આનંદને બદલે ફેલાવી રહ્યો હતો. ક્ષિતિજ પાસે થઇ રહેલું ધરતી અને ગગનનું મિલન ખોરવાઈ ગયેલું ભાસતું હતું, તદ્દન એના વિખાયેલાં મનની માફક. દરિયાની રેતીને હાથમાં લઈને પસવારતી તેની પ્રિયતમા-પત્ની વગર એકલો પડેલો વંદન, રેતીને સ્પર્શવા અસમર્થ હતો. પવનની લહેરખીઓ સાથે ઉછળતાં મોજાં વચ્ચે સાંજ ઢળીને રાતમાં પરિવર્તિત થઇ છતાં વંદનનું ધ્યાન ન રહ્યું. મોબાઈલ રણકતાં તેને હોંશમાં આવવું પડ્યું, " વંદન ! ક્યાં છે? પપ્પા રાહ જુએ છે. " " હા, હું આવું છું." સ્વતઃ જ બબડતો હોય તેમ વંદને જવાબ આપ્યો." હવે ...વધુ વાંચો

2

રંગ સંગમ - 2

રંગ સંગમ (ભાગ-૨) ” હેલો, હું રોમા, તમે વંદન રાઈટ ?” અંતે જાતને રોકી ન શકતાં રોમાએ અધવચ્ચે જ જે વાતનો સિલસિલો ચાલતો હતો તેને તોડીને આ કોણ આવી ચડ્યું તે અનુમાન કરતાં કરતાં વંદને પણ હાથ લંબાવ્યો, ” હા, હું વંદન !”વંદને વાત આગળ ચલાવી, “અમે તમારી કંપનીનું પ્રેઝન્ટેશન જોવા આવ્યા છીએ.”રોમા એક અતિ પ્રભાવશાળી, મહત્વાકાંક્ષી, આત્મવિશ્વાસ સભર યુવતી હતી. તેને વંદનમાં રસ પડ્યો હતો અને વંદનની બીજા સાથેની ચાલુ વાત તોડીને પણ તે બિલકુલ ખચકાટ વગર ત્યાં ઉભી રહી હતી. એનો શિકાર જે બને તેની લોકોને ઈર્ષા આવે તેવું તેનું વ્યક્તિત્વ હતું. વંદનને આ વાર્તાલાપ ટૂંકે પતાવવા મન ...વધુ વાંચો

3

રંગ સંગમ - 3

રંગ સંગમ ( ભાગ-૩)વંદન બોસની કેબિનમાં એમના જવાબની રાહ જોઈને બેઠો હતો. બોસ ફોન પર રોમા સાથે વાતચીતમાં લાગ્યા થોડીવાર પછી વાતનો નિષ્કર્ષ એમ આવ્યો કે જેટલો સમય વંદન રોકાશે તેટલો જ સમય રોમા પણ રોકાશે, કેમકે વંદનના બોસ જ આવું ઇચ્છતા હતા. હા, પણ એ માટે રોમા પાસે તાત્કાલિક સમય ફાળવવો શક્ય નહોતો. એટલે તેણે એક મહિનાની મુદ્દત માંગી હતી.આ તરફ વંદનના બોસ સાથે વાત થયા બાદ રોમાનું ઘૂમરાતું મન શાંત થયું. ધાર્યા કરતાં ઘણો વધુ સમય હવે તેને મળશે.ચાલુ વાતે પણ છાતીના ધબકારા જાણે બહાર સંભળાતા હોય તેમ ઊંડા શ્વાસ લઇ, તે હૃદયને કાબૂમાં લેવા કોશિશ કરી ...વધુ વાંચો

4

રંગ સંગમ - 4

રંગ સંગમ (ભાગ-૪)પ્લેન રનવે ઉપરથી આકાશમાં પ્રસ્થાન કરી ચૂક્યું હતું. રોમા અને વંદન આંખો મીંચીને બેઠાં હતાં. વંદન ઘેરી સરી પડ્યો. આમ ને આમ પહોંચવાનો સમય થયો પરંતુ વંદન તો હજુ પણ નિંદ્રામાં ગરકાવ હતો. છેવટે રોમાએ તેને ઉઠાડ્યો.” વંદન, લેન્ડિંગ માટેનું એનોઉન્સમેન્ટ થઇ ગયું છે, જાગો !!”વંદને આંખો ખોલી, વાસ્તવિકતાનું ભાન થયું; આંખો લાલઘૂમ હતી અને ચહેરો સોજેલો. ” કેન્ટ બીલીવ, હું આટલું બધું સુઈ ગયો !”રોમાએ ફિક્કું સ્મિત આપતાં કહ્યું, ” હા, મારે તો એકલાં કંટાળવાનું જ ભાગ્યમાં લખ્યું હતું.”રોમા પોતાની ગણતરીમાં ફરી એકવાર માર ખાઈ ગઈ, કેમકે કલ્પેલું ‘સાનિધ્ય’ ખયાલોમાં જ રહી ગયું હતું.” સો સોરી, ...વધુ વાંચો

5

રંગ સંગમ - 5

રંગ સંગમ (ભાગ-૫)રોમાના ડૂસકાં ચાલુ જ રહ્યાં. વીતેલા સમયમાં તેણે છેલ્લે ક્યારે આવો ગુસ્સો કર્યો હતો તે યાદ આવ્યું.રાગ..તેનો પતિ એક સમયે તેનો પાગલ પ્રેમી હતો. અથાગ કોશિશ પછી રાગે રોમાને પોતાની સાથે પરણવા સહમત કરી હતી. લગ્ન પછી રાગ તેની કેટલી સંભાળ લેતો ! સવારે બ્રેકફાસ્ટ બનાવી તેને ઉઠાડતો. રાત્રે ઘરે પહોંચે ત્યારે જમવાનું તૈયાર રાખતો. ક્યારેક મજાકમાં કહેતો પણ," રોમા જોબ મારે પણ છે ને તારે પણ..થોડું કામ વહેંચીને ચાલીએ તો સારું નહીં?" પણ રોમા તેને દાદ જ ન આપતી. ઘરે હોય ત્યારે પણ કોલ્સમાં બીઝી રહેતી.વિખવાદો ત્યારે શરુ થયા જયારે રોમાએ માતૃત્વ ધારણ કરવાની સજ્જડ ના ...વધુ વાંચો

6

રંગ સંગમ - 6 - છેલ્લો ભાગ

રંગ સંગમ (ભાગ-૬)I thank all my readers for reading my story, liking it and encouraging me through their comments. many thanks :)यूँ ना खिंच मुझे अपनी तरफ बेबस करकेऐसा ना हो खुद से भी बिछड़ जाऊँ और तू भी ना मिले.. રોમાની આંખો સ્ક્રીન પર સ્થિર રહી ગઈ. રાગ સાથેનો એક સંવાદ યાદ આવી ગયો.રાગને પ્રાણીઓ,કુદરત,જાણીતા-અજાણ્યા ચહેરોને કેમેરામાં કેદ કરવાની હંમેશા તાલાવેલી રહેતી. પોતાના પાડેલા ફોટો ફેસબુકમાં તો મુકતો જ પણ જાતજાતની સ્પર્ધાઓમાં પણ ભાગ લેતો. રોમા એના આ શોખને હસી કાઢતી.” સમય કોને છે આ બધું કરવા, તું નકામો નવરો બેઠો હોય તેમ આવું શું કરતો રહે છે?” રાગને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો