આનંદી તેનાં નામ પ્રમાણે જ હંમેશાં આનંદમા રહેનાર છોકરી... આજે પણ તે ખૂબ જ ખુશ હતી. અને હોય પણ કેમ નહીં!! આજે તેનો બાળપણનો મિત્ર કહો કે પછી તેનો એકતરફી પ્રેમ શૌર્ય પાંચ વર્ષ પછી અમેરિકાથી ભારત આવવાનો હતો. તે શૌર્યની આતુરતાથી રાહ જોઈ રહી હતી. પણ આજે સમય પસાર જ થઈ રહ્યો નહોતો. આનંદી શૌર્યના ઘરે જઈને તેનાં સ્વાગતની તૈયારી કરવાં લાગી.તેનાં મમ્મીપપ્પાને બાળપણથી આ બંનેની મિત્રતાની સારી રીતે ખબર હતી. શૌર્યની બહેન અસ્મિતા આનંદી પાસે આવી. આનંદીનાં ચહેરા પરની ખુશી જોઈને અસ્મિતાએ કહ્યું," વાહ દીદી!! તમને આટલાં ખુશ તો કયારેય જોયાં નથી. હમમ હવે સમજાયું આ ચહેરા

નવા એપિસોડ્સ : : Every Saturday

1

કશ્મકશ - 1

આનંદી તેનાં નામ પ્રમાણે જ હંમેશાં આનંદમા રહેનાર છોકરી... આજે પણ તે ખૂબ જ ખુશ હતી. અને હોય પણ નહીં!! આજે તેનો બાળપણનો મિત્ર કહો કે પછી તેનો એકતરફી પ્રેમ શૌર્ય પાંચ વર્ષ પછી અમેરિકાથી ભારત આવવાનો હતો. તે શૌર્યની આતુરતાથી રાહ જોઈ રહી હતી. પણ આજે સમય પસાર જ થઈ રહ્યો નહોતો. આનંદી શૌર્યના ઘરે જઈને તેનાં સ્વાગતની તૈયારી કરવાં લાગી.તેનાં મમ્મીપપ્પાને બાળપણથી આ બંનેની મિત્રતાની સારી રીતે ખબર હતી. શૌર્યની બહેન અસ્મિતા આનંદી પાસે આવી. આનંદીનાં ચહેરા પરની ખુશી જોઈને અસ્મિતાએ કહ્યું," વાહ દીદી!! તમને આટલાં ખુશ તો કયારેય જોયાં નથી. હમમ હવે સમજાયું આ ચહેરા ...વધુ વાંચો

2

કશ્મકશ - 2

ગાડીનાં હોર્નનો અવાજ આવતાં જ આનંદી ભૂતકાળમાંથી વર્તમાનમાં પાછી આવી ગઈ. તે આતુરતાથી શૌર્યની રાહ જોઇને ઉભી હતી. ફાઈનલી સમય આવી જ ગયો જેની તે પાંચ વર્ષથી રાહ જોતી હતી. કેમકે તેણે આ પાંચ વર્ષમાં એકપણ વાર શૌર્ય સાથે વાત કરી નહોતી.ફક્ત ફેસબુક કે અન્ય સોશીયલ મીડિયા પર શૌર્યના ફોટોઝ જોઈ લેતી અને તેને યાદ કરી લેતી. શૌર્ય અંદર આવ્યો. તે આનંદી સામેે જોયા વગર જ ત્યાંથી પસાર થઈ ગયો. આનંદીનો ઉત્સાહ પળવાારમાં જ ઓગાળી ગયો. તેેેેેને આ વાતનું ઘણું ખોટું લાગ્યું હતું પણ તે બધુું જ ભુલાવીને અંંદર ગઈ. શૌર્ય સાાથે તેની જ ઉંમરની છોકરી આવી હતી.તેનાં ...વધુ વાંચો

3

કશ્મકશ - 3

આનંદી રડી રહી હતી. આરૂષે તેને રડવા દીધી.આનંદી સ્વસ્થ થતાં આરૂષે પૂછ્યું," ચાલ હવે કહે શું થયું?" આનંદીએ શૌર્ય જણાવ્યું. તેને શૌર્ય પસંદ છે પણ શૌર્યને હેલી પસંદ છે એ પણ જણાવ્યું. પછી આનંદીએ કહ્યું," આજે હું મારાં મનની લાગણીઓ જણાવવાની હતી પણ હવે કોઈ ફાયદો નથી જયારે એ કોઈ બીજાંને પસંદ કરે છે. હું શું કરું? કઈ જ સમજાતું નથી યાર?" આરૂષે કહ્યું," પહેલાં તો હેલી વિશે માહિતી એકઠી કર.. જો એ શૌર્યને લાયક હશે તો પછી આગળ બીજી વાતો વિશે વિચારીશું.. શું ખબર હેલીએ શૌર્યને ફસાવ્યો પણ હોય ?" આનંદીએ આંસુ લૂછીને કહ્યું," હા તારી વાત સાચી ...વધુ વાંચો

4

કશ્મકશ - 4

બધા બેઠા-બેઠા જૂની યાદો તાજી કરતા હતા. પછી આનંદીને કઈક યાદ આવતા તેણે શૌર્યને ધીમેથી પૂછયુ," ઓય! તું શેના એનાઉન્સમેન્ટ કરવાનો હતો? જેમાં તારે મારી મદદની જરૂર હતી? શૌર્યે કહ્યું," એ તને પણ ખબર નથી. ચાલ તો એનાઉન્સમેન્ટ કરી જ દઈએ. " આનંદીને શૌર્યની વાત ન સમજાય એટલે તેણે ફરીથી પુછયુ," પણ શેનું એનાઉન્સમેન્ટ? શું તું હાસિની વિશે કહેવાનો છે?" શૌર્યે કહ્યું," ના ના! તું ખાલી પોઈન્ટ મૂકી દે પછી હું આગળ બધું કહીશ." " ઓકે.. જેવી તારી મરજી.." એટલું કહીને આનંદી ઉભી થઈ. તેણે બધાને સંબોધીને કહ્યુ," સાંભળો બધા! શૌર્યને એક મહત્ત્વનું એનાઉન્સમેન્ટ કરવું છે. શું છે એ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો