વૃદ્ધાવસ્થાનાં સૌથી બેસહાય તબક્કામાં પહોચી ચૂકેલા કેશવભાઇ કઇ રીતે દુનિયાની માયાથી પોતાને અલિપ્ત કરી લે છે અને કઇ રીતે તેમની લાડકી પૌત્રી દ્રષ્ટિ તેમને ફરી માયામાં જકડી લે છે તે જાણવા વાંચો હારાકીરી જેવો જ આનંદ આપતી શ્રેણી સંબંધોની હારાકીરી નો પહેલો ભાગ
સંબંધોની હારાકીરી - 1
વૃદ્ધાવસ્થાનાં સૌથી બેસહાય તબક્કામાં પહોચી ચૂકેલા કેશવભાઇ કઇ રીતે દુનિયાની માયાથી પોતાને અલિપ્ત કરી લે છે અને કઇ રીતે લાડકી પૌત્રી દ્રષ્ટિ તેમને ફરી માયામાં જકડી લે છે તે જાણવા વાંચો હારાકીરી જેવો જ આનંદ આપતી શ્રેણી સંબંધોની હારાકીરી નો પહેલો ભાગ ...વધુ વાંચો
સંબંધોની હારાકીરી - ૨
દરવાજો ખુલતાવેંત જ ડાલામથ્થો પોતાના શિકારને જોઈને ઘૂરકિયા કરતો હોય તે રીતે મીનાબેન કેશવભાઈ અને દ્રષ્ટિને જોઈને આંખો કાઢતા મધરાતનાં સૂનકારને ગર્જના સાથે તોડતા મીનાબેન તાડૂકયા,"તમને કાંઈ ખબર પડે છે કે નહીં? રોજરોજ આમ ક્યાંકને ક્યાંક ભાગ્યા જાવ છો, અમે તો જાણે કેમ તમને રોજરોજ ઠેરઠેર શોધવા નવરાધૂપ જ હોઈએ. અરે! આ તમારો રોજનો ખેલ જોઈને સોસાયટીમાં અમારી ઈજ્જત શું રહેશે તેનો તમને કાંઈ ખ્યાલ પણ છે? પણ ના! તમારે તો અમને બદનામ જ કરવા છે ને! વાંદરો ઘરડો થાય પણ ગૂંલાટ થોડી ને ભૂલવાનો." "મમ્મી! બોલવામાં થોડું તો ધ્યાન રાખ, દાદાજીની ઉંમર જો." દ્રષ્ટિ માંડ આટલું બોલી રહી ...વધુ વાંચો
સંબંધોની હારાકીરી - ભાગ-૩
'શૌર્ય?!! તું અહીં ક્યાંથી?? ક્યારે? કેમ??' સકતામાં પડેલા નલિનભાઈએ પ્રશ્નોનો ગોળીબાર શરૂ કરી દીધો. શૌર્ય હજુ કાંઈ જવાબ વાળે પહેલા તો મીનાબેન શૌર્ય પાસ પાણીનો ગ્લાસ લઈને ધસી આવ્યા. "તમારામાં કાંઈ મેનર્સ જેવું છે કે નહીં? દીકરાને પહેલા પાણીનું તો પૂછો." પછી પાણીનો ગ્લાસ શૌર્યની સામે ધરતા બોલ્યા,"આ લે બેટા પાણી પી લે અને જા અંદર રૂમમાં જઇ આરામ કર!આટલી લાંબી મુસાફરી કરીને આવ્યો છે,થાકી ગયો હોઈશ." મીનાબેન મમતાનો વરસાદ શૌર્ય પર વરસાવતા બોલ્યા. "મોમ! હું રેસ્ટ પછી લઈ લઈશ. ફર્સ્ટ ટેલ મી આ બધું કઈ રીતે થયું એન્ડ આ દાદાજી કેમ નીચે પડ્યા હતા? લૂક એટ ધિસ! કેટલું ...વધુ વાંચો