નાની ઉંમરથી જ અમૃત હોંશીલો હતો.નિરાશા એને ગમતી જ નહિ.તેથી કંઈને કંઈ નુખશા કરી તેની બા ને પણ તે હસાવતો.બા જે દિવસથી બાપાને છોડી ને ચાલી નિકળી હતી ત્યારથી તે બાની આંગળી પકડીને જોડે ને જોડે જ રહેવા લાગ્યો,જાણે મૂક રહી કહેતો કે બા તમે ચિંતા ન કરો હું મોટો થઈ તમને જરૂર અસહાય નહિ રહેવા દઉં.સમયને વિતતા વાર ક્યા લાગે છે.હારિજ છોડી મહેસાણામાં તે ને તેની બા રહેવા લાગ્યા ત્યારથી તે જોતો આવ્યો હતો કે બા હવે ખુશ લાગતી,ક્યારેય તેની આંખ સૂજેલી નહોતી લાગતી.સ્વચ્છ કપડાં પોતે પણ પહેરતી ને તેને પણ સુઘડ રાખતી.તેથી જ

નવા એપિસોડ્સ : : Every Monday

1

અમૃતની મા - ૧

અમૃત ૧ નાની ઉંમરથી જ અમૃત હોંશીલો હતો.નિરાશા એને ગમતી જ નહિ.તેથી કંઈને નુખશા કરી તેની બા ને પણ તે હસાવતો.બા જે દિવસથી બાપાને છોડી ને ચાલી નિકળી હતી ત્યારથી તે બાની આંગળી પકડીને જોડે ને જોડે જ રહેવા લાગ્યો,જાણે મૂક રહી કહેતો કે બા તમે ચિંતા ન કરો હું મોટો થઈ તમને જરૂર અસહાય નહિ રહેવા દઉં.સમયને વિતતા વાર ક્યા લાગે છે.હારિજ છોડી મહેસાણામાં તે ને તેની બા રહેવા લાગ્યા ત્યારથી તે જોતો આવ્યો હતો કે બા હવે ખુશ લાગતી,ક્યારેય તેની આંખ સૂજેલી નહોતી લાગતી.સ્વચ્છ કપડાં પોતે પણ પહેરતી ને તેને પણ સુઘડ રાખતી.તેથી જ ...વધુ વાંચો

2

અમૃતની મા - ૨

અમૃત ૨ ભાગ:૨ લખતા લખતા બાના ચહેરાના ભાવ ને જોતા અમૃત ખૂબ અસંનજશ માં પડી ગયો કે બા શું કામ ગંભીર છે? તેણે બા ને આનંદમાં લાવવા ભજન લલકારવા માંડ્યું ,બા એક નજર નાંખી ચુપ રહી ગઈ.હમેશાં બાનો એ મજાકિયો જવાબ ગેરહાજર હતો..કે “અમૃત બેટા ,ભગવાન તો ભગવાન તેમના બધા વાહનો પણ ભાગી જશે રાગમાં તો ગા બેટા...”જોકે બાને ગમતું અમૃત ગાતો એ.તેમા પણ “એરી મે તો પ્રેમ દિવાની”તે ઉપાડતો ને બા પૂરૂ કરતી.બન્ને ધણી વાર મજાની તૂકબંધી પણ કરી લેતા.પણ આજે તો તે ખૂબ જ ગંભીર હતી. અમૃત સૂવા ઉઠ્યો તો બાએ ...વધુ વાંચો

3

અમૃતની મા - 3

અમૃત ૩ ભાગ: ૩ ખુશ થતો એ ઘરે આવ્યો ને બાને બધુ જણાવ્યું પણ ખુશ હતી કારણ અમૃત તેની ઓફિસ ખોલવાનો હતો.પણ આજે અમૃતે જોયું કે બાએ ડાયરી ન કાઢી ન રાત્રે લખ્યું !શું આ ખુશી નહોતી.બીજી સવારે બાએ કહ્યું ,”ભાઈ જગ્યા ગમી ગઈ હોય તો તારી રીતે ફર્નિચર ને વ્યવસ્થા કરાવી દે.” અમૃતે જણાવ્યું ,”બા સાનંદાશ્ચર્ય ની વાત છે કે એ ઓફિસ એકદમ મારા સ્વપ્ન ની જેમ જ તૈયાર છે.”બા મરક્યા ને કહે,”બેટા તો પણ શાલુને લઈ બરાબર જોઈ આવજે.”તે સાંજે શાલુ ના પરિવાર સાથે તે ઓફિસ જોઈ આવ્યો.બધાને ખૂબ ગમી.કોઈ ખામી કઢાય તેમ હતી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો