સૌરાષ્ટ્રના દલખાણિયા રેન્જમાં સિંહના અપમૃત્યુના ઘેરાતા રહસ્યની વાર્તા એટલે 'સાવજ'. આ વાર્તાના દરેક પાત્રો કોઇ ને કોઇ દોષથી ભરેલા જોવા મળે છે, સિવાય કે મુખ્ય પાત્ર અને તે મુખ્ય પાત્ર છે સાવજ. ચાલો માણીએ એક નવી જ વાર્તા 'સાવજ'. સાવજ ગુજરાતમાં ગીર પંથક સિવાય અમરેલી અને ધારી વિસ્તારમાં સિંહ જોવા મળે. સાસણ ગીરના અભ્યારણ્યમાં રહેલા સિંહ પાલતૂ બિલાડા જેવા બની રહ્યા, જ્યારે સાચા વનરાજનો ખ્યાલ તો બહાર વનમાં ખુલ્લા ફરતા સાવજથી જ આવે..! સાંજ ઢળતા જ ચોતરફથી સિંહની ગર્જનાઓ અમરેલી અને ધારી પંથકના ઘણા ગામડાઓમાં પડઘા પાડી રહી. દિવસભરના અજવાળે રૂપાળી લાગતી વનની વનરાઇ સાંજ થતાં જ ભયાવહ લાગવા લાગે.

Full Novel

1

સાવજ

સૌરાષ્ટ્રના દલખાણિયા રેન્જમાં સિંહના અપમૃત્યુના ઘેરાતા રહસ્યની વાર્તા એટલે 'સાવજ'. આ વાર્તાના દરેક પાત્રો કોઇ ને કોઇ દોષથી ભરેલા મળે છે, સિવાય કે મુખ્ય પાત્ર અને તે મુખ્ય પાત્ર છે સાવજ. ચાલો માણીએ એક નવી જ વાર્તા 'સાવજ'. સાવજ ગુજરાતમાં ગીર પંથક સિવાય અમરેલી અને ધારી વિસ્તારમાં સિંહ જોવા મળે. સાસણ ગીરના અભ્યારણ્યમાં રહેલા સિંહ પાલતૂ બિલાડા જેવા બની રહ્યા, જ્યારે સાચા વનરાજનો ખ્યાલ તો બહાર વનમાં ખુલ્લા ફરતા સાવજથી જ આવે..! સાંજ ઢળતા જ ચોતરફથી સિંહની ગર્જનાઓ અમરેલી અને ધારી પંથકના ઘણા ગામડાઓમાં પડઘા પાડી રહી. દિવસભરના અજવાળે રૂપાળી લાગતી વનની વનરાઇ સાંજ થતાં જ ભયાવહ લાગવા લાગે. ...વધુ વાંચો

2

સાવજ 2

સાવજ 2 અમરેલી પાસે આવેલા દલખાણિયા રેન્જમાં વસવાટ કરતાં માલધારીઓમાં આઇ માના નેસમાં રહેતો જુવાન કાનજી ભરવાડ ઢોર ઉછેરના વ્યવસાય સાથે પ્રવાસીઓને ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરાવી પૈસા કમાતો. કાનજીના આવા ગેરકાયદેસર કામમાં કેટલાયે વન વિભાગના અધિકારીઓ તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફીસર વિદ્યુત પાંડે પણ લાંચની લાલચે આંખ આડા કાન કરતા. ગેરકાયદેસર સિંહ દર્શન કરવા આવેલા કેટલાક વિદેશીઓને સિંહ દર્શન કરાવવા સાથે કાનજી કેટલીક વિદેશી યુવતીઓ સાથે પૈસાની લાલચે અનૈતિક સંબંધ પણ રાખતો. કાનજીના નેસના સરપંચ બેચર બાપાની અઢાર વરસની ત્રીજી વહુ લાભુડી સાથે પણ અનૈતિક સંબંધ રહ્યા હતાં. વર્ષોથી ગુમનામીમાં રહેનાર દલખાણિયા રેન્જ અચાનક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ન્યૂઝમાં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો