એક સાંધ્ય દૈનિકના પહેલા પાને મોટા અક્ષરે છપાયેલા સમાચારે સુનિતાને ફફડાવી મૂકી. "જામનગર અને હાપા વચ્ચે, સાંજની સાડા છની લોકલ ટ્રેન હેઠળ કચડાઇ જવાથી મોતને ભેટતો નવયુવાન." ધડકતા હૈયે સુનિતાએ આખી સ્ટોરી વાંચી. ભીતરે ભય સળવળતો હતો. "ક્યાંક આ નીતિન તો નહીં હોય ને?" મૃતદેહના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. કોઈ વિશેષ ઓળખ પોલીસને તાત્કાલિક તપાસમાં સાંપડી ન હતી. ઝીણવટભરી તપાસ ચાલુ હતી. આખી સ્ટોરી સુનિતાએ બે વખત વાંચી લીધી.

Full Novel

1

મધર એક્સપ્રેસ - 1

મધર એક્સપ્રેસ પ્રકરણ-૧ એક સાંધ્ય દૈનિકના પહેલા પાને મોટા અક્ષરે છપાયેલા સમાચારે સુનિતાને ફફડાવી મૂકી. "જામનગર અને હાપા વચ્ચે, સાડા છની લોકલ ટ્રેન હેઠળ કચડાઇ જવાથી મોતને ભેટતો નવયુવાન." ધડકતા હૈયે સુનિતાએ આખી સ્ટોરી વાંચી. ભીતરે ભય સળવળતો હતો. "ક્યાંક આ નીતિન તો નહીં હોય ને?" મૃતદેહના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. કોઈ વિશેષ ઓળખ પોલીસને તાત્કાલિક તપાસમાં સાંપડી ન હતી. ઝીણવટભરી તપાસ ચાલુ હતી. આખી સ્ટોરી સુનિતાએ બે વખત વાંચી લીધી. મમ્મી દરવાજા પાસે ઓટલે બેઠી-બેઠી બાજુવાળા કાન્તામાસી સાથે રોજના નિયમ મુજબ વાતો કરતી હતી. સુનિતા ફટાફટ જીન્સ ટી-શર્ટ પહેરીને બહાર આવી સ્કૂટી ફળિયા બહાર કાઢતી બોલી, "મમ્મી ...વધુ વાંચો

2

મધર એક્સપ્રેસ - 2

મધર એક્સપ્રેસ પ્રકરણ ૨ ‘અલ્લા હાફીઝ’ કહી અમઝદ રીક્ષામાં બેસી ગયો. રીક્ષા દોડવા માંડી. સવારનો સમય હતો. જામનગરના મધ્ય પરથી પસાર થતી રીક્ષામાં બેઠેલો અમઝદ ‘વેલ કમ પ્રધાનમંત્રીશ્રી’ના બેનર્સ પર ઝહેરીલી નજર દોડાવતો હતો. એને ખબર હતી કે આજે સિક્યોરીટી ફૂલ ટાઈટ હશે. કોઈ માઈનો લાલ, રેલ્વે સ્ટેશન કે નવી ઉદઘાટન પામવા જઈ રહેલી ટ્રેન ‘મધર એક્સ્પ્રેસ’ની નજીક પણ નહીં ફરકી શકે. પણ બીજી તરફ એને વિશ્વાસ હતો કે પ્રધાનમંત્રી ટ્રેનમાં હાપાથી જામનગર સુધીની મુસાફરી કરવા બેસશે અને ટ્રેન ઉપડવાની સાતમી જ મિનીટે જયારે ટ્રેન જામનગર સ્મશાન પાસેના પુલ પરથી પસાર થતી હશે ત્યારે જ એમાં ગોઠવાયેલા ચાર બોમ્બ ...વધુ વાંચો

3

મધર એક્સપ્રેસ - 3

મધર એક્સપ્રેસ પ્રકરણ ૩ નીતિનની મા ત્રુટક-ત્રુટક બોલતી હતી. “અમારા નીતિનનો જન્મ ટ્રેનમાં જ થયેલો. તમે નહિ માનો.. મને દિવસો હતા, ત્યારે અમે ટ્રેનમાં બેસી મારે માવતરે જઈ રહ્યા હતા. હું અને નીતિનના બાપુ. ચોમાસાના એ દિવસોમાં બેફામ વરસાદ વરસતો હતો. અહીંના અમારા ઝૂંપડામાં પાણી ભરાઈ ગયા હતા. મારા માવતરે વાંકાનેરમાં પાકું મકાન હતું. પણ રાજકોટ વટ્યા અને અર્ધી કલાકમાં ટ્રેન પાટા પર જ થંભી ગઈ. ચારે બાજુ પાણી પાણી.. મને ત્યારે જ દુઃખાવો ઉપડ્યો. મુસાફર બાયું ભેગી થઈ અને.. માંડ-માંડ બધું પાર પાડ્યું... રેલ્વેવાળાઓએ બિચારાએ બહુ માનવતા દેખાડી. હું તો નીતિનને મારો દીકરો નહીં. ટ્રેનનો જ દીકરો માનું ...વધુ વાંચો

4

મધર એક્સપ્રેસ - 4

મધર એક્સપ્રેસ પ્રકરણ ૪ આખા શહેરમાં એક જ ચર્ચા હતી. પી. એમ. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં પધારી રહ્યા હતા. જુજ બાકી હતી. પ્રદર્શન ગ્રાઉન્ડમાં આવતા પહેલા હાપા રેલ્વે સ્ટેશને પી. એમ. નવી ટ્રેન ‘મધર એક્સ્પ્રેસ’નું ઉદઘાટન કરી એમાં જ બેસીને જામનગર આવવાના હતા. અનેક મિડીયાકર્મીઓ પ્રદર્શન ગ્રાઉન્ડમાં ગોઠવાઈ ચૂક્યા હતા. રેલ્વે સ્ટેશને પણ મીડિયાકર્મીઓની ફોજ ઉતરી હતી. અને.. જામનગર રેલ્વે સ્ટેશનથી થોડે દૂર અમઝદે બે ઘડી બંધ કરેલી આંખો ખોલી તો સામે ટ્રેનનું એન્જીન પેલા પુલ ઉપર પહોચ્યું હતું. એનું હૃદય જોરથી ધબકવા માંડ્યું. ‘એક, બે, ત્રણ..’ બાજુમાં ઉભેલો પેલો ભિખારી પુલ પર પ્રવેશી રહેલા એક પછી એક ડબ્બા ગણી ...વધુ વાંચો

5

મધર એક્સપ્રેસ - 5 - છેલ્લો ભાગ

મધર એક્સપ્રેસ પ્રકરણ ૫ “આ ટ્રેન જોવાનું મારા નીતિનનું સપનું હતું.” નીતિનની મા રેલ્વે સ્ટેશનના મુખ્ય બિલ્ડીંગની ત્રીજા માળે ઓફિસના કાચમાંથી રેલ્વે સ્ટેશનમાં દૂરથી આવી રહેલી ટ્રેનને જોતા બોલી. “આ ટ્રેન એ નીતિનની બીજી મા જ છે.” એનો અવાજ ભીનો હતો. “સારું થયું સુનિતા.. તું યાદ કરી મને અહીં લઇ આવી. નીતિન હોત તો આજ નાચતો હોત.” અહીંથી આખી ટ્રેન ચોખ્ખી દેખાતી હતી. પ્લેટફોર્મ પર અધિકારીઓ અને કેટલાક નેતાઓ સિવાય કોઈ ન હતું. સ્ટેશન બહાર બાવીસેક ગાડીઓ, એમ્બ્યુલન્સ, પાણીનો બંબો વગેરેની લાંબી કતાર હતી. મિડીયાવાળાઓ બરોબર મેઈન ગેઇટ આગળ જ ઉભા હતા. તેઓ એક-એક ક્ષણને કેમેરામાં કંડારી લેવા માગતા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો