એક યુવક અને યુવતી ઘણાં સમયથી એકબીજાનાં પ્રેમમાં હતાં. યુવક યુવતીને ખૂબ ચાહતો હતો. બંને જણ જોડે ખૂબ ફર્યા હતા. પરંતુ યુવકને છેલ્લા કેટલાંક વખતથી એવું લાગતું હતું કે યુવતીના મનમાં કાંઇક ઘોળાઈ રહ્યું છે. એ ખુલીને વાત નથી કરતી. એક વખત એ લોકો લોન્ગ ડ્રાઇવ પર ગયાં હતાં. આખા રસ્તે યુવકને એવું લાગ્યું કે યુવતી હંમેશા કરતા વધારે શાંત બની ગઈ છે. પરંતુ વાત શરૂ કરવાની એવી હિંમત ન ચાલી . થોડેક આગળ ગયાં પછી એણે હાઈવે પર સાઈડમાં કાર પાર્ક કરી. પછી ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢીને યુવતીને આપી. યુવતીએ ચિઠ્ઠી

નવા એપિસોડ્સ : : Every Thursday

1

તારા વિના - 1

એક યુવક અને યુવતી ઘણાં સમયથી એકબીજાનાં પ્રેમમાં હતાં. યુવક યુવતીને ખૂબ ચાહતો હતો. બંને જણ જોડે ખૂબ હતા. પરંતુ યુવકને છેલ્લા કેટલાંક વખતથી એવું લાગતું હતું કે યુવતીના મનમાં કાંઇક ઘોળાઈ રહ્યું છે. એ ખુલીને વાત નથી કરતી. એક વખત એ લોકો લોન્ગ ડ્રાઇવ પર ગયાં હતાં. આખા રસ્તે યુવકને એવું લાગ્યું કે યુવતી હંમેશા કરતા વધારે શાંત બની ગઈ છે. પરંતુ વાત શરૂ કરવાની એવી હિંમત ન ચાલી . થોડેક આગળ ગયાં પછી એણે હાઈવે પર સાઈડમાં કાર પાર્ક કરી. પછી ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢીને યુવતીને આપી. યુવતીએ ચિઠ્ઠી ...વધુ વાંચો

2

તારા વિના - 2

મીઠું નાખેલી કોફી હું એમ કહું છું મીઠું સ્વાદ મીઠો લાગે તો તમે માનવા ના ખરાં? જો ના તો આ વાંચો .. મીઠું નાખેલી કોફી ના મીઠા સ્વાદ ની વાર્તા.. તે એક પાર્ટીમાં યુવતી ને મળ્યો . યુવતી ખૂબ પ્રભાવશાળી અને સ્વરૂપવાન હતી. કેટલાય યુવાનો તેના પર મરતા હતા. જ્યારે તે એક સામાન્ય યુવાન હતો. કોઈ નું ધ્યાન તેના તરફ ખેંચાય તેવું આકર્ષક તેનું વ્યક્તિત્વ ન હતું પાર્ટી પુરી થઈ એટલે તેણે યુવતીને કોફી પીવા સાથે આવવા આમંત્રણ આપ્યું. ...વધુ વાંચો

3

તારા વિના - 3

પીળાં ગુલાબનાં ફૂલો પરદેશની આ વાત છે. એક સ્ત્રીનો પતિ ખૂબ જ ચાહતો હતો. એમનાં લગ્નની દરેક વર્ષગાંઠ એટલે કે એનવર્સરી નિમિતે એ તેને ગમતાં પીળાં ગુલાબનાં ફુલનો ગુલદસ્તો સવારના પહોરમાં જ ભેટ આપતો, ફૂલોની દુકાણવાળો દર એનિવર્સરીના રોજ સાવરમાં જ એ ફૂલો આપી જાય તેવી વ્યવસ્થા એને કરેલી. પેલી સ્ત્રીને આ બઘું અત્યંત ગમતું. એ પોતાના જાતને ખૂબ જ સુખી ગણતી. એક દિવસ એના પતિને પેટમાં દુખાવા સાથે ઊલટીઓ શરૂ થઈ. એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તપાસને અંતે નિદાન થયું કે એને સ્વાદુપિંડનું કેન્સર થયું છે . અને આયુષ્ય ફક્ત ...વધુ વાંચો

4

તારા વિના - 4

પીળાં ગુલાબનાં ફૂલ નોંધ -તારા વિના ભાગ -3 ની અધૂરી લવ સ્ટોરી અહીં ભાગ - 4 પુરી કરું માફ કરજો મેડમ ફૂલોની દુકાણવાળો બોલ્યો. પરંતુ આપના પતિએ એમને કૅન્સર છે એવું નિદાન થયાના બીજા ન દિવસે આપ જ્યારે ઘરે ગયાં હતાં ત્યારે મને બોલાવીને આવો એક ખાસ ઓડેર નોંધાવી દીધો હતો અને એ મુજબ મારે દરેક વર્ષે આ તારીખે કે જે આપનાં લગ્નની એનિવર્સરી છે એક પીળા ગુલાબના ફૂલોનો ગુલદસ્તો આપને ત્યાં મોકલવાનો હતો. એટલે જ દર વર્ષે આ તારીખે છેલ્લા બે વર્ષથી હું આપને આ ફૂલો મોકલી રહ્યો છું. આ વાત એમણે આપ પૂછો તો જ મારે બતાવવી એવું કહેલું ...વધુ વાંચો

5

તારા વિના - 5

સાઇલેન્સ લેંગ્વેજ એક યુવક અને યુવતી કોલેજના છેલ્લા વરસમાં એક જ માં અભ્યાસ કરતાં હતાં. વરસોથી મિત્ર એ બંને જણા હવે એકબીજા પ્રેમ કરવા લાગ્યા હતાં. ધીરે ધીરે ગાંઢ બનેલી મૈત્રીના પરિણામમાંથી ઊગી નીકળેલ એ પ્રેમ હતો. એકબીજા ને બરાબર જાણ્યા પછી નો એ પ્રેમ હતો. એમાં ફક્ત દિવાસ્વપ્નો ન હતાં. પણ ભવિષ્ય ની જિંદગી પસાર કરવા અંગેનાં વાસ્તવિક અને નક્કર સત્યોનો સમાવેશ થયેલો હતો. યુવતી ના માતા પિતાએ ખૂબ જ વિરોધ કર્યો. સાચા પ્રેમી એવા એ બંને આ પ્રચંડ વિરોધ સામે રીતસર ઝઝુમ્યા અને જીત્યા પણ ખરાં . યુવતીનાં માતા પિતા એ હા પાડી . ...વધુ વાંચો

6

તારા વિના - 6

તારા વિના ભાગ - 5 ની અધૂરી લવ સ્ટોરી. (સાઈલેન્સ લેંગ્વેજ) સાંકેતિક ભાષા. યોગાનુયોગ એ નવા શહેર માં પેલી યુવતીને સાઈન લેંગ્વેજ (સાંકેતિક ભાષા) શીખવા નો મોકો મળી ગયો. આ ભાષામાં હાથ-મોના ઈશારાઓ વડે બહેરા-મુંગાં લોકો વાતચીત કરી શકે છે પોતાના પ્રેમીને સાવ ભૂલી જવાના ઈરાદા સાથે એણે પોતાની જાતને આ ભાષા શીખવાના કામમાં રીતસર ડુબાડી જ દીધી. એક દિવસ જુના શહેર માં રહેતી એ યુવતીની બહેનપણીએ આવીને જણાવ્યું કે પેલો યુવાન વિદેશથી ભણી ને આવી ગયો છે. અને એ લોકો ક્યાં જતાં રહ્યાં એની પૂછપરછ કરે છે મુંગીબહેરી બની ગયેલી યુવતી એ પોતાના ...વધુ વાંચો

7

તારા વિના - 7

★★★★【તારા વિના મારી લાઈબેરી】એક છોકરો રોજરોજ લાઈબેરીમાં જતો અને એક પુસ્તક પોતાની સાથે લઈ જતો લાઈબેરી માં છોકરી કામ કરતી હતી. એને આ છોકરો ખૂબ પ્રેમ કરતો. પણ એને કહી શકતો નહીં એ રોજ રોજ એને એક પત્ર લખતો પણ પોસ્ટ કરી શકતો નહીં. દિવસો વીતતા ગયા અને છોકરો અચાનક અકસ્માતમાં ગુજરી ગયો . એના ખાના માંથી આ છોકરી ને લખેલા બધા જ પત્રો મળ્યાં... અને છોકરી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. કારણ કે એ એને જે પુસ્તક આપતી એમાં પત્ર મુક્તી.. છોકરો પુસ્તક વાંચતો ન હતો લઈ જતો. છોકરી ને મળવા આવતો હતો . એ પુસ્તક ખોલ્યા વિના જ પાછું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો