પ્રકરણ ૧ :ખૂન: એક રહસ્યની શરૂઆત“રહસ્યો અંતરમાં પૂરીને કોઈક બેઠું છે, રમત જાણીતી છે,પણ રમનાર કોઈક અદીઠું છે.”વહેલી પરોઢના પાંચ વાગ્યાનો સમય, આખું અમદાવાદ જાણે ઠંડી ની ચાદર ઓઢીને પોઢ્યું હતું. સાબરમતી તેની શાંત ધાર સાથે વહી રહી હતી. રિવરફ્રન્ટ પર સવારે ચાલવા માટે આવનારા સ્વાસ્થ પ્રેમી લોકોની સંખ્યા આજે થોડીક ઓછી જણાતી હતી. ઠંડીનો ચમકારો હતો અને પારો તેના ન્યુનતમ તાપમાન ને અડવાની બસ અણી પર જ હતો.તેવામાં એક 65 વર્ષના વૃદ્ધ કાકા સાબરમતીના બ્રિજ પરથી છાપાંઓનો થપ્પો સાયકલ પર બાંધીને નીકળ્યા. છેલ્લા ૫ વર્ષથી એમનો આ નિત્યક્રમ. મેન ઓફિસથી છાપા લઈને ઘરે ઘરે પહોંચાડવાનુ એમનું કામ.છબીલ કાકા એ વ્યક્તિનું નામ. છાપાવાળા કાકા

1

“વમળ..!” (લોન્ગ સ્ટોરીઝ કોમ્પિટિશન અંતર્ગત ત્રીજા સ્થાને પસંદ પામેલ વાર્તા) - 1

પ્રકરણ ૧ :ખૂન: એક રહસ્યની શરૂઆત“રહસ્યો અંતરમાં પૂરીને કોઈક બેઠું છે, રમત જાણીતી છે,પણ રમનાર કોઈક અદીઠું છે.”વહેલી પરોઢના વાગ્યાનો સમય, આખું અમદાવાદ જાણે ઠંડી ની ચાદર ઓઢીને પોઢ્યું હતું. સાબરમતી તેની શાંત ધાર સાથે વહી રહી હતી. રિવરફ્રન્ટ પર સવારે ચાલવા માટે આવનારા સ્વાસ્થ પ્રેમી લોકોની સંખ્યા આજે થોડીક ઓછી જણાતી હતી. ઠંડીનો ચમકારો હતો અને પારો તેના ન્યુનતમ તાપમાન ને અડવાની બસ અણી પર જ હતો.તેવામાં એક 65 વર્ષના વૃદ્ધ કાકા સાબરમતીના બ્રિજ પરથી છાપાંઓનો થપ્પો સાયકલ પર બાંધીને નીકળ્યા. છેલ્લા ૫ વ ...વધુ વાંચો

2

“વમળ..!” (લોન્ગ સ્ટોરીઝ કોમ્પિટિશન અંતર્ગત ત્રીજા સ્થાને પસંદ પામેલ વાર્તા) - 2

પ્રકરણ ૨:પ્રેમ : એક અનોખી હોનારત“પ્રેમની આ શરતમાં ખરો ફસાયો, જીતવા તને નીકળ્યો ને ખૂદ જ લૂંટાયો. “ઓગસ્ટ- ૨૦૧૫.રાતના વાગ્યાનો સમય. અરવલ્લીના ડુંગરોની ફરતે મળે એવું ગામ એટલે ધોલપુર. રાજસ્થાનના સીમાડા આ ગામ પછી શરૂ થતા. ૭૦૦ માણસોની વસ્તી ધરાવતું એક મોટું ગામ. ગામના પ્રવેશ પહેલાં વહેતી એક નદી અને એ નદી પર બાંધેલો એક નાનકડો પુલ. નદી જ્યારે તેના પૂર્ણ વહેણમાં હોય ત્યારે તો પાણી પુલની ઉપર થી વહેતું જાય. ગામના ઝાંપે આવેલું ભોળાનાથ નું મંદિર. સવાર સાંજ તેમાં થતી આરતીની ધૂન અને એ શંખનાદ એક અનુપમ શાંતિ ...વધુ વાંચો

3

“વમળ..!” (લોન્ગ સ્ટોરીઝ કોમ્પિટિશન અંતર્ગત ત્રીજા સ્થાને પસંદ પામેલ વાર્તા) - 3

પ્રકરણ ૩ :સૂરાગ : એક ષડયંત્રની શરૂઆત“ચારેબાજુ જોયું તો ઘોર અંધારૂ ફેલાયું છે, સૂરાગની બધી કડીઓ નીચે એક સત્ય છે.”"ચંદ્રકાંત ગોરીની ડેડબોડીની આજુબાજુ રહેલી તમામ વસ્તુઓ અમે પુરાવા તરીકે લાવ્યા હતા. તમને નવાઈ લાગશે સર પણ આ કંઈ સાદો ધાબળો નથી, બહુ ખુશ્બુદાર બ્લેંકેન્ટ છે. તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમાં "બ્લ્યુ દે ચેનલ"નામનું પરફ્યુમ છાંટવામાં આવ્યું છે. "ડૉ. કુમારે ઘટસ્ફોટ કર્યો. ઇન્સ્પેક્ટર જાડેજા ના મગજ માં અચાનક સવાલોની વર્ષા શરૂ થઈ.ધાબળામાં પર્ફ્યુમ કોઈ કેમ છાંટે? આ આદત સમજવી થોડી અઘરી હતી. જાડેજાને આ પર્ફ્યુમ વાળી વાત સામાન્ય ના લાગી.. એ પર્ફ્યુમની બોટલ જાડેજાના મગજમાં ઘૂસી ગઈ હતી. ઘરના સદસ્યો અને તેમના મિત્રો ...વધુ વાંચો

4

“વમળ..!” (લોન્ગ સ્ટોરીઝ કોમ્પિટિશન અંતર્ગત ત્રીજા સ્થાને પસંદ પામેલ વાર્તા) - 4

પ્રકરણ ૪ :અત્તર : ખૂનની મહેક“કોણે કહ્યું કે મહેક સુંદરતાની વ્યાખ્યા આપે છે, સાચવીને રેહજો,આ મહેક ખૂનીને તાગ આપે પાછા આવતા ઈન્સપેકટર જાડેજાને યાદ આવી ગયું હતું કે આવા ફૂલ અને બીજ તેમણે પહેલાં ક્યાં જોયા હતા. અને તેમાંથી મળેલા કેમિકલ વિષે જાણ થતા જ તેઓ તાત્કાલિક ગોરી સાહેબના ઘરે પહોંચ્યા. ગોરી સાહેબના રૂમની અગાશીમાં પહોંચી તેમની નજર ચારે બાજુ ફરવા લાગી, ત્યાં ઘણા બધા કૂંડા હતા જેમાં જાતભાતની વનસ્પતિના છોડ હતા. તેમની નજર ફરતી ફરતી એક કૂંડા પર સ્થાયી થઈ. આબેહૂબ એજ વનસ્પતિ અને એવા જ ફૂલ કે જે ઈન્સપેકટર જાડેજાએ ધોલપુર ગામમાં ગોરી સાહેબના ખેતરમાં જોયા હતા. ઇન્સ્પેક્ટર જાડેજાની નજર સીધી જ ...વધુ વાંચો

5

“વમળ..!” (લોન્ગ સ્ટોરીઝ કોમ્પિટિશન અંતર્ગત ત્રીજા સ્થાને પસંદ પામેલ વાર્તા) - 5

પ્રકરણ ૫ : વળાંક : અંતિમ પર્દાફાશ. “આ સફરનો અંતિમ વળાંક વિશેષ છે, વિચાર્યું તુ જે મંઝિલ તેનાથી વિપરીત “સમગ્ર ઘટનાના ૧૦ દિવસ પછી, અર્પણના ફોન પર અચાનક અન્વેષીનો ફોન આવે છે. અર્પણ ૧૦ દિવસથી અન્વેષીને ફોન કરી રહ્યો હોય છે, તેને મળવા માટે. પણ અન્વેષી ક્યાં ગુમ થઈ જાય છે તેની કોઈને ખબર સુધ્ધાં નથી હોતી. આવી પરિસ્થિતિમાં સામેથી અન્વેષીનો ફોન આવતા જોઈને અર્પણની ખુશીનો પાર ના રહ્યો. ફોન ઉપાડીને તે બોલ્યો, "ક્યાં છે તુ અન્વેષી? કેટલાય દિવસોથી તને શોધવાનો પ્રયાસ કરું છું, એક વાર તો મારી જોડે વાત કર.""મારે મળવું છે તને? મળીશ?"સામે છેડેથી અન્વેષીએ સ્પષ્ટ સવાલ પૂછયો. "હું અધીરો છું અન્વેષી તને મળવા માટે, ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો