હર્ષ હસ્યો અને જવાબમાં બસ “હા” ઉચ્ચાર્યું ડ્રોઈંગ રૂમ તો જાણે કોઈ ફાઈવ સ્ટાર હોટલ નો હોલ. કાવ્યા આ બધું જોઈ રહી’તી અને પ્રફુલ્લિત થઈ રહી’તી. ડ્રોઈંગ રૂમમાં એક વિશાળકાય વેલ્વેટના સોફા ઉપર થ્રી પીસ સુટ માં, પગ પર પગ ચડાવીને, પોતાના બંને હાથ સોફા પર લંબાવીને સ્ટાઈલથી એક વ્યક્તિ બેઠેલ હતો. હર્ષ તેની પાસે ગયો ઝૂકીને એને રિસ્પેક્ટ આપી અને હાથ મિલાવ્યો. કાવ્યા આ બધું ત્યાં જ ઉભા ઉભા જોઇ રહી હતી. હર્ષે કાવ્યાને પોતાની પાસે બોલાવીને તેનો પરિચય કરાવતાં કહ્યું કે, આ તેના બોસ મિસ્ટર ડેવિડ ડિમાન્ડેડ છે. તેમણ
Full Novel
બેગુનાહ - 1
બેગુનાહનમસ્કાર મિત્રો મારી પ્રથમ લિખિત નવલકથા પ્રસ્તુત છે આપ સૌની સમક્ષ.. આશા રાખું છું આપ સૌને આ પસંદ પડશે આપ તેને વધાવી લેશો. કોર્ટરૂમમાં જજ સાહેબ આગળ ઉભેલી કાવ્યાની આંખોમાંથી અશ્રુ વહી રહ્યા હતા. કોર્ટરૂમમાં તે પોતાના પિતા સાથે ઊભી હતી તેના તેના સસરા પણ તેની સાથે જ ઉભા હતા. જજ સાહેબે કેસની સંપૂર્ણ વિગત જાણી-સમજીને તેને ગંભીરતાથી લીધી હતી. જજે તેમને જવા માટે કહ્યું અને કાવ્યાના વકીલને અમુક ઓર્ડર આપ્યા. કોર્ટમાંથી બહાર નીકળીને તે તેની સાથે આવેલ તેના પિતા અને સસરા સાથે ગાડીમાં બેસીને પરત ફરી રહી હતી. ગાડીમાં બેઠેલ કાવ્યાની નજરો રોડ પર સડસડાટ દોડતી ગાડીની બહાર તાકી રહી ...વધુ વાંચો
બેગુનાહ - 2
ભાગ 2પણ આ શું? અચાનક જ મિસ્ટર ડેવિડે તેને બાથમાં ભીડી લીધી. અચાનક થયેલા આવા ઓડ બિહેવિયરથી કાવ્યા એ ધક્કો મારી દીધો. તે ગભરાઈ ગઈ. હર્ષે તેને સમજાવતા કહ્યું કે ફોરેનમાં “હગ” કરવાનો (ભેટવાનો) રિવાજ છે, જેમ આપણા દેશમાં પગે લાગવુ ને નમસ્કાર હોય તેમ. પણ કાવ્યાના મુખમંડલ પરથી ખુશીનો તેજ ઓતપ્રોત થઈ ચૂક્યો હતો. હર્ષે મિસ્ટર ડેવિડને ઈશારો કર્યો અને કાવ્યાનો હાથ પકડીને ડ્રોઈંગરૂમમાંથી ત્યાં આવેલા બેડરૂમ તરફ લઈ ગયો. ત્યાં તેને બેસાડી પછી સમજાવવા લાગ્યો: “કાવ્યા અહીંના પશ્ચિમી દેશોમાં આવું બધું નોર્મલ કહેવાય. તું ડર નહીં, હું તારી સાથે છું.” કાવ્યાની આંખોમાં પાણી આવી ગયા. હર્ષે તેનો ...વધુ વાંચો
બેગુનાહ - 3 - છેલ્લો ભાગ
પાછલા ભાગમાં આપણે જોયું કે કાવ્યા સાથે જે ઘટના બની તેના પ્રત્યુત્તરમાં તેણે પોતાના પતિ હર્ષ પર ઘા કર્યો. આપ સૌ સમક્ષરજૂ કરી રહ્યો છું તેનો આગળનો ભાગ.....હર્ષ કંઈક સમજે વિચારે તે પહેલાં જ તેના માથામાં સીધો ઘા કર્યો. હર્ષનું માથું ફાટી ગયું. માથું - ચહેરો લોહીલુહાણ થઇ રહ્યું હતું. કાવ્યાએ હાથમાં રહેલ કાચના ટુકડાનો ફરીથી ઘા કર્યો. હર્ષ ઢળી પડ્યો. ડેવિડ આ દ્રશ્ય જોઈને ત્યાંથી નાસી ગયો. કાવ્યા ચીસો પાડતી હાથમાં રહેલ કાચના ટુકડા વડે ઘાત - પ્રતિઘાત કરી રહી હતી. તે રડતા રડતા હર્ષની લાશ પાસે બેસી ગઈ. તેની ઉપર વારંવાર વાર કરી રહી હતી. આંસુ ...વધુ વાંચો