સૌગાદ ( 1 ) જીવનની ગઝલ ગાવી હોયતો, જીવનમાં સુર,તાલ અને લય જોઈએ. જમાનામાં દર્દીલું ગીત ગાવા, જીવનમાં ઝંઝાવાત જોઈએ. ન મળે કયાંય કિતાબોમાં -ગીતા- એવા ખયાલાત જોઈએ. અજવાળું આપવા અન્યને, દીપકે જાત જલાવવી પડે છે, સુવાસ પાથરવા જિંદગીની , ફૂલોને પણ મસળાવું પડે છે. ઈશ્વર નથી ક્યાંય મંદિર કે મસ્જિદમાં , એને ખોળવા ખોળિયું ખેલદિલ જોઈએ. ચૂમે છે કદમો એના જ સફળતા, જે જિંદગી ને નાખે છે પરિશ્રમનાં પૂરમાં, જિંદગીને ટોચ પર નિહાળવા, આગવી દ્રષ્ટિ જોઈએ. નીલકંઠ બની પૂજાવા માટે , આકંઠ વિષપાન કરવું પડે છે. સાચી વાત જમાનાને કહી શકે, તેવી કલમમાં તાકાત જોઈએ. ધ્રુવતારક બની ચમકી શકે

નવા એપિસોડ્સ : : Every Thursday

1

પદ્યમાલા-ભાગ-1

સૌગાદ ( 1 ) જીવનની ગઝલ ગાવી હોયતો, જીવનમાં સુર,તાલ અને લય જોઈએ. જમાનામાં દર્દીલું ગીત ગાવા, જીવનમાં ઝંઝાવાત ન મળે કયાંય કિતાબોમાં -ગીતા- એવા ખયાલાત જોઈએ. અજવાળું આપવા અન્યને, દીપકે જાત જલાવવી પડે છે, સુવાસ પાથરવા જિંદગીની , ફૂલોને પણ મસળાવું પડે છે. ઈશ્વર નથી ક્યાંય મંદિર કે મસ્જિદમાં , એને ખોળવા ખોળિયું ખેલદિલ જોઈએ. ચૂમે છે કદમો એના જ સફળતા, જે જિંદગી ને નાખે છે પરિશ્રમનાં પૂરમાં, જિંદગીને ટોચ પર નિહાળવા, આગવી દ્રષ્ટિ જોઈએ. નીલકંઠ બની પૂજાવા માટે , આકંઠ વિષપાન કરવું પડે છે. સાચી વાત જમાનાને કહી શકે, તેવી કલમમાં તાકાત જોઈએ. ધ્રુવતારક બની ચમકી શકે ...વધુ વાંચો

2

પદ્યમાલા- ભાગ-2

( લેખકનું નિવેદનઃ- પદ્યમાલા- ભાગ- 1 માં મેં સૌગાદ, માણસ, મારી ગુજરાત ગરવી ગરવી રે, ગુલાબી શીતળતા, વધામણાં, વગેરે મારી સ્વરચિત અને મૌલિક રચનાઓ લખી છે. હવે પદ્યમાલા-ભાગ-2 માં હું બીજા પાંચ કાવ્યોનો સંગ્રહ આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહી છું. આશા છે કે વાંચનાર મિત્રોને ગમશે. આ પણ મારી મૌલિક રચનાઓ છે. હું ઘણાં સામયિકોમાં પણ લખું છું. લખવાની યાત્રા મારી 13 વર્ષથી ચાલું છે. આ બુક વાંચી આપનો કિંમતી અભિપ્રાય આપશો. આપનાં અમૂલ્ય સૂચનો પણ સાદર સ્વીકાર્ય છે. લી. ડો. ભટ્ટ દમયંતી.) (1) વિશ્વ મિત્ર- (સૂર્ય ) ...વધુ વાંચો

3

પદ્યમાલા- ભાગ-3

( પ્રિય વાચકમિત્રો, આ પહેલાં પદ્યમાલાનાં બે ભાગ પ્રકાશિત થયા છે, આપનાં તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. તેના માટે ખૂબ આભાર. હવે પદ્યમાલાનો ભાગ-૩ આપની સમક્ષ રજૂ કરતાં હર્ષ અનુભવું છું. આ તકે હું માતૃભારતી.કોમ,અને માતૃભારતી એડીટોરીયલ ટીમનો પણ આભાર વ્યકત કરું છું. જેમણે આ એપ પર મારી પહેચાન બનાવવાની તક અને પ્લેટફોર્મ પૂરું પાડ્યું. તે માટે...........ધન્યવાદ........) ( પદ્યમાલા- ભાગ-૩...) (૧) હરિ નીરખવા... આ મેઘો વરસે ઝરમર નીર હરિ નીરખવા, આ ધરાએ ઓઢ્યાં ચીર હરિ નીરખવા, આ મયૂર નાચે સોળ કળા ઉમંગ હરિ નીરખવા, ટેહૂક ટેહૂક સૂર મળે સંગ હરિ નીરખવા, તા તા થૈ થૈ મોર બપૈયા હરિ નીરખવા, કૂહુ કૂહુ બોલે કોયલિયા હરિ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો