મને ગમે છે મારી સ્કૂલબેગ

(15)
  • 29.3k
  • 0
  • 12.8k

સ્કૂલબેગમાં વિદ્યાર્થીઓને જીવન ઘડતર માટે આ પુસ્તક કાયમી ઉપયોગી થશે. ઉપરાંત માર્ગદર્શક અને મિત્ર બનીને પણ ૨૪ કલાક સાથે રહશે.

Full Novel

1

મને ગમે છે મારી સ્કૂલબેગ

સ્કૂલબેગમાં વિદ્યાર્થીઓને જીવન ઘડતર માટે આ પુસ્તક કાયમી ઉપયોગી થશે. ઉપરાંત માર્ગદર્શક અને મિત્ર બનીને પણ ૨૪ કલાક સાથે ...વધુ વાંચો

2

મને ગમે છે સ્કૂલબેગ - 2

વિદ્યાર્થીમાં એકાગ્રતા, પ્રસન્ન્તા અને સ્વચ્છતા વધે તે માટે મારા પ્રતિભાવ એ છે કે, વિદ્યાર્થીને ચિત્રમાં રૂચી હોય, તો તેમાં વધે, સંગીતમાં રસ હોય, તો તેમાં આગળ વધે, વાંચન વક્ર્તૃત્વ, લેખન, રમતમાં રસ હોય તો તેમાં આગળ વધવાની તેની એકાગ્રતા,પ્રસન્ન્તા,સ્વસ્થતા વધશે. કિશોરકથા લેખન શિબિરના પહેલા સ્પર્ધક અભય વાર્તા લખે છે: કેમ છો જેરામ દાદા? કેમ છો જબુ મા? મજામાંને? સંધ્યા માટે જેરામભાઈએ ખાટલો ઢાળી દીધો. જુઓ જેરામદાદા, જ્બુમા તમારે બંનેએ આશ્રમમાં રોજ સાંજે વાળુ પાણી કરીને ભણવા આવવાનું છે. સંધ્યાની વાત અટકાવતાં જ્બુમા બોલ્યાં: ‘હવે, આ ઉંમરે ભણવાનું? અમારાં છોકરા વહુને ભણવા લઈ જાઓ.’ ...વધુ વાંચો

3

મને ગમે છે સ્કૂલબેગ - ભાગ 3

હું વાંચવા બેસું છું તે જગ્યા, ટેબલ સ્વચ્છ રાખું છું. શરીર ટટ્ટાર રાખી, મનને એકાગ્ર રાખી સ્વચ્છતાથી અને પ્રસન્ન્તાથી વાચું છું. સારા વિચારો કરું છું. મને બધું જ આવડે છે, મને બધું જ આવડશે એવા વિશ્વાસથી તૈયારી કરું છું. ત્યારે સાથે સાથે આઇન્સ્ટાઈનનો સુવિચાર પણ દ્રઢ કરું છું. તેઓએ કહ્યું છે, ‘બાળકને જીવન અને જગતની સુંદરતા સમજવા અને માણવાની કેળવણી પણ મેળવી જોઈએ. માત્ર ટેકનિકલ પણ મેળવી જોઈએ. માત્ર ટેકનિકલ તાલીમ પામેલ માનવી તો કેળવાયેલા કૂતરા બરાબર જ રહેશે. ...વધુ વાંચો

4

મને ગમે છે સ્કૂલબેગ - ભાગ 4

એમાં એક દિવસ એવું બને છે કે ચાર-પાંચ ઢોંગી બાવાઓ શરીર ઉપર ભસ્મ લગાડીને હાથમાં ચીપિયો છે. માથામાં જટા આંખમાં કાજળ આંજ્યા છે. એક હાથમાં કમંડળ ધારણ કર્યું છે. બં બં ભોલે બંબં ભોલે, બોલતા બોલતા મયંક અને તેના મિત્રો પાછળ પડી જાય છે. મયંકને તેના મિત્રોને ઊભા રાખીને કહે છે કે, ‘બચ્ચે લોગ હમ હિમાલય સે આયે હે, લો હમારા પ્રસાદ ખાઓ. તુમ સબ સ્કૂલ મે ફસ્ટૅ આ જાઓગે.’ મયંક એક બાવાના હાથમાં ભૂરકી હતી તે જોઈ ગયો. તેને થયું કે આ ભૂરકી નાખી બાવા અમને બેભાન કરે તે પહેલાંતેને પાઠ ભણાવું. મયંકે હિમતથી કહ્યું કે મારી પાસે મોબાઈલ છે ૧૦૦ નંબર ઉપર પોલીસને ફોન કરું? ત્યાં તો ઢોંગી બાવાઓ ઊભી પૂંછડીએ ભાગ્યા. ...વધુ વાંચો

5

મને ગમે છે સ્કૂલબેગ - ભાગ 5

લાલ બહાદુર શાસ્ત્રીજી કહેતા કે, ‘જેમ બાળારાજાના અને યુવાનોના ઘડતર માટે આપણે બધું કરી છૂટીએ છે તેમ કિશોર-કિશોરીઓ આપણા ધરી છે.’ શાસ્ત્રીજીનો જન્મ તા.૨ ઓક્ટોબર ૧૯૦૪ના રોજ મુગલ સરાઈમાં થયો. ૧૭ વર્ષની વયે અભ્યાસ ત્યજ્યો અને ગાંધીજીની અસહકારની ચળવળમાં જોડાયાં અને ધરપકડ વહોરી. ૧૯૫૮માં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી બન્યા ગૃહમંત્રી બન્યાં. પંડિત જવાહરલાલ નહેરૂજીના મૃત્યુ બાદ ૧૯૬૪માં વડાપ્રધાન બન્યાં હતાં. કરકસર, સાદગી, દેશભાવના જેવા અનેક ગુણો એમનામાં હતાં આપણે પણ એ ગુણોને વિકસાવવાના છે. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો