ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૧ રવિવાર સવારની મજાજ કઈક અલગ હોય છે. રવિવારની રાહ શુક્રવારથી ચાલુ થાય છે. આ એકજ દીવસ હોય જયારે મને મોડા સુધી ઉંગવા મળે, બાકી રોજ વહેલી સવારે ૭ના ટકોરે ઉઠીને કસરત કરવા જવાની મારી ટેવ આજથી નહિ પણ વર્ષોથી છે. જેટલું મહત્વ કામ કરવાનું છે, એના કરતા વધારે મહત્વ કસરતનું હોય એવું મને દ્રઢપણે સમજાવવામાં આવેલુ. સોમ થી શનિ કડક ડાયટીંગ કરતો, પણ રવિવારે બધાજ નિયમોમાંથી રજા. મન થાય ત્યારે ઊઠવાનું અને મન થાય ત્યારે નાહવા જવાનું અને જે ખાવું હોય એ ખાવાનું. નો ડાયટીંગ - નો રૂલ્સ. દિવાળીની આજની રવિવારની સવાર પણ
Full Novel
ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૧
એક અજાણ્યો વ્યક્તિ એના બોસના કહેવા પ્રમાણે મારું અને મારી પત્નીનું બેરહેમીથી મર્ડર કરે છે અને અમને ઉત્તર દિશા લઇ જાય છે. નસીબથી હું બચી જાઉં છું. આ ઘટનાને લગતા મારા મનમાં ઉદભવેલા તમામ પ્રશ્નોનોના ઉત્તર જાણવા હું આ સાહસિક અને ડરામણા સફરનો નીડર થઇને ભાગ બનું છે. કેવી રીતે? એ જાણવા તમારે પણ મારા આ સાહસિક સફરનો ભાગ બનવું પડશે. ...વધુ વાંચો
ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૨
ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૨ .....રોશનીના માથામાંથી ટપકતું લોહી પેલા જોહનના પેન્ટ, બુટ અને ચાલતી ડાબો પગ આગળ જાય એટલે જમીન પર પડતું હતું. પણ જોહનને કશોજ ફરક નહોતો પડી રહ્યો. એણે એની ગાડીની ડેકી ખોલી અને અમને બંનેને એકસાથે ડેકીમાં જાણે કચરા ભરેલી બેગ હોય એમ બંનેને એકસાથે ફેક્યા. રોશનીની લાશ તો ખૂણામાં પડી અને હું ડેકીમાં પડેલા સ્ટેફની અને જેકની જોડે જઈ ને પડ્યો.... હવે આગળ..... એણે અમને બંનેને એકસાથે ઉચકીને ડેકીમાં નાખ્યા હતા, એટલે એના પરથી અંદાજો લગાવી શકાય કે એ માણસ કેવો સશકત હશે. એની હાઈ ...વધુ વાંચો
ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૩
ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૩ .....હું ડેકીમાં હતો એટલે જોહનને જોઈ ન શકયો. થોડીવાર રહીને દરવાજો ખુલ્યો ગાડી પાછી દબાઈ ગઈ એટલે જોહન ગાડીમાં બેઠો હશે અને ફરીથી ગાડી ચાલુ કરી. મારા જીવમાં જીવ આવ્યો. પેશાબ કરવા ગાડી ઉભી રાખી હશે. થોડીવાર રહીને એ કશુક ખાતો હોય એવો અવાજ આવ્યો. કદાચ પેશાબ માટે ઉતર્યો હશે ત્યારે લારીમાંથી કશુક લીધું હશે. હવે આગળ..... જોહન હવે ફરીથી ગાડી ઉભી રાખે એ પહેલા ડેકીનો આખો સીન પહેલા જેવો હતો એમ કરી દીધો. રોશનીને પાછી મે કાઢેલી જર્સી પહેરાવી અને મારા મોઢા પર એનો બાંધેલો રૂમાલ પ ...વધુ વાંચો
ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૪
ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૪ .....આ સાંભળીને હું ઘભરાઈ ગયો અને મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા. મારા પ્રશ્નોનું જાણે વાવાઝોડું આવ્યું હોય એમ મારૂ મન મને એક પછી એક પ્રશ્નો કરતુ હતું. જેમકે પેલો જોહનનો બોસ કોણ છે જોહન કોણ છે તેમનો પાસવર્ડ "ગુડિયા-૩૬" કેમ છે અને એ લોકોને રોશનીની લાશ કેમ જોઈએ છે? આવા ઘણા બધા પ્રશ્નો મારા મનમાં ચાલી રહ્યા હતા. હવે આગળ..... જોહને ગાડી પુણા પહોચાડી. પુણા પહોચતા પહોચતા રાત પડી ગઈ. ભૂખ અને શરીરમાંથી આટલું લોહી વહી જવાના કારણે અને મારા મનમાં ઉદ્ભવતા આટલા બધા પ્રશ્નો જેના ...વધુ વાંચો
ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૫
ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૫ .....એણે ધીમે રહીને એની બેગ ખોલી અને એની બીજી બંદુક કાઢીને તરતજ સામે તાકી અને બંદુક ચલાવી પણ એમાંથી ગોળીજ ન નીકળી કારણકે એ બંદુકની ગોળીઓ મેં કાઢીને મારા ખીસ્સામાં મૂકી દીધી હતો અને બંદુક પાછી બેગમાં મૂકી દીધી હતી. બંને બંદુકો એકસરખીજ હતી એટલે એની ગોળીઓ મને કામમાં લાગવાની હતી અને આવી કોઈ પરિસ્થિતિ સર્જાશે એનો પણ મને અંદાજો હતો. હવે આગળ..... જોહને આ હરકત કરી એટલે એણે સબક શીખવાડવો જરુરી હતો, મારો નિશાનો ચુકે નહિ એટલા માટે બીજા ૨ ડગલા આગળ ચાલીને મેં જોહનનાં પગમાં તરત ...વધુ વાંચો
ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૬
ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૬ .....એ કોઈ પણ પ્રશ્નનો જવાબ આપતો ન હતો એટલે હું એક પછી પ્રશ્નો કરતોજ રહેતો હતો. એ કશુજ બોલી રહ્યો ન હતો અને મારામાં જાણવાની ઉત્સુકતા વધી રહી હતી. મેં પ્રશ્નોનો બીજો રોઉંન્ડ શરુ કર્યો. મેં એણે પૂછ્યું કે, ‘તું કોણ છે અને ક્યાંથી આવે છે તારું શું કામ છે તું અમને ક્યાં લઇ જાય છે.?’ હવે આગળ..... એ મારા કોઈ પણ પ્રશ્નોનો જવાબ નહોતો આપી રહ્યો માટે મારા પેલા ત્રણ પત્તામાંથી એક પત્તુંતો મેં વાપરી દીધેલું હવે બીજુ અને ત્રીજું પત્તું એકસાથે વાપરવાનો સમય હતો. મેં એણે ચેતવણી આપ ...વધુ વાંચો
ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૭
ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૭ .....આ ઉપાય મને ખુબ કામમાં લાગ્યો કારણકે હવે જોહન મને કોઈ પણ નુકશાન પહોચાડે એવું શક્ય ન હતું, કારણકે જો જોહન મને મારી કાઢશે અને મારો ફોન સલીમ ઉપર નહિ જાય તો સલીમ એના ફેમિલીને પતાઈ દેશે. હવે મેં બંદુક અને ફોન ખીસામાં મૂકીને તાપણું કરવા લાગ્યો. હવે આગળ..... જોહન મારી સામે જોઈ રહ્યો હતો પણ હવે મને એનાથી ઘભરાવવાની જરૂર ન હતી અને એ પ્લાન મારો સફળ રહ્યો, કારણકે પિસ્તોલ અને ફોન મૂકી દીધા પછી પણ જોહને મારા પર કોઈ પ્રકારનો હુમલો ન કર્યો. હવે અમને બંનેને એકબીજાની જરૂર હ ...વધુ વાંચો
ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૮
ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૮ .....કાળા ચશ્માં અને જમણા હાથમાં મોટી ઘડિયાળ. ટટ્ટાર બેસીને ગાડી ચલાવતો અને થોડી વાર એ સેફટી માટે કાચમાંથી પાછળ જોયા કરતો. ઘણીવાર અમે બંને એક સાથે એકબીજાને જોઈ લેતા એટલે મને ખબર પડી કે એની નજર મારા પર છે. હવે આગળ..... ૫૦૦ કિમી લાંબા સફરમાં થોડીવાર માટે હું આ બધી હકીકતમાંથી બહાર આવીને વિચારોમાં ખોવાઈ ગયો અને રોશની સાથે જોડાયેલી બધીજ યાદો મારા મનમાં એકસાથે આવવા લાગી. *** મને હજુ પણ યાદ છે એની પહેલી ઝલક જયારે મેં એને બુલેટ મોટર-સાઇકલ ચલાવતા જોઈ હતી. કોલેજના પ્રથમ વર ...વધુ વાંચો
ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૯
ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૯ .....અમારા નાટકના ખુબ વખાણ ન થયા કારણકે નાટકમાં એક્ટિંગ કરતા અમારા મિત્રોએ બોલવામાં ખુબ લોચા માર્યા હતા, પણ અમારા નાટકની વાર્તાના ખુબ વખાણ થયા હતા. એના કરતા વધારે રોશનીના એન્કરીંગના વખાણ થયા હતા, જેના કારણે રોશની અને હું કોલેજમાં ઘણા પ્રખ્યાત થઇ ગયા હતા. હવે આગળ..... એ દિવસ વિષે હજુ થોડુક કહેવાનું બાકી રહી ગયું હતું. કલ-ફેસ્ટના એ દિવસે રોશની સાડી પહેરીને અને લાંબાવાળની વિગ પહેરીને તય્યાર થઇને આવી હતી. કોલેજનો એ દિવસ અને પ્રથમ દિવસ હું કેવી રીતે ભૂલી શકું. રોશની પ્રથમ દિવસે જેટલી હોટ લાગતી હતી એટલીજ સરળ અને સુંદર ...વધુ વાંચો
ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૧૦
ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૧૦ .....અમારે સામેની બાજુ જવાનું હતું એટલે બેઝમેન્ટમાંથી બહાર નીકળીને ગાડી જમણી બાજુ લીધી. થોડીક રોંગ-સાઇડ ચલાવીને સામેની બાજુ કાશ્મીર જવાના રસ્તે લીધી. થોડીવાર રહીને જોહ્નનને ઉંગવાનું કહું એ પહેલાતો એ ઊંઘી ગયો હતો. હવે આગળ..... બટરચીકન ખાતા ખાતા જોહન અને મેં નક્કી કરી કાઢ્યું હતું કે, હવે આપડે અહિયાથી જયપુર થઈને દિલ્હી અને દિલ્હીમાં અંદરના સીટી વિસ્તારમાં ગયા વગર બાયપાસ રોડથી કાશ્મીર જવાના રસ્તા ઉપર ચઢી જઈશું. અહિયાથી જોહનના બોસે મોકલેલુ લોકેશન લગભગ ૧૨૫૦ કિમી દુર હ ...વધુ વાંચો
ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૧૧
ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૧૧ .....જાહેરાત પરથી મને એતો ખબર પડી ગઈ કે એ ચીઠી ઉપર શું લખ્યું હશે. પુરુષ હોય તો ગુડ્ડુ-૧,૨,૩...અને જો સ્ત્રી હોય તો ગુડિયા-૧,૨,૩...એવી ચિઠીઓ દરેક લાશ પર લગાડેલી હતી. આવીજ એક ચીઠી રોશનીના પગના અંગુઠા પર લગાડેલી હતી, “ગુડિયા-૩૬”. હવે આગળ..... મગજ પર થોડુ જોર આપ્યું તો ખબર પડી કે ૧,૨,૩...એ ખરેખર કલાક દર્શાવતો કોડ હતો. એટલેકે જે તે લાશને મૃત્યુ થયે કેટલા કલાક થયા છે તે જણાવતો કોડ. રોશની ૩૬ કલાકવાળા લોટમાં આવતી હતી, એટલે જોહનના બોસે જોહ્નનને ૩૬ કલાકમાં અહિયાં પહોચવાનું ક ...વધુ વાંચો
ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૧૨ (અંતિમ ભાગ)
ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૧૨ (અંતિમ ભાગ) .....કુશે મારું એ કામ ખુબ ધ્યાનપૂર્વક અને ચતુરાઈથી કર્યું. ઇન્ડિયન ગવર્મેન્ટે તુરંત પર પગલા લીધા. એમના કોઈ કમાન્ડો ઓફિસરને મારા દ્વારા આપવામાં આવેલા લોકેશન ઉપર સીક્રેટલી મોકલી આ આખી ઘટના સત્ય છે કે નહિ અને જો છે તો એની માટેની તયારીઓ કેટલી હદે કરવી પડશે એની જાણકારી મેળવી. હવે આગળ... થોડાકજ કલાકોમાં આર્મીના ઘણા બધા જવાનો અને કમાંડો સશસ્ત્ર થઈને ત્યાં આવી ચઢ્યા હતા. મેં PMO ઓફીસે વીડિઓ મોકલ્યો એ સમયથી લઈને આર્મી અહિયાં આવી ત્યાં સુધીમાં, ત્યાં રહેલી તમામ લ ...વધુ વાંચો