તકની વાત આવી એટલે મને એક જુની વાર્તા યાદ આવે છે. ઘણા વર્ષો પહેલાના રાજ રજવાડાઓના સમયની આ વાત છે. એક રાજાને પોતાના નગરજનોની પરીક્ષા લેવાનુ મન થયુ. તેણે ઘણો વિચાર કર્યો કે એવુ શું કરુ કે જેથી મને મારા નગરજનોના વિચારો જાણવા મળે. આ બાબતમા ઘણો વિચાર કર્યા બાદ તેમને એક યુક્તી સુઝી. લોકો કેવી કેવી પ્રતીક્રિયાઓ આપે છે તે જાણવા માટે રાત્રીના સમયે રાજાએ શહેરના મુખ્ય માર્ગ પર લોકોને નડતરરૂ થાય એ રીતે બરોબર વચ્ચે એક મોટો પથ્થર મુકી દીધો અને લોકો શું કરે છે તે જાણવા માટે બાજુની એક ઓરડીમા છુપાઇ ગયા. જેમ જેમ દિવસ

નવા એપિસોડ્સ : : Every Wednesday & Saturday

1

તક જડપતા શીખો - 1

તકની વાત આવી એટલે મને એક જુની વાર્તા યાદ આવે છે. ઘણા વર્ષો પહેલાના રાજ રજવાડાઓના સમયની આ વાત એક રાજાને પોતાના નગરજનોની પરીક્ષા લેવાનુ મન થયુ. તેણે ઘણો વિચાર કર્યો કે એવુ શું કરુ કે જેથી મને મારા નગરજનોના વિચારો જાણવા મળે. આ બાબતમા ઘણો વિચાર કર્યા બાદ તેમને એક યુક્તી સુઝી. લોકો કેવી કેવી પ્રતીક્રિયાઓ આપે છે તે જાણવા માટે રાત્રીના સમયે રાજાએ શહેરના મુખ્ય માર્ગ પર લોકોને નડતરરૂ થાય એ રીતે બરોબર વચ્ચે એક મોટો પથ્થર મુકી દીધો અને લોકો શું કરે છે તે જાણવા માટે બાજુની એક ઓરડીમા છુપાઇ ગયા. જેમ જેમ દિવસ ...વધુ વાંચો

2

તક જડપતા શીખો - 2

તક પ્રાપ્ત કરવા કેવી રીતે તૈયાર રહી શકાય ? - તકને જડપી લેવા તૈયાર રહેવા માટે સૌ પ્રથમતો પોતાની કુશળતા, શક્તી કે જરુરીયાતને આધારે ક્યાં ક્યાંથી કેવી કેવી તક મળી શકે તેમ છે અથવાતો તમે કેવી તક પ્રાપ્ત કરવા તત્પર છો તે વાત બરોબર સમજી તમારે ખરેખર ક્યાં ધ્યાન કેન્દ્રીત કરવુ જોઇએ તે સમજો. આ તકની જાણકારી જેટલા પણ સોર્સીસમાથી મળી શકે તેમ હોય તેનુ લીસ્ટ બનાવો. જેમકે સમાચાર પત્રો, વેબસાઇટ, અન્ય સંસ્થાઓ, વગેરેનુ લીસ્ટ બનાવો અને દરરોજ તેના પર બાજનજર રાખો.- ત્યાર બાદ તે તક પ્રાપ્ત કરવા જે કંઈ પણ જરુરી જ્ઞાન, આવળત અનુભવ, કળા, કૌશલ્ય, સામર્થ્ય કે સંજોગોની ...વધુ વાંચો

3

તક જડપતા શીખો - 3

૫) ચીવટતાથી કામ કરો, પોતાની જવાબદારી નિભાવો. જે વ્યક્તીઓ ચીવટતાથી પોતાની જવાબદારીઓ નિભાવે છે અને ગંભીરતાથી કામ કરે જેઓ ભુલ રહીત સતત કામ કરતા રહે છે, સતત નવુ નવુ શીખતા રહે છે અને જેઓ ખરેખર વિશ્વાસુ છે તેવા લોકોની આ દુનિયાને ખુબ જરૂરીયાત રહેતી હોય છે. તો આવી શરતોની પુર્તી કરનાર વ્યક્તીને લોકો, માલીક કે સમાજ પહેલી પસંદગી આપતા હોય છે. દા.ત. જનરલ સ્ટોરની દુકાનમા કામ કરતો એક યુવાન ખુબજ હોશીયાર હતો. તેને દુકાનમા કઈ વસ્તુ ક્યાં પડી છે તે બધુ ખુબજ જડપથી યાદ રહી જતુ, ઉપરાંત તે પોતાનુ કામ પણ ખુબ ચીવટતા અને ઇમાનદારીથી પુર્ણ કરતો. એક દિવસ ...વધુ વાંચો

4

તક જડપતા શીખો - 4

૧૧) સંશોધન, નવીનતા કે જરુરી ફેરફરો કરતા શીખો. એક ભાઇના પત્નીને એક દિવસ બહાર જવાનુ થયુ એટલે ઘરના કામ કરવાની સાથે સાથે વાસણો ધોવાનુ કામ પણ તેના માથે આવી પડ્યુ. તેને વાસણ ધોવા જરા પણ ગમતા નહી એટલે તે એવો વિચાર કરતો કે કપડા ધોવાના મશીનની જેમ વાસણ ધોવાનુય મશીન હોત તો કેટલુ સારુ થાત. તેણે તરતજ વિચારને અમલમા મુકવાનુ નક્કી કર્યુ અને થોડાજ મહિનાની મહેનતથી તેણે વાસણ ધોવાનુ મશીન વિકસાવી લીધુ. આવા મશીનની માર્કેટમા ખુબ માંગ વધતા તેણે મશીન બનાવવાનુ કારખાનુ સ્થાપ્યુ અને ખુબ પૈસા કમાયો. આમ સમસ્યાઓ અને જરુરીયાતોનુ સમાધાન કરવા માટે કંઈક નવોજ અને વ્યવહારુ રસ્તો ...વધુ વાંચો

5

તક જડપતા શીખો - 5

૧૮) જીવનમા જે કંઇ પણ થાય છે તે આપણા ભલા માટેજ થાય છે તે વાતનો સ્વીકાર કરો. આપણે સૌ બાળકો છીએ એટલે ભગવાન પૃથ્વી પરના દરેક સજીવો, મનુષ્યોનુ ભલુ ઇચ્છતાજ હોય છે. તેઓ જાણતા હોય છે કે આ વ્યક્તી આ દિશામા કામ કરે તો તે પોતાના જીવનને વધુ ઉત્ક્રુષ્ટ બનાવી શકે તેમ છે પણ તેઓ સદેહે ધરતી પર આવીને કંઈ દરેકને કહી ન શકે કે તમે આ દિશામા કામ કરો. એટલા માટે તેઓ માણસના જીવનમા એવા પ્રસંગોનુ નિર્માણ કરતા હોય છે કે જેથી વ્યક્તી આપો આપ તે દિશામા વળી જાય. મોટા ભાગના લોકો આ વાત સમજી શકતા હોતા નથી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો