વાત્રક નદીનાં ચરાંને કાંઠે કાંઠે ચાલ્યો જતો એ રસ્તો આડે દિવસે પણ રાતનાં ગામતરાં માટે બીકાળો ગણાય. ઉજળિયાત વરણનું ડાહ્યું માણસ એ કેડે રાતવરત નીકળવાની મૂર્ખાઈ કરે નહિ. બરાબર બાવીશ વર્ષો પૂર્વેની એક અંધારી રાતે એ કેડો વિશેષ બિહામણો બન્યો હતો. એક બાબર દેવાની, બીજી નામદારિયાની અને ત્રીજી ડાહ્યાભાઈ ફોજદારની—એવી ત્રણ લૂંટારુ ટોળીઓ વાત્રકના અને મહીના કાંઠા ખૂંદી રહી હતી. ડાહ્યો બહારવટિયો પોતાને 'ડાયોભાઈ ફોજદાર' કહેવરાવતો. એવી એક રાતનો ઘાટો અંધાર-પડદો પડી ગયા પછી કપડવંજ તાલુકાના ગામ ભરકડાથી નીકળીને એક બ્

Full Novel

1

માણસાઈના દીવા - 1

વાત્રક નદીનાં ચરાંને કાંઠે કાંઠે ચાલ્યો જતો એ રસ્તો આડે દિવસે પણ રાતનાં ગામતરાં માટે બીકાળો ગણાય. ઉજળિયાત વરણનું માણસ એ કેડે રાતવરત નીકળવાની મૂર્ખાઈ કરે નહિ. બરાબર બાવીશ વર્ષો પૂર્વેની એક અંધારી રાતે એ કેડો વિશેષ બિહામણો બન્યો હતો. એક બાબર દેવાની, બીજી નામદારિયાની અને ત્રીજી ડાહ્યાભાઈ ફોજદારની—એવી ત્રણ લૂંટારુ ટોળીઓ વાત્રકના અને મહીના કાંઠા ખૂંદી રહી હતી. ડાહ્યો બહારવટિયો પોતાને 'ડાયોભાઈ ફોજદાર' કહેવરાવતો. એવી એક રાતનો ઘાટો અંધાર-પડદો પડી ગયા પછી કપડવંજ તાલુકાના ગામ ભરકડાથી નીકળીને એક બ્રાહ્મણ સરસવણી ગામે જતો હતો. પગપાળો, પગરખાં વિનાનો એક પોતડીભર અને એક ટોપીભર. ઉંમર હશે ચાલીશેક. ...વધુ વાંચો

2

માણસાઈના દીવા - 2

“ઓરખો છો ?” પંચાવનેક વર્ષ્ની ઉંમરનો, સુકાઈ ગયેલ એક કેદી-મુકાદમ સાબરમતી જેલમાં એક નવા આવેલ સાઠેક વર્ષના કેદીને ૧૯૪૨ની એક દિવસ આ પ્રશ્ન પૂછતે પૂછતે પગે લાગતો હતો. “ના ઓળખાણ પડતી નથી.” નવા કેદીએ પોતનો સુક્કો ચહેરો હલાવીને એ મુકાદમ -કેદી પ્રત્યે અજાનપણું બતાવ્યું. “યાદ તો કરોઃ કંઈક મને ભાર્યો હશે !” યાદ આવતું નથી.” નવા કેદીએ ચહેરો ધારી ધારીને નિહાળ્યા પછી કહ્યું. “યાદ નથી આવતું ! બસ ! તે દા'ડે રાતરે ,વાત્રકકાંઠાના , ખેતરામાં ઝાંપલી આડેથી કોઈ બંદૂકદાર ઊઠેલો...” ...વધુ વાંચો

3

માણસાઈના દીવા - 3

રાતના નવેક વાગ્યાના સુમારે ઢોલ પિટાયો. થોડીવારમાં તો સરકારી ચૉરાની સામે ટોળાબંધ ગામલોકો આવી આવી ભોંય પર બેસવા લાગ્યાં. બાજુ સ્રીઓ બેઠી : બીજી બાજુ મરદો બેઠા. સરકારી ચૉરાના ઓટા ઉપર એક ફાનસને અજવાળે એક પત્રક અને ખડિયો–કલમ લઈને બેઠેલ માણસને સૌ આવનારાં નમ્રતાથી રામરામ કરતાં હતાં.એ રામરામ ઝીલવાની પરવા કર્યા વગર એ માણસ ચૉરાની પરસાળમા એક ખુરશી પર બેઠેલા પોતાના મહેમાનની સામે વારંવાર જોતો હતો. મહેમાન પર પોતાની સતા અને સાહેબીની કેવી છાપ પડી રહી છે તે ઉકેલવામાં એની નજર રોકાઈ ગઈ હતી. મહેમાનની બાજુમાં એક ઢોલિયો પણ પથરાયેલો હતો. ગાદલું પોચું, પહોળું ને ધિંગું હતું. ચાદર દૂધ જેવી સ્વચ્છ હતી. બાલોશિયું મુલાયમ હતું. ...વધુ વાંચો

4

માણસાઈના દીવા - 4

મહિનાઓ વીત્યા છે. બ્રાહ્મણે વડોદરાના સાહેબ આગળ જે કહેલું તે સાચું નીવડ્યું છે. આ પાટણવાડીઆ – ઠાકરડાઓની પાસેથી શું લઈ શકાય તેની કશી સમજ, યોજના કે ગોઠવણ વગર એણે કેવળ એક જ કામ કર્યા કર્યું છે : ગામડે ગામડે એણે દન ઊગ્યાથી દન આથમતાં સુધી આંટા માર્યા છે : એમને ફળીએ જઈ જઈ બૈરાંછોકરાંના કુશળ ખબર પૂછ્યા છે : મધ્યાહ્ન જ્યાં થાય તે ગામડે કોઈ પણ એક ઠાકરડાને આંગણે એણે ગાગર ને સીંચણિયું માગી લઈ કૂવે સ્નાન કરેલ છે : ગાગર ભરી લાવીને એ ઘરની નાની કે મોટી, સ્વચ્છ કે ગંધારી ઓસરીએ મંગાળો માંડેલ છે : બે મૂઠી ખીચડી માગી લઈ મંગાળે રાંધેલ છે : હળદર વગર ફક્ત મીઠું નાખીને ખાધેલ છે : લોટો પાણી પીધું છે : વળતા દિવસના મધ્યાહ્ન સુધીની નિરાંત કરી લીધેલ છે : પછી ચાલવા માંડેલ છે : જે કોઈ ગામે રાત પડે તે ગામડાના પાટણવાડીઆના વાસમાં કોઈ પણ એક આંગણે રાત ગાળેલ છે : ગોદડુ–ખાટલો મળે તો ઠીક છે, નીકર પૃથ્વી માતાના ખોળે ઘસઘસાટ ઊંઘી લીધું છે : ખેતરમાં રાત પડે તો ખેતરાંની કૂંવળના ઢગલામાં શિયાળાની રાતો કાઢેલ છે : સૂતાં યજમાનોને જગાડ્યાં નથી : ઉપદેશ કોઈને આપ્યો નથી : આપ્યો છે કેવળ પ્રેમ : માગી છે કેવળ મનની માયા : હાજરીઓ કઢાવવા વીનવણીઓ કરી છે : એદીપ્રમાદીઓનાં પૂંછડાં ઉમેળીને હાજરીઓ કઢાવવાની અરજીઓ કરાવતા આવે છે : અને કોઈ કોઈ ગામે સ્થિર થાણું નાખી બેઠા બેઠા રેટિયો ફેરવે છે. પોતે ગોર છે યજમાનોને એણે કદી સામે જઈને પૂછ્યું નથી કે, 'ચોરીલૂંટો કરો છો ? શીદ કરો છો ?' પણ યજમાનોએ જ આગળ આવીને જ્યારે જ્યારે ગોર મહારાજને ખોળે પેટનાં પાપ નાખ્યાં છે, તે તે વેળાએ એણે એક જ પ્રવૃત્તિ કરી છે : દોષિત યજમાનને દોરીને વડોદરાના પોલીસ–ખાતામાં સુપરત કરેલ છે અને એને હળવી સજા કે નાના દંડોથી પતવી ભયાનક બહારવટાંને માર્ગેથી પાછા વાળેલ છે. ...વધુ વાંચો

5

માણસાઈના દીવા - 5

તે દિવસ બામણગામની સીમમાં ઊંધિયાની મહેફિલ હતી. દરબાર ગોપાળદાસ પોતાના સાથીઓને લઈ બોરસદ છાવણીમાંથી ઊંધિયું ખાવા બામણે ગયા હતા. પણ મંડળીમાં ભેળા હતા. ઊંધિયું ખવાય છે. સ્વાદ સ્વર્ગીય છે. લિજ્જત જામી પડી છે. એમાં કોઈક ખબર લાગ્યું કે, પામોલ ગામના એક પાટીદારના છોકરાને પકડીને ખોડિયાએ પાંચસો રૂપિયા માગ્યા છે. એ પાંચસો જો વેળાસર નહીં પહોંચે, તો ખોડિયો છોકરાને મારી નાખશે ! ઊંધિયાનાં ફોડવાં હાથમાંથી મૂકીને મહારાજ ઊઠ્યા : ચાલી નીકળ્યા. પામોલને માર્ગે ખબર પડ્યા કે બધું પતી ગયું છે ને પાટીદારનો છોકરો હેમખેમ પાછો આવ્યો છે. પૂછપરછ કરી : વારુ ! ખોડિયો જ આ કરે છે ? ...વધુ વાંચો

6

માણસાઈના દીવા - 6

પહેલો પહોર પૂરો કરીને રાત વધુ બિહામણો પછેડો પહેરતી હતી. આભના તારા, આફતમાં ઘેરાઈ ગયેલી જિંદગી વચ્ચેય સજ્જનો જેવા, ચમકતા હતા. અંધારું વધુ ઘૂંટાયું તેમ તેમ ચાંદરડાં ચમક આપી રહ્યાં. હોઠે આવેલી વાત પણ પાછી ઊતરી જાય, એવો એક અંધારો વગડો હતો. જાળાં-ઝાંખરાંય જાણે સાંભળી જશે, સાંભળીને ક્યાંઇક ચાડી ખાશે, એવી શંકા નીડરને પણ થાય. મહારાજ રવિશંકર તો સાક્ષાત અભય હતા પણ સાથે હતું આફતનું પડીકું—ભીખો દેદરડાવાળો. મૂંગા મૂંગા જ બેઉ જણા જ્યારે બોરસદથી કાવીઠાને સીમાડે પહોંચ્યા ત્યારે રાત પહેલા પહોરને ગળી જઈ બીજા પહોરનો ભક્ષ કરવા બેઠી હતી. ...વધુ વાંચો

7

માણસાઈના દીવા - 7

યાદ રાખો : સરકારના હાથ લાંબા છે. સરકાર પાસે તોપો અને બંદૂકો છે ... ભાષણ પૂરજોશમાં ચાલે છે. ગામડાને ઠાકરડાઓની ઠઠ બેઠી છે. કાછડા વાળેલા, માથે ફાળિયાં બાંધેલા, ડાંખરા ઠાકરડા બેઠા બેઠા ચુપચાપ સાંભળી રહેલ છે : યાદ રાખો ! યાદ રાખો ! યાદ રાખો ! એક મોટા પોલીસ સાહેબના પ્રવચનના શબ્દો કોરડા વીંઝાતા હોય તેમ વીંઝાય છે : યાદ રાખો ! એ ડાકુને સાથ દેનાર તમે છો, તમે બધા છો, તમે ગામેગામના ધારાળા–પાટણવાડિયા - અને એમાં ઉમેરો, સાહેબ ! - આપના પોલીસો. એવો રોષભર્યો, દર્દભર્યો પણ ઝીણો અવાજ વચ્ચેથી ઊઠે છે અને ભાષણકર્તા અધિકારી કેમ જાણે ખુદ શહેનશાહનું અપમાન થયું હોય તેમ તાડૂકે છે : કોણ છે એ બોલનાર ? ...વધુ વાંચો

8

માણસાઈના દીવા - 8

મહારાજ ! હો. કશું જાણ્યું ? શું ? કણભા ગામે ચોરી થઈ : લવાણાના ઘીના ગયા. પરોઢિયે કઠાણા ગામમાં ઊઠતાં વાર જ એક જણે આવીને આ સમાચાર આપ્યા. એ ખબર જેને આપવામાં આવ્યા તે પોલીસ–થાણાના ફોજદાર નહોતા, પણ 'ગાંધીના ફોજદાર' રવિશંકર મહારાજ હતા. 'હા, ઓ ગોંધી ! એ નાના ગોંધી ! મોટા ગોંધી ચ્યોં હશે ? આવાં આવાં લહેકાદાર સંબોધનથી ગામડાંના માનવી જેને લડાવતાં, તે રવિશંકર મહારાજને એ પરોઢે પોતાની દેખરેખવાળાં ગામડાં પૈકીના એક ગામ કણભામાં ચોરી થઈ તે સમાચારથી બહુ તો ન લાગ્યું પણ તે પછી એ કહેવા આવનારે જે ઊમેરો કર્યો, તેથી દિલ વીંધાયું : ...વધુ વાંચો

9

માણસાઈના દીવા - 9

મુખીનો કોણ જાણે શો દી ફર્યો હતો કે એનાં પગલાં વાઘલા પાટણવાડિયાની વાડી તરફ વળ્યાં. જતો તો હતો ધર્મજને સ્ટેશને. આફ્રિકા ઊપડતાં હતાં, તેમને વળાવવા જ પોતે સ્ટેશન જવા વડદલેથી નીકળ્યો હતો પા મોત એને મારગમાં એ વાડી તરફ ખેંચી ગયું. પાટણવાડિયા ત્યાં ત્રણ હતા. એક કોસ હાંકતો હતો. બીજો પાણી વાળતો હતો. ત્રીજો બેઠો હતો. મુખીને આવતા જોઈને વાઘલે કહ્યું : આવો, મુખી ! સાળા કોળા ! પાટીદાર મુખીએ નિતના સામાવાળા આ પાટણવાડિયાને કંઈ કારણ વિના ગાળથી સંબોધીને શરૂઆત કરી : કેમ, અલ્યા બહુ ફાટ્યા છો ? એ પછી, કંઈ નજીવો કિસ્સો બન્યો હશે તેની યાદ આપીને, ધમકી ઉપર ધમકી ઝૂડી. વાઘલો રાંકપણું રાખીને સાંભલી રહ્યો, એટલે મુખીએ કહ્યું : લાવ, થોડી શિંગો દે. ...વધુ વાંચો

10

માણસાઈના દીવા - 10

ગામથી બે'ક ગાઉને અંતરે પીરની દરગાહ હતી. આ દરગાહે તાલુકાના સરફોજદાર પીરની મદદ લેવા આવ્યા હતા. ચાલ, આમ આવ! ફોજદાર સાહેબે દરગાહ પર પોતે એકઠા કરેલા શકદારો પૈકીના એકને આગળ બોલાવી એના હાથમાં ચપટી ચોખા આપ્યા, ને કહ્યું: ચાવવા માંડ! શકદારે થોડી વાર ચોખા ચાવ્યા, એટલે ફોજદારે કહ્યું: હવે થૂંકી નાખ ચોખા. શકદારે થૂંકેલું ચોખાનું ચાવણ બારીક નજરથી નિહાળવા માટે ફોજદાર સાહેબ અને એમના સાગરીતો જમીન પર ઝૂકી પડ્યા અને પછી ફોજદારે કહ્યું: નહિ, આ ચોર નથી એનાં ચાવણ થૂંકાળું છે. તું જા! હવે કોણ છે બીજો? ચાલ, આ લે ચોખા ચાવ. ...વધુ વાંચો

11

માણસાઈના દીવા - 11

બાબર દેવા વગેરેની લૂંટફાટ અંગે એ લૂંટારાઓને આશરો આપનાર ખેડા જિલ્લાનાં લોકો જ છે, એવો આક્ષેપ કરીને સરકારે જે ટેક્સ' આખા જિલ્લાની તમામ વસ્તી પર નાખ્યો હતો. તે 'હૈડીઆ વેરો' નામે જાણેતો છે. આ અન્યાયી વેરા સામે 'ના–કર'ની લડત ઊપડી. મહીંકાંઠો મહારાજ સંભાળતા હતા રતીભાર પણ ઘરવકરી અગર એક પણ ઢોર જપ્તીમાં ન આવી જાય એની તકેદારી રાખતા હતા. એક દિવસ કાળુ ગામમાં એક ગરાસિયા ભાઈ મળ્યા. તેના કાનમાં એક સોનાની વાળી હતી. આ વાળી મહારાજે દેખી, અને બારૈયાને ટપાર્યો : ...વધુ વાંચો

12

માણસાઈના દીવા - 12

જોશીકૂવા ગામની ધરતીને જો જીભ હોત તો એ ચીસ પાડી ઊઠત. બારૈયો મોતી ધરતીનો પુત્ર હતો. ખેતર ખેડી ખાતો. એની બૈરીનો પ્રેમ બીજા બારૈયા પર ઢળ્યો. એ બીજો બારૈયો જોશીકૂવાનો રાવણિયો (સરકારી પસાયતો) હતો. મૂઉં ! બૈરી બીજા સાથે પ્રેમ કરીને જ પડી રહી હોત, તો મોતીને ઓછું લાગત. પણ એ તો જઈને રાવણિયાના ઘરમાં રહી. એ બીજું ઘર જોશીકૂવા ગામના બીજા કોઈ પામાં હોત તો નજરથી દીસતી વાત બનત મોતી બારૈયો વેઠી લેત. પણ એ રાવણોઇયાનું ઘર પણ મોતી રહેતો તે જ વાસમાં - અરે, મોતીના ઘરની સામે જ - આવેલું હતું. ...વધુ વાંચો

13

માણસાઈના દીવા - 13

ચરોતરવાળા પાટણવાડિયાઓનાં સગાંઓ મહી-પાર સાંપરા ગામમાં રહેતાં હતાં. તેમણે એક દિવસ ચરોતરવાળાઓને સંદેશો મોકલ્યોઃ મહારાજ અમારે ત્યાં ના ? “ “ના શા માટે આવે ?” એમ કહેવરાવીને ચરોતરવાળા એક વાર મહારાજને સાંપરા તેડી ગયા. ત્યાં સાંપરાવાળાઓએ પેટની વાત કહી કે, “અમારા ગામમાં હાજરી છે તે ભલા થઈને કઢાવો.” મહારાજ ત્યાં મહીજી નામના પાટણવાડીયાને ઘેર ઊતર્યા. થોડી વાર બેસી, બીજી-ત્રીજી વાતો કરી મહારાજ પાછા ફર્યા. પછી પોતે સાંપરાની તેમજ નજીકમાં બીજાં બે ગામની હાજરી કઢાવી નાખી. ને ફરી એક વાર મહારાજ મહી-પારથી સાંપરે ગયા. મહીજીની બૈરી મહારાજને મળવા બહાર આવી ત્યારે એના રંગ ઢંગ બદલી ગયા હતા. એના મોં પર રૂપ ફૂટ્યું હતું. એણે પગે લાગીને કહ્યું કે, “મહારાજ , તમારો ચેલો હવે સુધર્યો છે.” પછી ઘરમાં જઈને શરમાઈ બેઠેલા મહીજીને બહાર તેડી લાવી. ...વધુ વાંચો

14

માણસાઈના દીવા - 14

મહીકાંઠાના રાસ ગામમાં એક વાર મહારાજને ભાળ મળી કે શનિયાના છોકરાને કૂતરું કરડવાથી છોકરો લાંબા કાળના મંદવાડમાં સૂતો છે, એ કરડ પાદીને ગંધાઈ ઊઠ્યો છે. મહારાજ શનિયાને ઘેર જઈ જુએ તો સડી ગયેલો નાનો બાળક ગાભા પર પડ્યો છે : કોઈ એની કને આવી શકતું નથી : બદબો અસહ્ય બની ગઈ છે. શનિયા ! મહારાજે છોકરાના બાપને કહ્યું : હીમ્ડ, આને આણંદ દવાખાને લઈ જઈએ. હું ચ્યમ કરીને હીંડુ, બાપજી ? ચ્યમ વળી શું ? છોકરાં દાણા વિના મરી જાય. ખેતરમાં કોઈ જનાર નથી. તારી વઉ છે ને ? ...વધુ વાંચો

15

માણસાઈના દીવા - 15

નીચેની વાત મહારાજ અનેક શ્રોતાજનોને સંભળાવે છે: પાંચેક કાચાં ઘર એકસાથે આવેલાં હતાં. વચ્ચે પાકું મંદિર હતું, બાજુમાં એક ઘાસની હતી. વ્યારા ગામથી દસ-બાર માઈલ ચાલતા અમે જ્યારે એ રાનીપરજ મુલકના ઘાટા નામના ગામે પહોંચ્યા ત્યારે વેળા બપોરી થઈ હતી. આંહીં રહે છે ભગત. મારી સાથેના રાનીપરજ ભોમિયાએ આ પાંચ ઘરનું મંદિરવાળું ઝૂમખું બતાવીને કહ્યું. મેં ત્યાં જ પૂછ્યું : ભગત કંઈ છે ? જવાબ મળ્યો : એ તો ખેતરમાં છે. ...વધુ વાંચો

16

માણસાઈના દીવા - 16

જીવી કંઈ હવે બાળક રહી નહોતી. જીવીને જાણ હતી - ખબર હતી - કે પોતે જે ખેતરમાં કામ કરી હતી તેને અડોઅડ જ, સામા ગામ બનેજડાની સીમમાં, મથુર મજૂરીએ આવતો હતો. માથે રંગીન ફાળિયાવાળા મથુરને પોતે છેડેથી કળી કાઢતી હતી તો પછી મથુર પણ શું પોતાને નહીં પારખી કાઢતો હોય ? જીવી તો પાછી ઝટ પરખાય તેવી હતી : ગોરી, કદાવર અને નમણી : મહી માતાનું જ ભરપૂર પ્રવાહી રૂપ. મહી નદીથી જીવીનું મહિયર વટાદરા જો કે ત્રણેક ગાઉ છેટું હતું : તો પણ પાછી પાટણવાડિયાની પુત્રી. પાતણવાડિયો એટલે તો ઠાકરડામાં પણ સૌથી મજબૂત કોમ. બેશક, પાટણવાડિયા કહેવાય તો પરદેશી ! કાંઠાના બારૈયાઓ એને પોતાનાથી ઊતરતા ગણે. જીવી, એ રીતે, ઊતરતી જાતમાં જન્મેલી ગણાય. ...વધુ વાંચો

17

માણસાઈના દીવા - 17

એ જુવાનને લોકો 'ભગત' કહીને બોલાવતા. 'ભગત'ને ગોતવો હોય તો ભજનની મંડળીઓમાં જઈ મળવું. ભજનો થતાં હોય ત્યાં 'ભગત' પહોંચી જાય. એક દિવસ એવો આવ્યો કે 'ભગત'ને મળવા માટે ભજનમંડળીએ નહીં પણ જેલે જવું પડે. “કાં, અલ્યા ભગત !” પેટલાદ જેલના જેલરે આ જુવાન કેદીને ખબર આપ્યા : તારી મુલાકાતે આવી છે તારી મા હેતા.” મા-દીકરાને મુલાકાતે વળગાડીને પોલીસો માંહોમાંહે વાતો કરતા હતા : “ઓરતો તો ઘણી દીઠી પણ આવી આ હેતા તો ભયંકર છે. આવું તો કોઈ રૂપ દીઠું નથી.” “છોકરો તો બાપડો એની મા આગળ બચોળિયું લાગે છે. ભજનો ગાતે ગાતે લગાર વળી એણે ચોરીનો સ્વાદ લીધો બાકી, કંઈ વધુ વેતા નથી બળી લાગતી !” ...વધુ વાંચો

18

માણસાઈના દીવા - 18

બોચાસણના આશ્રમમાં મને બહારવટિયા બાબર દેવાના ભાઈનો મહારાજે ભેટો કરાવ્યો, અને જાણ્યું કે એની મા હેતા હજુ જીવતી છે. કે, એ રહી—ઢોરાં ચારે. આ રામા દેવા આજે ખેડૂત છે. બાબરના બહારવટા ટાણે તમામ કુટુંબ સહિત કેદમાં ગયો હતો. પછી આખું કુટુંબ વિજાપુર 'સેટલમેન્ટ'માં પુરાયું હતું. જમીન સરકારે ખાલસા કરી નાખી હતી. આજે ફરી વાર પાછા એ ભાઈઓ ખેડુ બન્યા છે, ને પારકી જમીનો ખેડે છે. રામો રવિશંકર દાદાને વીનવતો હતો: એંહ–આમ જુઓ, મહારાજ ! અમારી જમીન પાછી અલાવવાનું કંઈ કરો. અમારું કાળજું—એંહ, આંઈ (છાતી બતાવીને) ભીતરમાં કાળજું બલે છે. એમ બાળક જેવો કંઈ કંઈ બોલતો ગયો. ને વાઘદીપડા જેવા પાટણવાડિયાઓને કાબુમાં રાખનાર કળાધર રવિશંકર મહારાજ આ બધું સાંભળતા શાંત મોઢે સહેજ મોં મલકાવતા બેઠા હતા. ...વધુ વાંચો

19

માણસાઈના દીવા - 19

રાસ છોડ્યું. અમિઆદ વટાવ્યું. જેની સાથે એક સબળ સ્મરણ જોડાયું છે તે કણભા આવ્યું. ભાગોળ પાસેના એ ખેતર તરફ ચીંધાડીને મહારાજે કહ્યું કે, આ એ ખેતર, કે જ્યાંથી અધરાતના અંધારામાં ગોકળ પાટણવાડિયાએ મને પોતે ચોરેલા ઘીના ડબા કાઢી આપેલા. આ કિસ્સો આગલાં પાનાંમાં 'કોણ ચોર ! કોણ શાહુકાર !' એ વાતમાં આપેલ છે. પાટણવાડિયાએ ચોરીઓ ન કરવી અને જેનું ચોરાય તેણે પોલીસમાં ફરિયાદ ન કરવી, ચોરી અને ચોર મહારાજે પકડી આપવાં : એવો કરાર લોકો સાથે કરીને જે કાળમાં પોતે આંહીં કામ કરવા બેઠા એ કાળની વાત છે. કણભાના લવાણાના ઘીના બે ડબા ચોરાયા : મહારાજે અહીં બેસી મૂંગું તપ માંડ્યું : ખાવું ન ભાવ્યું : ત્રણ દિવસ નિર્જળી લાંઘણો ખેંચી : ગામનો મુસ્લિમ ખેડુ દાજી ગામલોકોને કહે કે, 'કોઈએ ખાવા જવું નહીં.' રાતે સૌ સૂતાં પછી ચોર ગોકળ પોતે જ છાનોમાનો મહારાજના પગનો અંગૂઠો હલાવી પોતાની પાછળ પાછળ અંધકારમાં ખેતરોમાં લઈ ગયો : એક ઠેકાણે જઈ ડબો વગાડ્યો : મહારાજ એ ભર્યા ડબા જાતે ઊંચકી રાતે લવાણાની પાસે લઈ ગયા : એક તો ઘીનો, પણ બીજો તેલનો નીકળી પડ્યો ! ...વધુ વાંચો

20

માણસાઈના દીવા - 20

દરિયા ! ઓ દરિયા ! શું છે, મહી ? મારી જોડે પરણ. નહીં પરણું. કેમ ? તું કાળી છે તેથી. જોઈ લેજે ત્યારે ! એમ કહીને મહી પાછી વળી, ને મંડી પથરા તાણવા. તાણી લાવીને મંડી દરિયો પૂરવા. દરિયો તોબા પોકારી ગયો : રખે આ કાળવી મને આખોય પૂરી વાળશે ! કહે કે, 'ચાલ, બાપુ, તને પરણું !' પરણ્યાં. મહી-સાગરનાં એ લગ્નની ચોરી તરીકે વાસણા પાસે એક ઓટો બતાવાય છે. ...વધુ વાંચો

21

માણસાઈના દીવા - 21

૧.નાવિક રગનાથજી ૨.નૌજવાનનું પાણી ૩.નાક કપાય ૪.મર્દ જીવરામ ૫.બંદૂકની સામે બ્રાહ્મણ ૬.ગોળીઓના ટોચા ...વધુ વાંચો

22

માણસાઈના દીવા - 22

૧. ધર્મી ઠાકોર ૨. ’ક્ષત્રિય છું’ ૩. સ્વયંસેવકની શી જરૂર છે ? ૪. ઘંટી તો દીધી ...વધુ વાંચો

23

માણસાઈના દીવા - 23

૧.કામળિયા તેલ ૨.’જંજીરો પીઓ !’ ૩.પાડો પીનારી ચારણી ! ૪.તોડી નાખો પુલ ! ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો