જેલ-ઑફિસની બારી

(145)
  • 93.3k
  • 90
  • 27.7k

કેદીનું કલ્પાંત: ઊંચી ઊંચી ડાળના લીંબડા, હો ભાઈ! ઊંચી ઊંચી ડાળના હો લીંબડા! મારે તું વિના ન કોઈની સગાઈ રે, જેલનાં જીવન એવાં રે. લાખ લાખ પાંદ તારી આંખડી, હો ભાઈ! લાખ લાખ પાંદ તારી આંખડી મારા ગામ તણી સીમડી કળાય રે? – જેલનાં

Full Novel

1

જેલ-ઑફિસની બારી - 1

કેદીનું કલ્પાંત: ઊંચી ઊંચી ડાળના લીંબડા, હો ભાઈ! ઊંચી ઊંચી ડાળના હો લીંબડા! મારે તું વિના ન કોઈની સગાઈ રે, જેલનાં જીવન એવાં લાખ પાંદ તારી આંખડી, હો ભાઈ! લાખ લાખ પાંદ તારી આંખડી મારા ગામ તણી સીમડી કળાય રે? – જેલનાં ...વધુ વાંચો

2

જેલ-ઑફિસની બારી - 2

શા સારુ તમે મારી જાળીમાંથી પાનની પિચકારીઓ થૂંકો છો? તમે જેલ-ઑફિસના કારકુનો અને હું જેલ-ઑફિસની બારી, એટલે શું તમે મને ધારી લીધી? હું નિષ્પ્રાણ છું. લોઢા-લાકડાની બનેલી છું, અનેક ચોર-ડાકુઓની આંસુદારે ધોવાઈને દયાહીન બની ગઈ છું, મારપીટ, ગડદાપાટુ અને ગાળાગાળીની સાક્ષી છું, એટલે શું હું સ્ત્રીજાતિની મટી ગઈ છું, વીરા મારા? ...વધુ વાંચો

3

જેલ-ઑફિસની બારી - 3

હાથ પછવાડે રાખો! મુલાકાત કરવા આવનારા કેદીઓ, તમે જો તમારા હાથ પછવાડે નહિ રાખો તો તમારી હાલત વાલિયા કોળીના બનવાની. વાલિયાની વહુ હમણાં જ મુલાકાતે આવીને ગઈ. હોંશે હોંશે એ નાની દીચરીને સાથે તેડી લાવી હતી. વાલિયા કોળીની દીકરી, ચોરની દીકરી, એને ચતુરાઈ તો ક્યાંથી હોય! ગંદા ઉઘાડા પગ હતાઃ એક ફાટેલું કેડિયું પહેરાવ્યું હતું પણ માથા ઉપર એ ગુલાબી રંગની સોનાસળીનો કટકો ક્યાંથી ઓઢાડેલો હશે? મને તો જોતાં જ લાગ્યું કે જાણે કોઈ ઝાંપડાએ સ્મશાનમાંથી ઉઠાવી લીધેલો એ નવો નકોર ટુકડો વાલિયાની વહુએ વેચાતો લઈ લીધો હશે. ...વધુ વાંચો

4

જેલ-ઑફિસની બારી - 4

જલદી બોલાવો, હરખા ઢેડાને તાકીદથી તેડી લાવો. એની વહુ મુલાકાતે આવી છે. ત્રણ મહિનાથી હરખો ઢેડો ઝૂરે છે. એ બની જશે. આ હરખો આવ્યો. જાણે પાંચ ગાઉની દોડ કરીને આવી પહોંચ્યો હોય તેટલા બધા થડકારા એની છાતીમાં ચાલી રહ્યા છે. એ ફાંકડા જુવાનના માથા પર ફક્ત પીળી જ ટોપી હતી એમ ન માનશો. ટોપી અરધી કાળી ને વળી અરધી પીળી હતી. હરખા ઢેડાની આ બીજી વારની જાત્રા હતી એટલે કાળો રંગ અને દસ વરસની સજા હતી તેનો પીળો રંગ. ...વધુ વાંચો

5

જેલ-ઑફિસની બારી - 5

પેલા બુઢ્ઢા શહેરીઓ આંહી દર રવિવારે કેદીઓ પાસે ભાષણ કરવા આવે છે. કેદીઓને કામકાજના બદલામાં મહિને પાયલી-બે આની મળે તે ખરચાવીને આ બુઢ્ઢાજી ભગવદ્ગીતા ખરીદાવે છે. એ બાપડા રાજના નીમેલા માણસ અને વળી વયોવૃદ્ધ, એટલે એને કેદીઓ અદબ રાખીને સાંભળે છે. ન સાંભળે તો જાય ક્યાં? ધોકા ખાવા પડે, ખબર છે? ...વધુ વાંચો

6

જેલ-ઑફિસની બારી - 6

લાગી પડી છેઃ અમારા કાળુડા કારકુન અને જમાલ કેદીની વચ્ચે ઠીક લડાલડી લાગી પડી છે આજ સાંજે. સારું થયું મારો દિવસ છેક ખાલી જતો નથી. ને ઑફિસમાં જ્યારે કોઈ જ નથી હોતું ત્યારે મને એકલાં એકલાં બહુ બીક લાગે છે. હું ભલામણ ખૂની-ડાકુઓનાં આંસુ નિચોવનારી બુઢ્ઢી, પણ એકાન્તથી તો થરથરી ઊઠું છું. એટલે સારું થયું કે આજ સાંજવેળાની મારી આ સૂમસામ દશા તૂટી અને અમારા કાળા કારકુન તથા જમાલ કેદી વચ્ચે જામી પડી. ...વધુ વાંચો

7

જેલ-ઑફિસની બારી - 7

તમે શા સારુ પેલા જન્મટીપવાળા કેદી દલબહાદુરને એની મા સાથેની મુલાકાત મારી આડશે ન રખાવતાં ખાસ રવિવારે તમારી ઑફિસમાં એ મા-દીકરાને તમે પડખોપડખ શીદ બેસવા દીધાં! શું દલબહાદુર તમને સુંદર વણાટશાળા ચલાવી આપે છે અને જાજમ-જલેસાની અજબ કારીગરી ઊભી કરી શક્યો છે તેથી? એની ડોશી ત્રણ-ત્રણ માસે છેક પંજાબથી ન આવી શકે અને આખું વરસ થોડી બચત કરીને છેક બાર મહિને બેટાને મળવા જેટલું રેલભાડું જોગવી શકે છે તેથી? દીકરો વીસ વર્ષોથી પુરાઈને ધીરે ધીરે વૃદ્ધ બની રહેલ છે એ કારણે? અને બુઢ્ઢી મા બીજી મુલાકાત સુધી જીવશે કે નહિ એવી ધાસ્તીને લીધે શું તમે આવી દયા બતાવો છો? તમારી કરુણાવૃત્તિ પણ કેટલી નફટ છે. જેલરસા'બ! શું કરું? હું તમારા પર દાંત કચકચાવું છું, પણ તમને એ મારાં દાંતિયાં સંભળાતાં નથી. ...વધુ વાંચો

8

જેલ-ઑફિસની બારી - 8

`સા'બ! ઓ સા'બ! સા'બ, મારો ભૈ ક્યાં? એક દિવસ સાંજરે મારા કાન ઉપર બહારથી આ ધ્વનિ અથડાયાઃ `મારો ભૈ! મારો ક્યાં?' મેં જોયું મારી સન્મુખ એ ઊભી હતી. નીંભાડામાં પોતાનું બચ્ચું દટાઈ ગયું હોય અને માંજારી પુકાર કરતી ટળવળતી હોય એવી રીતે એ મારી સન્મુખ ઊભીને કહેતી હતીઃ `સા'બ, મારો ભૈ! જેલર સા'બ, મારૌ ભૈ ક્યાં?' ગાય જાણે વાછરુ વિના ભાંભરતી હતીઃ `સા'બ મારો ભૈ ક્યાં?' `તેરા ભાઈકા નામ વાલજી રઘુજી હૈ ન?' અમારા મુકાદમ દીનમહમ્મદે ઠંડેગાર અવાજે એને મારી આ બાજુએથી પૂછ્યું. ...વધુ વાંચો

9

જેલ-ઑફિસની બારી - 9

સાંભળો છો, રાજકેદી ભાઈ? ફડાકા સાંભળો છો? પણ એ તો પોલા ફડાકા બોલે છે હાં કે! માનવ ખોળિયાની કેડય ભરચક લોહીમાંસવાળાં ઢીંઢાં ઉપર ચરડ ચરડ ખોભળાં ઉતરડી લેનાર એ સાચા, સંગીતમય, કર્ણપ્રિય સોટાના સબોડાટ નથી. એ તો હજુ અમારો મરાઠો મુકાદમ `પ્રેક્ટિસ' કરે છે. એને હજુ તાજેતર જ પીળી પઘડી અને પટ્ટો-ધોકલા મળેલાં છે. એને હજુ ઊંચે ચડવાનો ઉમંગ છે. એટલે એ તો શીખી રહેલ નવી વિદ્યા. એ તો `પ્રેક્ટિસ' કરે છે લૂગડાના ગાભાના બનાવેલા મોટા ઢીંગલા ઉપર સોટા મારવાની. ...વધુ વાંચો

10

જેલ-ઑફિસની બારી - 10

સલામ, દાક્તરસાહેબ! હું જેલ-ઑફિસની બારી તમને સલામ કરું છું. તમારાં તો વારણાં લેવાને મને કોડ થાય છે. કોઈ મારા છૂટા કરે તો હું ખાતરીથી કહું છું કે તમારાં વારણાં લીધ્યે મારા આ સાંધાસૂંધા વગરની લોખંડી આંગળીઓમાં પણ ટચાકા ફૂટે. તમે કંઈ ઓછાં કષ્ટો ઉઠાવો છો, દાદા! બીજાઓ સમજતા હશે કે તમારું ગળું ગલોફામાં પાનપટ્ટી હોવાથી ફુલાય છે. પણ સાચું કારણ તો એક હું જ જાણું છું. તમને તો ત્રાડો પાડી પાડીને કંઠે સોજો આવ્યો છે, અને એ ત્રાડ પણ કંઈ જેવી તેવી? ...વધુ વાંચો

11

જેલ-ઑફિસની બારી - 11

હાં, હાં, આ તો કેદી નં. ૪૦૪૦નો સાહેબની સન્મુખ આજે ખટલો થયો છે. નં. ૪૦૪૦ શું આટલી બધી ખુમારીથી કુછ?' `ઔર કુછ?' કહેતો સજાઓ માગતો ગયો? ને છતાં સાહેબની તપતી જતી ત્રાડોની સામે એ કેદીએ શું આટલી બધી ખામોશ ધરી રાખી? `ઔર કુછ'ના એના સ્વરોએ આખર સુધી પોતાનું સપ્તક બદલ્યું જ નહિ! સાહેબની આંખનાં ચશ્માંની આરપાર પણ જ્યારે ભડકા ઊઠયા હતા ત્યારેય નં. ૪૦૪૦ની ભારેલી ભઠ્ઠી અદીઠી અને એવી ને એવી સાબૂરીથી જલતી રહી! ...વધુ વાંચો

12

જેલ-ઑફિસની બારી - 12

બેભાન ખોળિયા ઉપર ફટકાનાં પ્રહારઃ આપણા કારાગારની કેવી અનિર્વચનીય અને અજોડ એ શિક્ષા છે! તમારો મત ગમે તે હો, નં. ૪૦૪૦, પણ ફાંસીની સજામાં એ નવીનતા તો નથી જ. આની તો ખૂબી જ ન્યારી છે. આનું તો દૃશ્ય જ રોમન સંસ્કૃતિના જાહોજલાલી કાળના પેલા ગુલામોના તમાશાને ય ઝાંખપમાં નાખે તેવું છે. ...વધુ વાંચો

13

જેલ-ઑફિસની બારી - 13

નં. ૪૦૪૦ જ્યારે અહીં ઑફિસમાં આવે છે ત્યારે હું ખુશખુશાલ બની રહું છું. એ તો મહારાજા બન્યો છે, મહારાજા. ડર ગયો છે. કેદીઓને થરથરાવી ઢીલા પાડી નાખનારી તમામ સજાઓનો સ્વાદ એોણે કરી દીધો છે. સજારૂપી તમામ તરવારોની ધારને એણે બૂઠી બનાવી નાખી છે. એક પછી એક સજાને હસતે મોંએ વધાવીને `ઔર કુછ?' કહી નવનવા સરપાવ માગતા જતા એ કેદીએ જેલની સત્તાને છોટી કરી બતાવી. તમામ સજા એક પછી એક અથવા તો સામટી, જેમ ફરમાયેશ થઈ તેમ તેણે ભોગવી બતાવી. નં. ૪૦૪૦ મરણિયો બન્યો એટલે તો ઊલટું એનામાં પડેલું ગુપ્ત દૈવત પોલાદ જેવું અભેદ્ય બન્યું. ...વધુ વાંચો

14

જેલ-ઑફિસની બારી - 14

ત્રિવેણી ડોશી આવીને દરવાજાની અંદર ઓટલા ઉપર બેઠી છે. વરસાદમાં ભીંજાયેલા પંખીની માફક કાળો સાડલો સંકોડીને શિયાળાને પ્રભાત બેઠી ત્રિવેણી ડોશી આડું અવળું જોતી નથી, હલતી કે ચલતી નથી. આ હું જે રીતે બેઠી છું તેવી જ નિર્જીવ રીતે બેઠી છે. હનુમંતસિંગ દરવાન! તમારા હાથે આજ બે લાખ ને ત્રીસ હજારમી વાર તાળામાં ચાવી ફેરવો, દરવાજાની બારી ઉઘાડો, બહાર મોટરની જેલ-ગાડી ત્રિવેણી ડોશીને શહેરની કોર્ટમાં તેડી જવા સારુ આવી ઊભી છે. ...વધુ વાંચો

15

જેલ-ઑફિસની બારી - 15

કોક કોક દિવસ અહીં જેલરના ટેબલ ઉપર ચોપડીઓનો ઢગલો જાય છે. એમાં બીજા અનેક દેશોની વાતો લખેલી હોય છે. હોય છે કે ફલાણા દેશમાં તો બાળક એટલે પાપ નહિ, પછી છો એ ગણિકાનું હોય. બાળક દીઠું એટલે તરત જ રાજના રખેવાળો ઉપાડી લે, રક્ષા આપે, આયાઓને સુપરત કરે, ઉછેરી ઉછેરીને જુવાન બનાવે, ભણાવેગણાવે કસબકારીગરી શિખાવે, ઇજ્જતદાર શહેરી બનાવે. ...વધુ વાંચો

16

જેલ-ઑફિસની બારી - 16

ઉપદેશિકા બાઈ કેમ આજે નાકનાં ફોરણાં ચડાવીને બેઠાં છે? ઓરતોની બુરાકમાં આજ શું ઉદ્ધાર કશી અંતરાય પડી? દર રવિવારે ત્યાંથી પૂરા દમામમાં બહાર આવતાં હતાં. ને આજ કેમ સંસાર પરથી મન ખાટું થઈ ગયું છે? ...વધુ વાંચો

17

જેલ-ઑફિસની બારી - 17

તું આ બધા ઉદ્ગારો સાચા માનતો નથી, ખરું ને, ભાઈ હરખા? મારું કહેલું કટાક્ષયુક્ત સમજીને તું ચાલ્યો જાય છે. બુઢ્ઢીને તો જુવાનોની ઠેકડી કરવાની ટેવ પડી ગઈ છે. મારો પરિહાસ બહુ કાતિલ થઈ પડે છે, ખરું? પેલા બુઢ્ઢા ઉપદેશક સાહેબો પણ મારા પર ચિડાઈ ગયા. ...વધુ વાંચો

18

જેલ-ઑફિસની બારી - 18

દયાળજી બાપડો જુવાન વાણિયો હતો. પણ એ ચડી ગયેલો પરાક્રમને પંથે. બીજાં નાનાં નાનાં પરાક્રમોની તો ખબર નથી પડી, મોટાં પરાક્રમો એણે બે કર્યું એક તો કોઈ માશૂક સાથે પ્યારમાં પડીને એના ઉપર પોતાની કમાણી ન્યોછાવર કરવાનું અને બીજું એ જ માશૂકને `રંડી' કહી એની હત્યા કરવાનું. પોતાની તરફ બેવફાઈ કરનાર `રંડી' – ને જાનથી માર્યાનો કેટલો ગર્વ દયાળજી લેતો હતો તે હું એની મુલાકાતો વખતે જોઈ શકતી. નીચલી કોર્ટમાં એનું કામ ચાલતું તે દિવસોમાં એની મા એની મળવા આવતી ચાર-આઠ દહાડે મા દયાળજીનાં અસ્તરીબંધ કપડાં દેવા અને જૂની જોડ લઈ જવા આવતી ત્યારે હું જોતી કે માના શરીર ઉપરનો સાડલો તો એ-નો એ અણબદલ્યો અને આઠ-દસ થીંગડાંવાળો જ હોય, બચાડી મારા જેવી જ ડોકરી અને ડાકણરૂપ. કેમ કે રાંડીરાંડ! ઉપરની જ ભયાનક અંદરથી તો એ પણ મારા જેવી જ કાચી છાતીની. ...વધુ વાંચો

19

જેલ-ઑફિસની બારી - 19

તમને લાગી આવતું હશે કે આ ડાકણને તો મૃત્યુની પણ અદબ નથી. નિરાધાર મરનારની ઠેકડી કરનાર આ જેલ-ઑફિસની બારી જમ કરતાં પણ અધિક ઘાતકી લાગતી હશે. પણ મને મારી એવી હલકી આબરૂ જ ગમે છે. હું જેવી છું તેવી મને ઓળખી લો, તો તો મારી છાતી પરનો ઘણો બોજો હળવો થઈ જાય. પણ તમે બધા એટલા બધા ભોળા છો કે પેલા હંમેશાં ફાંસી દેવાનો ધંધો કરનાર અમારા કસાઈ કેદી અભરામના ખભા પર એક પાળેલું બિલ્લીનું બચ્ચું રમે છે તે દેખી તમે એ અભરામના હૈયામાં વહાલપ સંઘરાયેલી કલ્પો છો! બીજી તરફ અમારા જેલર અને સુપરિન્ટેન્ડેન્ટ હરેક ફાંસી પતાવી લીધા પછી ઘેર જઈને નિરાંતે ભોજન કરે છે એથી તમે એને રાક્ષસો કહીને છેડાઈ પડો છો. ...વધુ વાંચો

20

જેલ-ઑફિસની બારી - 20

તે દિવસની સંધ્યાએ તું થરથરી ઊઠેલો, ખરું? ફાંસીની તુરંગમાંથી પેલા મોટી ફાંદવાળા જુવાન ભીલને લાવવામાં આવ્યો અને જેલરે એને મારી કહ્યું કે `તુમકો કલ ફજરમેં ફાંસી મિલેગા, તુમારે વાસ્તે હુકમ આ ગયા હૈ. તુમકો કુછ કહેના હૈ?' ફાંદવાળો ભીલ જેવો ને તેવો ઊભો રહ્યો. `તુમ સુના? કાન હે તો? કલ સબેરે તુમકો ગલેમેં રસી ડાલ કે ફાંસી દેનેવાલી હૈ' ભીલની સમાધિ તોયે ન છૂટી. પછી જેલરી હસીને સંભળાવ્યું ...વધુ વાંચો

21

જેલ-ઑફિસની બારી - 21

ફાંદાવા ભીલની પોચી પોચી ફાંદમાં અમારા જેલરે લહેરથી પોતાની આંગળી બેસાડી. પછી તો અમારો બાંઠિયો બામણ કારકુન પણ એ જોડે વહાલ કરવા લાગ્યો. પછી નાના-મોટા સહુએ આ સ્પર્શ-સખનો લહાવો લીધો. મને પણ ઘણું ય મન થયું કે હું મારા સળિયા લંબાવીને ફાંદાળા ભીલના પેટની સુંવાળી ચરબી જરી ચાખું, પણ મરજો રે મરજો પેલા સુથાર ને પેલા કડિયા, જેણે એંશી વર્ષો અગાઉ મારાં અંગોને પથ્થરોની ભીંસમાં જડી લીધાં છે. ...વધુ વાંચો

22

જેલ-ઑફિસની બારી - 22

`ત્યારે તો, સા'બ, સવારે એનું મડદું...' `હાં હાં બુઢ્ઢી, કલ ફજરમેં તુમારા બેટાકી લાશ લેનેકો આના.' `સવારે કેટલા બજે, સા'બ?' `નવ બજે હાં, બસ, દેખો ને, સાડે સાત બજે ફાંસી દે દેંગે, આઘા ઘંટા લટકને દેંગે, પીછે જલદી સા'બ લોગ ઉસકો દેખ લેંગે, પીછે નવ બજે બરાબર લાશ દરવાજા પર આ જાયગી.' `ત્યારે તો, સા'બ, ખાટલો નવ બજે લાવું ને? માથે કાંઈ ઓઢાડવાનું લાવું?' `હાં, લાના.' ...વધુ વાંચો

23

જેલ-ઑફિસની બારી - 23

`તા. ૧૦.૫.'૨૨: `મને કેદ પકડાયાં આજ ત્રણ દિવસ થયા. મારી સજામાંથી આમ ૧ ૬૦ જેટલી તો હું ભોગવી ચૂક્યો, હવે ફક્ત ૫૯ ૬૦ જેટલી જ મુદત બાકી રહી. એ પણ ચાલી જશે ભારે પગલે પંથ કાપતા થાકેલા કોઈ ગાડાના બળદો જેવા કંગાલ આ ઉનાળાના દિવસો એકાદ માસમાં તો અદૃશ્ય બની જશે, ચોમાસાના પૂરપાર વહેતા ને તોફાને થનગનતા અશ્વો સમા વર્ષાના દા'ડા આવશે. ત્યારે તો પછી દિવસમાં ચાર વાર સાડી-પોલકાં બદલતી નવવધૂ-શી આ નખરાળી કુદરત આજની ગ્લાનિને ઉડાડી મૂકશે એવી ઉમેદ રાખીને હું વૈશાખના સળગતા બપોર વિતાવું છું.' ...વધુ વાંચો

24

જેલ-ઑફિસની બારી - 24

જેમલો રાજકેદી ભાઈ પાસે પોતાનું ત્રૈમાસિક પત્તું લખાવવા બેઠો છે. પણ શું લખાવે? સૂઝતું નથી. લખાવે છેઃ `ચોમાસું માથે આવે એકઢાળિયાનાં નળિયાં ચળાવી લેજો, નીકર પાડી ને વોડકી (વાછડી) પલળશે. નળિયાં ધરમશી કુંભારનાં લેજો બીજાના લેશો નહિ. ભૂલશો નહિ. એકઢાળિયું ચળાવજો. આ બાબત ભૂલશો નહિ. ધરમશી ધીરવાની ના પાડે તો આપણા ખાવાના દાણામાંથી આલજો. પણ જરૂર એકઢાળિયું – ' ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો