"નાથા ઓ નાથા! ચમ ઑમ શુન મારી જ્યો સી? તની હું થયું સ? પેલા તો આવો નતો ચમ બદલાઈ જ્યો સી?" સાવ નંખાઈ ગયેલા શરીર નો માલિક નાથો, કાયા છપ્પનીયા કાળ સામે લડી ને થાકી ને હારી ગઈ હોય એમ ચામડી લચી પડેલી, આંખો પણ નાથિયો જીવતો છે એવી સાબિતી આપવા જ તગતગતી હતી, હાડપિંજરનો માળો જ જોઈલો આવા નાથા ને મળવા આવેલા મિત્ર જેશીંગે એકસાથે નાથા ને ગણા પ્રશ્નો પૂછી નાખ્યા. ઘણા વર્ષો પછી આવેલા મિત્ર જેશીંગ ને ઓળખવા માટે નાથા ની આંખો ને થોડું કષ્ટ પડ્યું. પણ અંતે નાથાની દ્રષ્ટિએ મિત્રતા

નવા એપિસોડ્સ : : Every Sunday

1

પ્રણય પરીક્ષા

"નાથા ઓ નાથા! ચમ ઑમ શુન મારી જ્યો સી? તની હું થયું સ? પેલા તો આવો નતો ચમ બદલાઈ સી?" સાવ નંખાઈ ગયેલા શરીર નો માલિક નાથો, કાયા છપ્પનીયા કાળ સામે લડી ને થાકી ને હારી ગઈ હોય એમ ચામડી લચી પડેલી, આંખો પણ નાથિયો જીવતો છે એવી સાબિતી આપવા જ તગતગતી હતી, હાડપિંજરનો માળો જ જોઈલો આવા નાથા ને મળવા આવેલા મિત્ર જેશીંગે એકસાથે નાથા ને ગણા પ્રશ્નો પૂછી નાખ્યા. ઘણા વર્ષો પછી આવેલા મિત્ર જેશીંગ ને ઓળખવા માટે નાથા ની આંખો ને થોડું કષ્ટ પડ્યું. પણ અંતે નાથાની દ્રષ્ટિએ મિત્રતા ...વધુ વાંચો

2

પ્રણય પરીક્ષા - 2

પ્રણય પરીક્ષા પ્રકરણ 2 સવલી ઓરડી માં ગઈ ને સફરજન કાપવા લાગી. આ બાજુ નાથાની આવી સ્થિતિ થવા પાછળ નું કારણ જાણવા માંગતો હતો. નાથએ એની વાત આગળ વધારતા જેશીંગ ને કહ્યું "જેશા તંદાડે મન નેદર નૉ આયી, મન મૉ એકજ વિચાર આવે કે પચ્ચી અજાર રિપિયા ઉ ચૉથી લાવે?" એય એક મઈના માં. એ વિચાર આવતા જ રૂંગુ આઈ જતું. કાકો ય કે ક ભાઈ અવ તારી રીતે પૈસા નો બંદોબસ્ત કરી નાખજે અન સવલી ના બાપ ને આપી આવજે. બીજા દિવસ થી દાડી એ જુ તે હૉ રિપિયા મલી, પોસ દન કૉમ ...વધુ વાંચો

3

પ્રણય પરીક્ષા - 3

પ્રકરણ 3 જેશીંગે સવલીને પૂછ્યું નાથાની દવા ક્યાં લીધી? સવલી એ કહ્યું મોટા પાસે લઈ જવાના રૂપિયા એની પાસે હતા નઈ, એટલે ગામથી ચારેક કિલોમીટર દૂર એક વૈદ પાસે નાથા ને લઈ જતી હતી. ઉદા વૈદ ની દવા રામપુર અને આજુબાજુના ગામમાં વખાણાતી, આખો દિવસ જંગલમાં ફરીને મૂળિયા અને ઓસડીયા લાવતો, રાત્રે પથ્થર ના ખલ માં પથ્થર વડે લસોટીને ભૂકો કરી, દારૂ ના ખાલી શિશાઓમાં ભરી રાખતો, ઉદા ડોસા પાસે અનેક રોગના ઈલાજ માટે વિવિધ પ્રકારની ઔષધીઓ ના શિશા ભરેલા રહેતા. ડોસાને એક દીકરી હતી એનું નામ તેજુ, તેજુ અને એની માં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો