પ્રસ્તાવના વાર્તાનો સમયગાળો ભવિષ્યનું વર્ષ ઈ.સ.૨૫૦૦ છે. જ્યારે પૃથ્વી પરથી મનુષ્ય સિવાયની લગભગ બધીજ જીવસૃષ્ટિનું નિકંદન નીકળી ચુક્યું છે. પોતાની લગભગ દરેક જરૂરિયાત માટે પૃથ્વી પરની અન્ય જીવસૃષ્ટિ પર નભતા મનુષ્યએ અન્ય જીવોની ગેરહાજરીમાં પોતાનું અસ્તિવ જોખમાઈ જાય એ પહેલાં જ સમય પારખીને પોતાના બચાવ માટેના પગલા વર્ષો પેહલાં જ ભરવાના શરુ કરી દીધા હતાં. જેના ભાગરૂપે મનુષ્યે પૃથ્વીથી ૬૦ પ્રકાશવર્ષ દૂરની એક આકાશગંગા જેને “નૈરીતી” નામ આપવામાં આવ્યું હતું તેની શોધ કરી હતી. નૈરીતી નામ એટેલ અપાયું કેમકે તેની શોધ એવા અણીના સમયે એક ભારતીય મહિલા વૈજ્ઞાનિક નૈરીતી સામંથા દ્વારા ૩૦૦ વર્ષ પેહલાં કરવામાં આવી હતી. ત્યારબાદ એજ વૈજ્ઞાનિકએ

Full Novel

1

લવ ઇન સ્પેસ

પ્રસ્તાવના વાર્તાનો સમયગાળો ભવિષ્યનું વર્ષ ઈ.સ.૨૫૦૦ છે. જ્યારે પૃથ્વી પરથી મનુષ્ય સિવાયની લગભગ બધીજ જીવસૃષ્ટિનું નિકંદન નીકળી ચુક્યું છે. લગભગ દરેક જરૂરિયાત માટે પૃથ્વી પરની અન્ય જીવસૃષ્ટિ પર નભતા મનુષ્યએ અન્ય જીવોની ગેરહાજરીમાં પોતાનું અસ્તિવ જોખમાઈ જાય એ પહેલાં જ સમય પારખીને પોતાના બચાવ માટેના પગલા વર્ષો પેહલાં જ ભરવાના શરુ કરી દીધા હતાં. જેના ભાગરૂપે મનુષ્યે પૃથ્વીથી ૬૦ પ્રકાશવર્ષ દૂરની એક આકાશગંગા જેને “નૈરીતી” નામ આપવામાં આવ્યું હતું તેની શોધ કરી હતી. નૈરીતી નામ એટેલ અપાયું કેમકે તેની શોધ એવા અણીના સમયે એક ભારતીય મહિલા વૈજ્ઞાનિક નૈરીતી સામંથા દ્વારા ૩૦૦ વર્ષ પેહલાં કરવામાં આવી હતી. ત્યારબાદ એજ વૈજ્ઞાનિકએ ...વધુ વાંચો

2

લવ ઇન સ્પેસ - ૨

લવ ઇન સ્પેસ પ્રકરણ -૨ અગાઉ તમે વાંચ્યું..... ઈ.સ. ૨૫૦૦માં પૃથ્વી પરથી અન્ય જીવસૃષ્ટિનું નિકંદન નીકળી જતાં મનુષ્યએ “નૈરીતી” નામની આકાશગંગામાં પૃથ્વી જેવો જ ગ્રહ “Hope” શોધી કાઢ્યો હતો અને તેના પર વસવાટ કરવા માટે અનેક સ્પેસ શીપો બનાવી એક પછી એક અનેક સ્પેસ ફ્લાઈટો યોજી હતી. આ જ અભિયાનની અંતિમ ફ્લાઈટ હવે પૃથ્વીથી ૫૦૦ કિલોમીટર ઊંચેની ભ્રમણ કક્ષામાં બનેલા સ્પેસ સ્ટેશન થી લોન્ચ થવાની હતી. અંતિમ ફ્લાઈટના “Traveller X” સ્પેસ શીપમાં એવલીન રોઝ પણ Hope ગ્રહની યાત્રાએ જઈ રહી હતી. હવે આગળ વાંચો...... ૩૦ વર્ષ બાદ....... ...વધુ વાંચો

3

લવ ઇન સ્પેસ - ૩

લવ ઇન સ્પેસ પ્રકરણ -૩ અગાઉ તમે વાંચ્યું..... અંતિમ ફ્લાઈટના “Traveller X” સ્પેસ શીપમાં એવલીન રોઝ પણ Hope યાત્રાએ જઈ રહી હતી. સ્પેસમાં અણધાર્યા અકસ્માતના કારણે ભૂલથી જાગી ગયેલી એવલીન વિશાળ સ્પેસ શીપમાં એક માત્ર એવી યાત્રી છે જે સમય પેહલાં જ જાગી ગઈ છે. હવે આગળ વાંચો.... *** શીત નિદ્રામાંથી જગ્યા બાદ એવલીનને બે રોબોટો દ્વારા તેને અગાઉથી આપવામાં આવેલાં રૂમમાં પહોંચાડવામાં આવી હતી. એવલીને પોતાનાં જીવનના ૩૦ વર્ષ લાંબી શીત નિદ્રામાં વિતાવ્યા હતાં. આથી જાગવા છતાં તે હરી-ફરી શકે તેમ નહોતી. શીત નિદ્રામાંથી જાગેલાં દરેક યાત્રીને બે-ત્રણ દિવસ રૂમમાં જ આરામ કરવું જરૂરી હતું. છેલ્લાં બે દિવસથી ...વધુ વાંચો

4

લવ ઇન સ્પેસ - 4

લવ ઇન સ્પેસ પ્રકરણ -4 અગાઉ તમે વાંચ્યું..... અંતિમ ફ્લાઈટના “Traveller X” સ્પેસ શીપમાં એવલીન રોઝ પણ Hope યાત્રાએ જઈ રહી હતી. સ્પેસમાં અણધાર્યા અકસ્માતના કારણે ભૂલથી જાગી ગયેલી એવલીને પોતાનાં સ્વાર્થ ખાતર સ્પેસશીપમાં અન્ય એક યાત્રી ડો. જોયને જાણી જોઇને જગાડી દીધો. જોયને આ વાતની નથી ખબર કે તેને એવલીને જગાડ્યો છે. હવે આગળ વાંચો.... *** જોય તેની જોડે શું કરશે એવાં વિચારોનાં વમળમાં ફસાયેલી અને બેભાન થવાની એક્ટિંગ કરી રહેલી એવલીન નહોતી નક્કી કરી શકતી કે જોય રૂમમાં છે કે નહિ. બેડ ઉપર બેભાન થવાની એક્ટિંગ કરી રહેલી એવલીને આખરે થોડીવાર પછી હળવેથી તેની જમણી આંખ જરા ...વધુ વાંચો

5

લવ ઇન સ્પેસ - ૫

લવ ઇન સ્પેસ પ્રકરણ -૫ અગાઉ પ્રકરણ ૪ માં તમે વાંચ્યું..... અંતિમ ફ્લાઈટના “Traveller X” સ્પેસ શીપમાં Hope યાત્રાએ જઈ રહેલી એવલીન અણધાર્યા અકસ્માતના કારણે ભૂલથી જાગી જાયછે અને પોતાનાં સ્વાર્થ ખાતર સ્પેસશીપમાં અન્ય એક યાત્રી ડો. જોયને જાણી જોઇને જગાડી દે છે. સ્પેસશીપમાં જોય તેની પત્ની છાયા અને દીકરી રીધીમાં જોડે હોપ ગ્રહની યાત્રા કરી રહ્યો હોયછે. એ વાતની એવલીન ને ખબર પડે છે. હવે આગળ વાંચો..... નોંધ: જો કોઈ વાચક આ storyને PDFમાં વાંચવા ઇચ્છતું હોય તો તેઓ મને મારા mobile નંબર ઉપર watsapp કરી શકે છે. PDFમાં લખાયેલ storyની ખાસિયત એ છે કે તેમાં લખાણમાં ઘણી ...વધુ વાંચો

6

લવ ઇન સ્પેસ - 6

લવ ઇન સ્પેસ પ્રકરણ -૬ અગાઉ પ્રકરણ ૫ માં તમે વાંચ્યું..... જોય તેની પત્ની છાયા અને દીકરી રીધીમાં જોડે ગ્રહની યાત્રા કરી રહ્યો હોયછે. એ વાતની એવલીનને ખબર પડે છે. નવેસરથી જોય જોડે પોતાની મિત્રતા શરુ કરવા એવલીન જોયને પત્ર લખે છે. હવે આગળ વાંચો..... ▪▪▪▪▪ “ડીયર જોય.... આજે મારો બર્થડે છે..... Celebrate કરવાની ઈચ્છા છે. સાંજે રેસ્ટોરન્ટમાં હું તારી વેઇટ કરીશ. જાણું છું પત્ર ખુબ નાનો છે. એનું કારણ એ છે કે પાછલાં કેટલાંક દિવસોમાં જે કંઈ થયું એ ભૂલીને હું નવી શરૂઆત કરવા માંગુ છું. આશા છે તું પણ આ નવી શરૂઆતમાં મારો ...વધુ વાંચો

7

લવ ઇન સ્પેસ - 7

લવ ઇન સ્પેસ પ્રકરણ -૭ અગાઉ પ્રકરણ ૬ માં તમે વાંચ્યું..... જોય અને એવલીન ભૂતકાળ ભૂલી સ્પેસશીપ ઉપર નવેસરથી જીવન શરુ કરે છે. બંને પ્રેમમાં પડે છે અને છેવટે બંને એકજ રૂમમાં સાથે રહેવાનું નક્કી કરે છે. પરંતુ એવામાં બ્રુનો નામનો એક આની યાત્રી જાગી જાય છે...કોણ છે બ્રુનો ? હવે આગળ વાંચો..... ▪▪▪▪▪ “મને નહોતી ખબર તું પણ Hope ગ્રહની યાત્રા ઉપર જઈ રહ્યો છે...!?” બ્રુનોને તેના રૂમના દરવાજે ઉભેલો જોઇને ચોંકી ગયેલી એવલીન બોલી ઉઠી. બંને હજી એવલીનના રૂમના દરવાજે જ ઉભા હતાં. એવલીન હજી પણ હતપ્રભ બનીને બ્રુનોની સામે જોઈ રહી હતી. તેનું હ્રદય જોરશોરહી ...વધુ વાંચો

8

લવ ઇન સ્પેસ - 8

લવ ઇન સ્પેસ પ્રકરણ -૮ અગાઉ પ્રકરણ ૭ માં તમે વાંચ્યું..... બ્રુનો એવલીનનો પતિ હતો. જોકે એ વાત જોયને ખબર. એવલીન જોય અને બ્રુનોની મુલાકાત કરાવે છે.? હવે આગળ વાંચો..... ▪▪▪▪▪ “નોવા ....! કોઈક તો રસ્તો હશેને આ મુસીબતમાથી નિકળવાનો...!?” જોય ધ્રૂજતાં સ્વરમાં નોવાને પૂછી રહ્યો હતો. જોય, એવલીન અને બ્રુનો ત્રણેય મદદ માટે દોડતાં નોવા પાસે આવ્યા હતા. જોયે નોવાને કેપ્સ્ય્યુલમાંથી યાત્રીઓની ડિસ્ચાર્જ થવાની સમસ્યાં અંગે જણાવ્યુ હતું. ત્રણેય હવે નોવાની સામે આશાભરી નજરે જોઈ રહ્યાં હતાં. વીતી રહેલી દરેક સેકંડ જોય માટે અત્યંત ત્રાસદાયી નીવડી રહી હતી. તે ડરી રહ્યો હતો. ક્યાંક કેપ્સ્યુલમાથી ડિસ્ચાર્જ થવાંમાં આગલો ...વધુ વાંચો

9

લવ ઇન સ્પેસ - 9

લવ ઇન સ્પેસપ્રકરણ -9સૌથી પહેલાં તો મારાં વ્હાલાં વાચકોની હું દિલથી ક્ષમા માંગુ છું. લવ ઇન સ્પેસનું આ નવું રીલીઝ કરવામાં મેં ઘણો નઈ પણ ઘણો વધારે સમય લઈ લીધો. કોઈ બહાનું કાઢ્યા સિવાય એટલુંજ કહીશ કે હું એકસાથે ઘણી નોવેલ્સનાં પ્રોજેકટ ઉપર હું કામ કરી રહ્યો હતો એટ્લે લવ ઇન સ્પેસ લખવા માટે સમય નહોતો કાઢી શકતો. આ સિવાય, કોરોના, ફેમિલી પ્રોબ્લેમ્સ, UPSC...! ઘણી એવી સમસ્યાઓ હતી જેને હું અહિયાં કહી નઈ શકું. માત્ર મારાં વાચકોની ક્ષમાયાચના સાથે આપની સમક્ષ લવ ઇન સ્પેસનો નવો ભાગ પ્રસ્તુત કરી રહ્યો છું. થેન્ક યુ ડિયર રીડર્સ. “SID”J I G N ...વધુ વાંચો

10

લવ ઇન સ્પેસ - 10

લવ ઇન સ્પેસપ્રકરણ -10“SID”J I G N E S HInstagraam: @sid_jignesh19 ▪▪▪▪▪ “ જોય....જોય...! હું આવું છું...!” રડતાં-રડતાં સ્પેસશીપમાં ઊભેલી એવલીને સ્પેસજમ્પ માટેનો સૂટ પહેરવાં માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી. બટન દબાવીને એવલીન એજ પીળાં સર્કલમાં ઊભી થઈ ગઈ જ્યાં ઊભા રહીને જોય અને બ્રુનો સ્પેસવૉક માટે તૈયાર થયાં હતાં. સ્પેસસૂટ પહેરીને એવલીન તૈયાર થઈ ગઈ અને કાંચનું હેલ્મેટ બરાબર ફિટ થયું છે કે નઈ એ ચેક કરી એવલીન ઉતાવળા પગલે એરલોક રૂમ તરફ ભાગી. “હું આવું છું જોય...હું આવું છું....!” બબડતાં એવલીને એરલોક રૂમનો દરવાજો ખોલવા બટન દબાવ્યું. “બ્રુનો....!?” ત્યાંજ સામે બ્રુનો ઉભેલો દેખાયો. ...વધુ વાંચો

11

લવ ઇન સ્પેસ - 11

લવ ઇન સ્પેસપ્રકરણ -11“SID”J I G N E S HInstagraam: @sid_jignesh19 ▪▪▪▪▪ “અમ્મ...!” “જોય....!?” એવલીન ચિંતાતુર સ્વરમાં બોલી. ક્રિસ્ટીના, બ્રુનો અને એવલીન વાતો કરી રહ્યાં હતાં ત્યાંજ જોય ભાનમાં આવવાં લાગ્યો. આથી તેમની વાત અધૂરી રહી. “જોય...જોય....!” ક્રિસ્ટીનાને ધીરેથી હડસેલીને એવલીન જોયની નજીક ઊભી રહી અને નીચાં નમીને તેનાં માથે હાથ ફેરવવા લાગી. “એને રેસ્ટ કરવાંદે....!” ક્રિસ્ટીના શાંતિથી બોલી. “હું જ એની દવા છું...!” એવલીન હક જતવાતી હોય એમ ચિડાઈને ક્રિસ્ટીના સામે જોઈને બોલી. બ્રુનો ઊભો-ઊભો બધું જોઈ રહ્યો. જોકે તેની નજર હવે ખૂબસૂરત ક્રિસ્ટીનાનાં અતિશય ઘાટીલાં દેહ ઉપર હતી. સ્લીવલેસ હાલ્ફ રેડ ટી-શર્ટમાં ...વધુ વાંચો

12

લવ ઇન સ્પેસ - 12

લવ ઇન સ્પેસ પ્રકરણ -12 “SID” J I G N E S H Instagram: @sid_jignesh19 ▪▪▪▪▪ “what…!?” ક્રિસ્ટીનાએ કહેલી વાત સાંભળીને જોય ચોંકી ગ્યો “ખરેખર....!?” “હાં....! મને આપડને બધાંને ક્રાયોજેનિક સ્લીપમાં સૂવાડી શકું છું...!” ક્રિસ્ટીના પૂરાં કોન્ફિડેંસથી પોતાનાં ખભાં ઉછાળીને બોલી અને પૂલના પાણીમાંથી બહાર નીકળવાં માટેની સીડીઓ ચઢીને પૂલમાંથી બહાર નીકળવાં લાગી. આંતરવસ્ત્રોમાં ભીંજાયેલાં ક્રિસ્ટીનાના અદ્ભુત કસાયેલાં શરીરના તમામ વળાંકો ઉપરથી પાણીની અનેક ધારો અને બુંદોને સરકતા જોય જોઈ રહ્યો. “પણ...પણ...કેવી રીતે....!” પાણીમાં ભીંજાયેલાં ક્રિસ્ટીનાના એ બેહદ મારકણા રૂપના ક્ષણિક મોહમાંથી જોય તરતજ પાછો ફર્યો અને પુલમાંથી બહાર નીકળતાં-નીકળતાં બોલ્યો “હું કેટલાં વખતથી ...વધુ વાંચો

13

લવ ઇન સ્પેસ - 13

નોંધ: ઘણાં વાચકોએ મારી પાસે લવ ઈન સ્પેસ સ્ટોરીને પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ સાથેની ગ્રાફિક pdf સ્વરૂપે કન્વર્ટ કરી આપવાની ડીમાંડ છે. જેથી તેઓ વાર્તાને પોતાનાં કલેક્શનમાં રાખી શકે. અગાઉના ઘણાં ચેપ્ટર્સ હું આ રીતે વાચકોને આપી ચુક્યો છું. જોકે હવે અન્ય નવલકથા લેખનનું કામ વધી ગયું હોવાથી હું આ નવલકથાને ગ્રાફિક pdf સ્વરૂપે કન્વર્ટ કરી શકવાનો સમય નથી ફાળવી શક્યો. આ કામ એમ પણ ઘણું અઘરું અને સમય માંગી લે તેવું છે. આમ છતાં, જો વધુ વાચકોની ડિમાન્ડ હશે, તો હું આ સ્ટોરીને ગ્રાફિક pdf સ્વરૂપે કન્વર્ટ કરી આપીશ. આથી વાચકોને વિનંતી છે કે જે વાચકોને આ ગ્રાફિક pdf સ્વરૂપે ...વધુ વાંચો

14

લવ ઇન સ્પેસ - 14

નોંધ: ઘણાં વાચકોએ મારી પાસે લવ ઈન સ્પેસ સ્ટોરીને પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ સાથેની ગ્રાફિક pdf સ્વરૂપે કન્વર્ટ કરી આપવાની ડીમાંડ છે. જેથી તેઓ વાર્તાને પોતાનાં કલેક્શનમાં રાખી શકે. અગાઉના ઘણાં ચેપ્ટર્સ હું આ રીતે વાચકોને આપી ચુક્યો છું. જોકે હવે અન્ય નવલકથા લેખનનું કામ વધી ગયું હોવાથી હું આ નવલકથાને ગ્રાફિક pdf સ્વરૂપે કન્વર્ટ કરી શકવાનો સમય નથી ફાળવી શક્યો. આ કામ એમ પણ ઘણું અઘરું અને સમય માંગી લે તેવું છે. આમ છતાં, જો વધુ વાચકોની ડિમાન્ડ હશે, તો હું આ સ્ટોરીને ગ્રાફિક pdf સ્વરૂપે કન્વર્ટ કરી આપીશ. આથી વાચકોને વિનંતી છે કે જે વાચકોને આ ગ્રાફિક pdf સ્વરૂપે ...વધુ વાંચો

15

લવ ઇન સ્પેસ - 15 (અંતિમ પ્રકરણ)

લવ ઇન સ્પેસપ્રકરણ -15 (અંતિમ પ્રકરણ)“SID”J I G N E S HInstagram: @sid_jignesh19 ▪▪▪▪▪ નવલકથાની પૂર્ણાહુતિ પ્રસંગે લેખકની નોંધ.... સાયન્સ ફિક્શન મૂવી બનાવામાં હોલીવૂડ કેટલું આગળ પડતું છે એ વાત તો આપડે સૌ જાણીએજ છે. એમાંય સ્પેસ ટ્રાવેલને લગતી અનેક અદ્ભુત સાયન્સ ફિક્શન મુવીઝ બની છે. જેમાંની કેટલીક મારી પર્સનલ ફેવરિટ છે. એક થી એક અદ્ભુત કોન્સેપ્ટ સાથે બનેલી આ સાયન્સ ફિક્શન મુવીઝ છેક સુધી પ્રેક્ષકોને જકડી રાખે છે અને છેલ્લે તમને વિચારતાં કરીદે છે. જેમકે, મંગળ ગ્રહ ઉપર મોકલેલા સ્પેસ મિશનમાં એક એસ્ટ્રોનોટ પાછળ એકલો છૂટી જાય છે. અને પછી શરૂ થાય છે એ એકલાં છૂટી ગયેલાં એ એસ્ટ્રોનોટ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો