નિસર્ગ અને અંતરા બંને એકબીજા ના ગળાડૂબ પ્રેમ માં પોતાના ભવિષ્ય ના સપના માં રાચે છે. હવે નિસર્ગ આવે અને ઘરમાં બંને ના પેરેન્ટ્સ ને પોતાના સબંધો વિશે વાત કરશે ને પછી હંમેશા ને માટે એક થઈ જાશે. પણ નસીબ માં કંઇક અલગ જ લેખ લખેલા છે. નિસર્ગ ની સગાઈ જાનકી સાથે થઈ જાય છે. અને અચાનક એ જાનકી સાથે આવીને અંતરા ની સામે ઉભો રહી જાય છે.અર્ણવ મમ્મી સાથે વાત કરી ને હકીકત જણાવે છે પણ આમાં કંઇજ ફેરફાર નક્કી શકયતાઓ નથી એવુ કિરણબેન સાફ શબ્દો માં જણાવી દે છે.