ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-7)

(93)
  • 7.7k
  • 5
  • 2.4k

થોડી જ વારમાં મુવી શરૂ થયું થિયેટરની લાઈટો બંધ થવા લાગી આખા થિયેટરમાં અંધકાર છવાય ગયો. મોહિતનો હાથ મારા હાથમાં જ હતો મુવી જેમ આગળ વધતું જતુ હતું એમ મોહિત પણ મારી પાસે એક ઝરણાનીં જેમ આગળ વધતો જતો હતો. મેં તેને રોકયો નહીં કેમકે તે હવે મારો બોયફ્રન્ડ હતો તે મારી નજીક આવતો હતો અને હું તેને રોકી શકતી ન હતી. થોડી જ વારમાં તેણે મારા ગાલ પર એક હાથ મુકયો મેં તેની સામે જોયું મોહિતે પણ મારી સામે જોયું . અમારી બન્નેની આંખો એક બીજામાં પોરવાય ગઈ હતી તે થોડો વધુ નજીક આવ્યો અને તેણે મારા ગુલાબી હોઠ પર એનાં હોઠ મુકયા હુ ધ્રુજી ગઈ . આકાશમાં જેમ વીજળી થાય પછી કડાકા થાય તેમ મારૂ શરીર પણ વીજળી થયાં પછી ઊછાળા મારી રહ્યું હતું.